________________
ભગવદ -૩-૨/૧૭૫ કરતાં સંખેય ગણું છે. એ કારણે શક્ર ચમરને પકડવા સમર્થ ન નીવડ્યો.
હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રનો ઉર્ધ્વગતિવિષય, અધોગતિવિષય અને તિર્યતિવિષય; એ બધામાં કયો વિષય કયા વિષયથી અલ્પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે? હે ગૌતમ! એક સમયે દેવેંદ્ર, દેવરાજ શક્ર સૌથી થોડો ભાગ ઉપર જાય છે, તિરછું, તે કરતાં સંખ્યય ભાગ જાય છે અને નીચે પણ સંખ્યય ભાગ જાય છે. હે ભગવનું ! અસુરેંદ્ર, અસુરરાજ ચમરનો ઉર્ધ્વગતિવિષય અધોગતિવિષય અને તિર્યગતિવિષય, એ બધામાં કયો વિષય કયા વિષય કયા વિષયથી અલ્પ છે, બહુ છે, સરખો છે કે વિશેષાધિક છે ? હે ગૌતમ! અસુરેંદ્ર, અસુરરાજ ચમર, એક સમયે થોડો ભાગ ઉપર જાય છે, તિરછું, તે કરતાં સંખ્યય ભાગ જાય છે. અને નીચે પણ સંખ્યય ભાગ જાય છે. વજ સંબંધી ગતિનો વિષય શકની પેઠે જાણવો. વિશેષ એકે ગતિનો વિષય વિશેષાધિક કરવો. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ શક્રનો નીચે જવાનો કાળ અને ઉપર જવાનો કાળ એ બે કાળમાં કયો કાળ કોનાથી થોડો છે, વધારે છે, સરખો છે, અને વિશેષાધિક છે? હે ગૌતમ! દેવેંદ્ર, દેવરાજ શઝનો ઉપર જવાનો કાળ સૌથી થોડો છે અને નીચે વધારે છે, સરખો છે, અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! વજનો ઉંચે જવાનો કાળ સૌથી થોડો છે અને નીચે જવાનો કાળ વિશેષાધિક છે. હે ભગવન્! એ વજ, વજાધિપતી-ઈદ્ર-અને અસુરેંદ્ર અસુરરાજ ચમર, એ બધાનો નીચે જવાનો કાળ અને ઉંચે જવાનો કાળ, એ બેમાં કયો કોનાથી અલ્પ છે, વધારે છે, સરખો છે કે વિશેષાધિક છે? હે ગૌતમ ! શક્રનો ઉપર જવાનો કાળ અને ચમરનો નીચે જવાનો કાળ, એ બન્ને સરખા છે અને સૌથી થોડા છે, શક્રનો નીચે જવાનો કાળ અને વજનો ઉપર જવાનો કાળ, એ બને સરખા છે અને સંખ્યયગણા છે. ચમરનો ઉંચે જવાનો કાળ અને વજનો નીચે જવાનો કાળ, એ બન્ને સરખા અને વિશેષાધિક છે. અસુરેંદ્ર, અસુરરાજ ચમર, ચમચંચા નામની રાજધાનીમાં સુધસભામાં, ચમર નામના સિંહાસનમાં બેસી વિચાર કરે છે. પછી હણાયેલ માનસિક સંકલ્પવાળા અને યાવતુવિચારમાં પડેલા તે અસુરેંદ્ર, અસુરરાજ ચમરને જોઈ સામાનિકસભામાં ઉત્પન્ન થયેલ દેવોએ હાથ જોડીને તેને આ પ્રમાણે કહ્યું કેઃ- હે દેવાનુપ્રિય! તમે આજ હણાએલા માનસિક સંકલ્પવાળા થઈ યાવતુશું વિચાર કરો છો ? ત્યારે અસુરેંદ્ર, અસુરરાજ ચમરે તે સામાનિકસભામાં ઉત્પન્ન થયેલ દેવોને આ પ્રમાણે કહ્યું કે - હે દેવાનુપ્રિયો ! મેં મારી પોતાની મેળેજ શ્રમણ ભગવંત મહાવીરનો આશરો લઈને દેવેંદ્ર, દેવરાજ શક્રને તેની શોભાથી ભ્રષ્ટ કરવો ધાર્યો હતો. ત્યારે તેણે (શ) મારા ઉપર કોપ કરી અને મારી પાછળ વજ ફેંક્યું. પણ હું દેવાનુપ્રિયો ! શ્રમણભગવંત મહાવીરનું ભલું થાઓ, કે જેના પ્રભાવથી હું અક્લિષ્ટ રહ્યો છું, અવ્યથિત-પીડા વિનાનો-રહ્યો છું તથા પરિતાપ પામ્યા સિવાય અહીં આવ્યો છું. અહીં સમવસયોં . અહીં પ્રાપ્ત થયો છું અને અહીંજ ઉપસંપન્ન થઈને વિહરું છું. ન તો હે દેવાનુપ્રિયો ! આપણે બધા જઈએ અને શ્રમણભગવંતમહાવીરને વાંદીએ, નમીએ, યાવતુ તેઓની પÚપાસના કરીએ, એમ કરી તે, ચોસઠહજાર સામાનિક દેવો સાથે યાવતુ-સર્વ દ્ધિપૂર્વક યાવતુ-જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે અને જે તરફ હું (મહાવીર) છું તે તરફ આવી મને ત્રણવાર પ્રદક્ષિણા દેઈ-નમસ્કાર કરી તે આ પ્રમાણે બોલ્યા કેઃ- હે ભગવન્! મેં મારી પોતાની જાતેજ તમારો આશરો લઈને દેવેંદ્ર, દેવરાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org