________________
૫૮
ભગવઇ-૨-૫/૧૩૪ ઉત્કૃષ્ટ જઘન્ય અને મધ્યમ કુટુંબોમાં ભિક્ષા લેવાને ફરતો હતો ત્યારે મેં ઘણા માણસોને મોઢેથી આ પ્રમાણે સાંભળ્યું છે - હે દેવાનુપ્રિય ! તુંગિકા નગરીથી બહાર પુષ્પવતી નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો પધાર્યા હતા કે- હે ભગવન્! સંયમનું ફળ શું છે? અને તપનું ફળ શું છે? એ વાત સત્ય છે માટે કહી છે, પરંતુ અમારી મોટાઈને માટે કહી નથી.
તો હે ભગવન્! શું તે સ્થવિર ભગવંતો તે શ્રમણોપાસકોને એવા પ્રકારનો જવાબ દેવા સમર્થ છે? કે અસમર્થ છે? અભ્યાસવાળા છે, કે અનભ્યાસી છે? ઉપયોગવાળા છે? કે ઉપયોગ વિનાના છે? વિશેષજ્ઞાની છે? કે સાધારણ? હે ગૌતમ ! તે સ્થવિર ભગવંતો તે શ્રમણોપાસકને તેવા પ્રકારનો જવાબ દેવાને સમર્થ છે, પણ અસમર્થ નથી. તે સ્થવિર ભગવંતો તેવા પ્રકારનો જવાબ દેવાને અભ્યાસવાળા છે, ઉપયોગવાળા છે અને વિશેષજ્ઞાની છે તે વાત સાચી છે માટે કહી પરંતુ આત્માની વડાઈને માટે કહી નથી. વળી હે ગૌતમ! હું પણ એમ કહું છું, માગું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે, પૂર્વના તપવડે, પૂર્વનાસંયમવડે, કમિપણાથી અને સંગીપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે એ વાત સાચી છે માટે કહી છે પરંતુ અમારી બડાઈ કરવા કહી નથીએ પ્રમાણે સ્થવિર ભગવંતોનું કથન સાચું છે.
[૧૩૫] હે ભગવન્! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના મનુષ્યોને તેની સેવાનું ફળ શું મળે? હે ગૌતમ ! શાસ્ત્રો શ્રવણ કરવાનું ફળ મળે છે. હે ભગવન્! શ્રવણનું શું ફળ? જ્ઞાન જાણવાનું મળે છે. હે ભગવન્! તે જાણવાનું ફળ શું છે? હે ગૌતમ! વિવેચનપૂર્વક જાણી શકાય છે. હે ભગવન્! તે વિવેચનયુક્ત જાણ્યાનું ફળ શું છે? હે ગૌતમ ! તેંનું ફળ પ્રત્યાખ્યાન છે. હે ભગવનું ! તે પ્રત્યાખ્યાન ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ સંયમ છે હે ભગવન્સંયમનું ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ આઅવરહિતપણું છે હે ભગવન્! તે આમ્રવરહિતપણાનું ફળ શું છે? હે ગૌતમ! તેનું ફળ તપ છે. હે ભગવન્! તપનું ફળ શું છે? હે ગૌતમ! કર્મરૂપી મેલને સાફ કરે છે હે ભગવન્! કર્મરૂપી મેલ સાફ થયાથી શું થાય? હે ગૌતમ! તે સાફ થયા પછી નિષ્ક્રિયાપણું પ્રાપ્ત થાય. હે ભગવન્! તે નિષ્ક્રિયપણાથી શું લાભ થાય? તેનું ફળ સિદ્ધિ પ્રાપ્ત થાય.
[૧૩] શ્રવણથી જ્ઞાન, શાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચકખાણ, પચ્ચકખાણથી સંયમ, સંયમથી અનામ્રવપણું અનાસવથી તપ, તપથી કર્મનાશ કર્મનાશથી અક્રિય, અક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
[૧૩૭] હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે, ભાષે છે, જણાવે છે અને પ્રરૂપે છે કે - “રાજગૃહ નગરથી બહાર વૈભારપર્વતની નીચે એક મોટો પાણીનો ઝરો આવેલો છે. તે ઝરાની લંબાઈ અને પહોળાઇ અનેક યોજન જેટલી છે. તથા તે ઝરાનો આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે, શોભાવાળો છે. અને જેનારાઓની આંખોને ગમે તેવો છે. તે ઝરામાં અનેક ઉદાર મેઘો સંર્વેદે છે, સંમૂચ્છે છે અને વરસે છે વળી તે ઉપરાંત ઝરામાંથી હંમેશાં ઉનું ઉનું અપ્લાય પાણી ઝર્યા કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેવી રીતે છે? હે ગૌતમતે અન્યતીથિકો જે કાંઈ કહે છે અને યાવત્ કહ્યું છે તે ખોટું કહ્યું છે, વળી હે ગૌતમ! હું તો આ પ્રમાણે કહું છું, ભાખું , જણાવું છું, અને પ્રરૂપું છું કે રાજગૃહ નગરની બહાર વૈભારપર્વતની પાસે ‘મહાતપોપતીપ્રભવ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org