________________
so
ભગવઈ - ૨-૧૮/૧૪૦ ભાગ ઉત્તમ વજ જેવો છે, મોટા મુકુન્દના ઘાટ જેવો છે અને તે પહાડ આખો રત્નમય છે, સુંદર છે, તથા પ્રતિરૂપ છે. તે પર્વત ઉત્તમ કમળની એક વેદિકાથી અને એક વનખંડથી સર્વ પ્રકારે ચારે બાજુથી વીંટાએલ છે. આ સ્થળે તે વેદિકા અને વનખંડનું વર્ણન જાણવું. તે તિગિચ્છકકૂટ નામના ઉત્પાતપવનો ઉપરનો ભાગ તદન સરખો, ખાડાખડીયા વિનાનો અને મનોહર છે, તેનું પણ વર્ણન અહીં જાણતું. તે તદ્દન સરખા અને રમણીય ઉપલા ભાગની વચ્ચે એક મોટો પ્રાસાદાવતંસક-મહેલ છે. તે મહેલની ઉંચાઈ ૨૫૦ યોજન છે, તેનો વિધ્વંભ ૧૨૫ યોજન છે, અહીં તે મહેલનું વર્ણન કરવું.
આઠ યોજનની મણિપીઠિકા છે ચમરનું સિંહાસન પરિવારસહિત કહેવું. હવે તે તિગિચ્છકકૂટ પર્વતની દક્ષિણે અરણોદય સમુદ્રમાં, ૬પપ૩પપપ હજાર યોજન તીરછું ગયા પછી નીચે રત્નપ્રભા પૃથિવીનો ૪૦ હજાર યોજન જેટલો ભાગ અવગાહ્યા પછી-એ ઠેકાણે-અસુરેંદ્ર અને અસુરના રાજા ચમચંચા નામની રાજધાની છે તે રાજધાનીનો આયામ અને વિખંભ એક લાળ યોજન છે તે રાજધાની બૂઢીપ જેવડી છે. તેનો કિલ્લો ૧૫૦ યોજન ઉંચો છે, તે કિલ્લાના મૂળનો વિખંભ પચાસ યોજન છે, તેના ઉપરના ભાગનો વિખંભ સાડાતેર યોજન છે, તેનાં કાંગારાની લંબાઈ અડધો યોજન છે અને પહોળાઈ એક કોશ છે તથા તે કાંગારાની ઉંચાઈ અડધા યોજનથી કાંઈક ઊણી છે. વળી એક બાહુમાં પાંચસો પાંચસો દરવાજા છે અને તેની ઉંચાઈ ૨પ૦ યોજન છે ઉંચાઈ કરતાં અડધો વિખંભ છે, ઘરની પછીતના બંધ જેવા ભાગને આયામ અને વિખંભ સોળહજાર યોજન છે. અને તેનો પરિક્ષેપ પ૦૫૯૭ યોજન કરતાં કાંઈક વિશેષોન છે. સર્વ પ્રમાણ વડે વૈમાનિકના પ્રમાણ કરતાં અહીં બધું અધું પ્રમાણ જાણવું. સુધમસિભા, ઉત્તર અને પૂર્વમાં જિનગૃહ, ત્યારબાદ ઉપરાત સભા, દ્ધ, અભિષેક અને અલંકાર એ સઘળું વિજયની પેઠે કહેવું. ઉપપાત, સંકલ્પ, અભિષેક, વિભૂષણ, વ્યવસાય, અઈનિકા, અને સિદ્ધાયતન સંબંધી ગમ તથા ચમરનો પરિવાર અને તેનું ઋદ્ધિસંપનપણું.. | શતક ૨-નાઉદેસા-૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ |
(- ઉદ્દેશક૯-) [૧૪૧] હે ભગવનું આ સમયક્ષેત્ર એ શું કહેવાય? હે ગૌતમ! અઢી દ્વીપ અને બે સમુદ્ર, એટલું એ સમયક્ષેત્ર કહેવાય, તેમાં જે આ જંબૂદ્વીપ નામનો દ્વીપ છે તે બધા દ્વીપ અને સમુદ્રોની વચોવચ છે. એ પ્રમાણે સર્વ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે કહેવું. યાવતુ-અભ્યતર પુષ્કરાઈ. પણ તેમાં જ્યોતિષિકની હકીકત ન કહેવી. શતક ૨ના ઉદ્દેસા ૯ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(- ઉદ્દેશકઃ ૧૦:-) [૧૪૨] હે ભગવન્! અસ્તિકાયો કેટલા કહ્યા છે? હે ગૌતમ ! અસ્તિકાયો પાંચ કહ્યા છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુત્રલાસ્તિકાય. હે ભગવન્! ધમસ્તિકાયમાં કેટલા રંગ છે? કેટલા ગંધ છે, અને કેટલા રસ છે અને કેટલા સ્પર્શ છે? હે ગૌતમ! સંક્ષેપથી પાંચ પ્રકાર છે - દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ભાવથી ગુણથી દ્રવ્યથી ધમસ્તિકાય એક છે. ક્ષેત્રથી તે લોક પ્રમાણ જેવડો છે. કાળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org