________________
શતક-૨, ઉદેસો-૫ નામનું ઝરણું છે. તેની લંબાઈ અને પહોળાઈ પાંચસો ધનુષ્ય જેટલી છે, તેનો આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે, સુંદર છે, પ્રસન્નતા પમાડે તેવો છે. દર્શનીક છે, રમણીય છે, અને જોનારને સંતોષ ઉપજાવે તેવો છે. તે ઝરણમાં અનેક ઉષ્ણયોનિવાળા જીવો અને પુદ્ગલો પાણીરૂપે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એવે છે અને ઉપચય પામે છે તે ઉપરાંત તે ઝરણમાંથી હંમેશાં ઉષ્ણોખ્ખા પાણી ઝર્યા કરે છે. હે ગૌતમ! એ મહાતપોપતીપ્રભવ નામના ઝરણાનો અર્થ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવંત ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, અને નમે છે. શતકઃ ૨-ઉદેસા-૫-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
- ઉદ્દેશક :[૧૩૮] હે ભગવન્! “ભાષા અવધારિણી છે. એમ હું માનું? હે ગૌતમ! તે માટે પન્નવણા સૂત્રનું સંપૂર્ણ ભાષાપદ જાણવું. | શતક: ૨- ઉદ્દેસાઃ દની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
- ઉદ્દેશકઃ૭-). આ [૧૩] હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે - ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. હે ભગવન્! ભવનવાસી દેવોનાં સ્થાનો કયે ઠેકાણે આવેલાં છે ? હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વિના નીચે છે ઈત્યાદિબધું સ્થાનપદમાં કહેલ દેવોની વક્તવ્યતાની પેઠે કહેવું. વિશેષ એ કે, અને તેઓનાં ઉપપાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે એ બધું કહેવું યાવતુસિદ્ધગડિકા પૂરી કહેવી. વળી કલ્પોનું પ્રતિષ્ઠાન, જાડાઈ, ઉંચાઈ, અને આકાર, એ બધું જીવાભિગમસૂત્રમાં કહેલ છે. યાવતુ-વૈમાનિક ઉદ્દેશકની પેઠે કહેવું. શતક: ૨-નાઉદેસા-નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ,
(૯ઉદ્દેશક ૮-) [૧૪] હે ભગવન્! અસુરકુમારોના ઈન્દ્ર અને તેઓના રાજા ચમરની સુધમાં નામની સભા ક્યાં કહેલી છે ? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં રહેલ મંદિર-મેરુ પર્વતની દક્ષિણ બાજુમાં તીરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અરણવર નામનો દ્વીપ આવે છે, તે દ્વીપની વેદિકાના બહારના છેડાથી આગળ વધીએ ત્યારે અરુણોદય સમુદ્રમાં ૪૨ લાખ યોજન ઉંડા ઉતર્યા પછી તે ઠેકાણે અસુરના ઈંદ્ર અને રાજા ચમરનો નિગિચ્છકકૂટ નામનો ઉત્પાદ પર્વત આવે છે, તેની ઉંચાઈ ૧૭૨૧ યોજન છે, તેનો ઉદ્ધધ ૪૩0 યોજન અને એક કોશ છે. આ પર્વતનું માપ ગોસ્તુભ નામના આવાસ પર્વતના માપની પેઠે જાણવું. વિશેષ એ કેઃ- ગોતુભના ઉપરના ભાગનું જે માપ છે તે માપ અહીં વચલા ભાગ માટે સમજવું અથતુ તે પર્વતનો વિષ્ફભ મૂળમાં ૧૦૨૨ યોજના છે. વચ્ચે ૪૨૪ યોજન છે અને ઉપલો વિઝંભ ૭૨૬ યોજન છે. તેનો પરિક્ષેપ મૂળમાં ૩૨૩ર યોજન તથા કાંઇક વિશેષોન છે અને ઉપલો પરિક્ષેપ ૨૨૮૬ યોજન તથા કાંઈક વિશેષોન છે તે મૂળમાં વિસ્તૃત છે, વચ્ચે સાંકડો છે અને ઉપર વિશાળ છે. તેનો વચલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org