________________
શતક-૩, ઉદેસો-૧
ક૭ પ્રતિક્રમણ કરીને, સમાધી પામીને, કાળમાસે કાળ કરીને આપ દેવાનુપ્રિયનો શિષ્ય તિષ્પક નામનો અનગાર, સૌધર્મકલ્પમાં પોતાના વિમાનમાં, ઉપપાત સભાના દેવશયનીયમાં દેવવસ્ત્રથી ઢંકાએલ અને આગળના અસંખ્ય ભાગમાત્ર જેટલી અવગાહનમાં દેવેંદ્ર, દેવરાજના સામાનિકપણે ઉત્પન્ન થયો છે. પછી તુરતમાંજ ઉત્પન્ન થયેલો તે તિષ્ણકદેવ પાંચ પ્રકારની પયાપ્તિવડે પર્યાપ્તપણાને પામે છે અર્થાતું તે આહારપયપ્તિવડે, શરીરપયપ્તિવડે, ઇંદ્રિપયપ્તિવડે, આનપ્રાણપતિવડે અને ભાષામનઃપતિવડે પોતાના શરીરને સંપૂર્ણપણે રચે છે. જ્યારે તે તિષ્યકદેવ પૂવોક્ત પાંચ પતિવડે પોતાના શરીરની બનાવટ પૂરેપૂરી કરી લે છે ત્યારે સામાનિક સમિતિના દેવો તેની પાસે આવી, હાથ જોડવાપૂર્વક દશે નખને ભેગા કરી માથે અડાડી, માથે અંજલી કરીને જય અને વિજયથી વધાવે છે અને પછી આ પ્રમાણે કહે છે કે અહો! આપ દેવાનપ્રિયે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે, અને સામે આપ્યો છે વળી જેવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવકાંતિ અને દિવ્ય દેવપ્રભાવ આપ દેવાનુપ્રિયે લબ્ધ કર્યો છે. પ્રાપ્ત કર્યો છે અને સામે આપ્યો છે તેવી દિવ્ય દેવદ્ધિ, દિવ્યદેવકાંતિ દેવેંદ્ર, દેવરાજ શકે પણ યાવતુ-સામી આણી છે; અને જેવી દિવ્ય દેવદ્ધિ દેવેંદ્ર, દેવરાજ શકે લબ્ધ કરી છે. પ્રાપ્ત કરી છે, સામી આણી છે તેવી દિવ્ય દેવઋદ્ધિ આપ, દેવાનુપ્રિયે સામી આણી છે તો હે ભગવન્! તે તીષ્યકદેવ કેવી મોટી ઋદ્ધિવાળો છે અને કેટલું વિદુર્વણ કરી શકે છે? હે ગૌતમ ! તે તિષ્યકદેવ મોટી સમૃદ્ધિવાળો છે મોટા પ્રભાવવાળો છે. તે ત્યાં પોતાના વિમાન ઉપર, ચાર હજાર સામાનિક દેવો પરિવારયુક્ત ચાર પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સેના, સાત સેનાધિપતિ, સોળહજાર આત્મરક્ષક દેવો અને બીજા ઘણા વૈમાનિકદેવો તથા દેવી ઉપર સત્તાધીશપણું ભોગવતો વિહરે છે તે આવી મહાનુ સમૃદ્ધિવાળો છે આટલું વિદુર્વણ કરી શકે છે જેમ કોઈ યુવાન પુરુષ જ જુવાન સ્ત્રીને હાથે કાકડા વાળી પકડે જેથી તેઓ સંલગ્ન લાગે તેમ તે બીજાં રૂપો કરી શકે છે. તે શક્રની જેટલી વિકર્વણાશક્તિવાળો છે વળી હે ગૌતમ ! તિષ્યક દેવની જે વિકર્ષણ શક્તિ છે તે તેનો વિષય છે, પણ તેણે સંપ્રાપ્તિવડે વિભુવયું નથી, વિકવતો નથી અને વિકુવશે પણ નહિં.
હે ભગવન્! જો તિષ્યકદેવ એવી મહાગુ ઋદ્ધિસંપન છે અને આટલું બધું વિકુવણ કરી શકે છે તો દેવેંદ્ર, દેવરાજ શકના બાકીના-બીજા બધા સામાનિક દેવો કેવી. મોટી ઋદ્ધિવાળા છે ? હે ગૌતમ ! તેજ પ્રમાણે બધું જાણવું, વાવત-હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ શક્રના પ્રત્યેક સામાનિક દેવોનો એ વિષય છે, વિષયમાત્ર છે, પણ સંપ્રાપ્તિથી કોઇએ વિકવ્યું નથી, વિકવતો નથી અને વિકર્વશે પણ નહીં. શક્રના ત્રાયઅિંશક દેવો વિષે, લોકપાલો વિષે, અને પટ્ટરાણીઓ વિષે ચમરની પેઠે કહેવું. વિશેષ એ કે તેઓની વિકુવણશક્તિ આખા બે જંબૂદ્વીપ જેટલી કહેવી અને બાકી બધું તેજ પ્રમાણે કહેવું. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે, એમ કહી બીજા ગૌતમવિહરે છે.
[૧૧૭] હે ભગવન્! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને નમીને યાવતું આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જો દેવેંદ્ર, દેવરાજ શક્ર યાવતુ-એવી મોટી ઋદ્ધિવાળો છે અને યાવતું એટલું વિદુર્વણ કરી શકે છે, તો હે ભગવન! દેવેંદ્ર દેવરાજ ઈશાન કેવી મોટી ઋદ્ધિવાળો છે? હે ગૌતમ! તે સંબંધે બધું તેમજ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org