________________
-
-
-
-
-
-
-
દ
ભગવાઈ -૩-/૧/૧પપ કેવી મોટી ઋદ્ધિવાળો છે, યાવતને કેટલું વિકુવણ કરવા સમર્થ છે ? હે ગૌતમ ! વૈરોચનંદ્ર, વૈરોચનરાજ બલી મોટી ઋદ્ધિવાળો છે. યાવતુ-મહાનુભાગ છે, વળી તે ત્યાં. ત્રીસલાખ ભવનોનો, તથા સાઠહજાર સામાનિકોનો અધિપતિ છે. જેમ ચમર સંબંધ હકીકત કહી તેમ બલિ વિષે પણ જાણવું. વિશેષ એ કે, તે પોતાની વિકુર્વણ શક્તિથી આખા જંબૂદ્વીપ કરતાં વધારે ભાગમાં પોતાના રૂપો ભરી શકે છે, બાકી બધું તેજ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, ભવનો અને સામાનિકો વિષે જૂદાઈ જાણવી. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી પાવ-ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર વિહરે છે.
પછી તે ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે, નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! વૈરોચન ઈદ્ર, વૈરોચન- રાજબલિ એવી મોટી ઋદ્ધિવાળો છે યાવત તે કેટલું વિદુર્વણ કરી શકે છે? હે ગૌતમ ! તે નાગકુમારોનો ઇંદ્ર, નાગકુમારોનો રાજા ધરણ મોટી ઋદ્ધિવાળી છે, યાવતુ-ત્યાં ૪ લાખ ભવનવાસો છે, છ હજાર સામાનિક દેવો , તેત્રીશ ત્રાયસ્ત્રિશક દેવો ઉપર, ચાર લોકપાલો, પરીવારવાળી છ પટ્ટરાણીઓ ઉપર સ્વામીપણું ભોગવતો વિહરે છે. તથા તેની વિદુર્વણ. શક્તિ આટલી છે-જેમ કોઈ જુવાન હાથને પકડે, અને પરસ્પર કાકડા વાળેલ હોવાથી જેમ તે સંલગ્ન જણાય છે તેમ ઘણા નાગકુમાર અને ઘણી નાગકુમારીઓ વડે-આખા જબૂદ્વીપનો અને તિરછે સંખ્યય દ્વીપસમુદ્રનોને ભરી શકે છેઃ પણ યાવત-તે તેવું કોઇ દિવસ કરશે નહિં. તેના સામાનિકો. આદિ વિશે ચમરની માફક કહેવું. વિશેષ એ કે - તેઓની વિકુવણશક્તિ માટે સંખ્યય દ્વીપ સમુદ્રો કહેવા. અને એ પ્રમાણે, વાવતુ-સ્વનિતકુમારો, વાનવ્યંતરો, તથા જ્યોતિષિકો પણ જાણવા. વિશેષ એ કે-દક્ષિણ દિશાના બધા ઇન્દ્રો વિષે અગ્નિભૂતિ પૂછે છે અને ઉત્તર દિશાના બધા ઈન્દ્ર, વાયુભૂતી પૂછે છે.
હે ભગવન્! એમ કહી ગૌતમ અગ્નિભૂતિ અનગાર શ્રમણ- ભગવંતમહાવીરને વાંદે છે, અને નમે છે નમીને તેઓ આ પ્રમાણે બોલ્યા કે- જો જ્યોતિ-ષિકેંદ્ર, જ્યોતિષિક રાજા એવી મોટી ઋદ્ધિવાળો છે અને એટલું વિકવેણ કરી શકે છે તો દેવેંદ્ર દેવરાજશક્ર કેવી મોટી ઋદ્ધિવાળો છે યાવતુ-કેટલું વિકર્વણ કરી શકે છે? હે ગૌતમ ! દેવેંદ્ર, દેવરાજ શક મોટી ઋદ્ધિવાળો છે યાવતું મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં બત્રીશલાખ વિમાનવાસો ચોરાસીહજાર સામાનિકદેવો, યાવતુ- ૩,૩૬,000 આત્મરક્ષક દેવો અને બીજાઓ ઉપર સત્તાધીશપણું ભોગવતો યાવતુ-વિહરે છે. અર્થાતુ શક્ર ઇદ્ર એવી મોટી ઋદ્ધિવાળો છે તેની વિકુવણ શક્તિ સંબંધે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે, તે એટલાં બધાં રૂપો વિદુર્વી શકે છે, કે જે રૂપોથી આખા બે જબૂદ્વીપો ભરાઈ શકે છે. બાકી બધું તેજ પ્રમાણે જાણવું. વળી હે ગૌતમ! દેવેંદ્ર દેવરાજ શક્રનો માત્ર એ વિષય છે, અર્થાત્ પૂર્વે જણાવેલી વિદુર્વણા શક્તિ તે માત્ર શક્તિરૂપ છે, પણ સંપ્રાપ્તિવડે તેમ તેમ વિકુવ્યું નથી, વિફર્વતો નથી અને વિકવશે પણ નહિં.
[૧૫] હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક્ર એવી મોટો ઋદ્ધિવાળો છે અને એટલું વિદુર્વણ કરવા શક્તિ છે તો સ્વભાવે ભદ્ર અને વિનીત, તથા હંમેશાં છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતો આત્માને ભાવતો, પૂરેપૂરાં આઠ વર્ષ સુધી સાધુપણું પાળીને માસિક સંલેખનાવડે આત્માને સંયોજીને તથા સાઠ ટંક સુધીનું અનશન પાળીને, આલોચન તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org