________________
શતક-૨, ઉદેસો-૫
૫૭ આપ્યા ત્યારે તેઓએ હર્ષવાળા અને સંતુષ્ટ થઈ તે સ્થવિર ભગવંતોને વાંદી, નમી, બીજા પણ પ્રશ્નો પૂછ્યા અને તેઓના અને અવધાય. પછી ઉઠીને તે સ્થવિરોને ત્રણ પ્રદક્ષિણા દઈને, વાંદી, નમી તે સ્થવિરો પાસેથી અને પુષ્પવતી નામના ચૈત્યથી નીકળી તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા અને તે સ્થવિરોએ પણ અન્ય કોઈ દિવસે તુંગિકા નગરીથી, પુષ્પાવતી નામના દૈત્યથી બહાર નીકળી જનપદ વિહારે વિહાર કર્યો.
[૧૩૪] તે કાળે તે સમયે રાજગૃહ નામનું નગર હતું, સભા પાછી ફરી. તે કાળે તે સમયે શ્રમણભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈદ્રિભૂતિ નામના અનગાર હતા, જેઓ સંક્ષિપ્ત અને વિપુલ તેજોવેશ્યાવાળા હતા અને જેઓ નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપકર્મ પૂર્વક સંયમને અને તપવડે આત્માને ભાવતા વિહરે છે. પછી તે ભગવાન ગૌતમ છઠ્ઠના પારણાને દિવસે પહેલી પૌરુષીએ સ્વાધ્યાય કરે છે, બીજી પૌરષીએ ધ્યાન ધ્યાવે છે અને ત્રીજી પૌરુષીએ શારીરિક તથા માનસિક ચપળતા રહિત થઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ગૌતમ ભગવંત મુહપત્તીને પડિલેહે છે, પછી ભોજન કરવાના પાત્રોને અને વસ્ત્રોને પડિલેહે છે, પાત્રોને લઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવી, નમી, વાંદી તે ગૌતમ અનગારે આ પ્રમાણે કહ્યું કે - હે ભગવનું આજે છઠ્ઠના પારણાને દિવસે આપની આજ્ઞા હોય તો હું રાજગૃહ નગરમાં ઉચ્ચ, નીચ અને મધ્યમ વર્ગના કુલોમાં ભિક્ષા મેળવવા માટે જવાને ઇચ્છું છું. દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર. પ્રતિબંધ ન કર. શ્રમણભગવંતમહાવીરની આજ્ઞા મળ્યા પછી ભગવાન્ ગૌતમ શ્રમણભગવંત મહાવીરની પાસેથી, ગુણશીલક નામના ચૈત્યથી નીકળે છે નીકળી શારીરિક અને માનસિક ઉતાવળને છોડી દઈ અસંભ્રાત જ્ઞાનવાળા તે ભગવાન્ ગૌતમ યુગાંતર (સાડાત્રણ હાથ) દ્રષ્ટિથી ઈસમિતિને પાળતા પાળતા રાજગૃહ નગરમાં આવી ત્યાં રહેલ ઉચ્ચ, નીચ અને મધ્યમ કુટુંબોમાં વિધિપૂર્વક ભિક્ષા માટે ફરે છે.
ત્યાં રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ફરતા ભગવાન ગૌતમે ઘણા માણસોના મોઢે આ પ્રમાણે સાંભળ્યું કે - હે દેવાનુપ્રિય ! તુંગિકા નગરીથી બહાર, પુષ્પવતી. નામના ચૈત્યમાં પાર્શ્વનાથના શિષ્યો સ્થવિર ભગવંતો પધાર્યા હતા અને ત્યાંના શ્રાવકોએ તેઓને આ પ્રકારના પ્રશ્નો પૂક્યા હતા કે- ભગવન્! સંયમનું ફળ શું છે ? તપનું શું ફળ છે ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે શ્રમણપાસકોને આ પ્રમાણે જવાબ આપ્યો કેઃ- હે આર્યો ! આમ્રવરહિતપણું એ સંયમનું ફળ છે અને કર્મનો નાશ કરવો એ તપનું ફળ છે અને પૂર્વના તપવડે, પૂર્વના સંયમવડે, કમિપણાથી અને સંગિપણાને લીધે દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. એ વાત સાચી છે માટે કહી છે પણ અમારા અભિમાનથી કહી નથી, એ તે એ પ્રમાણે કેમ મનાય ? એ પ્રકારની વાત લોકોના મોઢેથી સાંભળી શ્રમણભગવંત ગૌતમ ! તે વાતની જિજ્ઞાસામાં શ્રદ્ધાવાળા થયા અને તે વાતને માટે તેઓને આશ્ચર્ય લાગ્યું. હવે ભગવનું ગૌતમ જોઈએ તેટલી ભિક્ષા મેળવીને, રાજગૃહ નગરથી બહાર નીકળી, ધીરે ધીરે ઈયસિમિતિને પાળતા ગુણશિલક નામના ચૈત્ય તરફ શ્રમણભગતંવમહાવીરની પાસે આવ્યા, આવીને તેઓની પાસે રહી જવા આવવા સંબંધી અતિચારોનું ચિંતવન કરી તથા ભિક્ષા લેતા દોષોનું આલોચન કર્યું. પછી લાવેલો આહાર અને પાણી શ્રમણભગવંતમહાવીરની દ્રષ્ટિએ પાડી અને પછી તેઓ આ પ્રમાણે બોલ્યા કે - હે ભગવન્! જ્યારે હું આપની આજ્ઞાથી રાજગૃહ નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org