________________
રાતક-૨, ઉદેસો-૩
પ૭ કહ્યા છે. તે આ પ્રમાણે :- વેદના સમુદ્યાત વિગેરે તે માટે પન્નવણાનું છેલ્લું સમુદ્રઘાતપદ જાણવું, પરંતુ તેમાં આવતી છાઘસ્ટિક સમુદ્યાતની હકીકત ન કહેવી અને એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું તથા કષાયસમુદ્યાતો અને અલ્પબદુત્વ કહેવું છે ભગવન્! ભાવિતાત્મા અનગારને કેવલિસમુદ્યાત આખા ભવિષ્યકાળસુધી શાશ્વતી રીતે રહે? હે ગૌતમ ! અહીં પણ સમુદ્દઘાતપદ-જાણવું. શતક-૨ના-ઉદેસાઃ ૨ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદેસો-૩) [૧૧૯-૧૨૧] હે ભગવન્! પૃથિવીઓ કેટલી છે? હે ગૌતમ! જીવાભિગમ સૂત્રમાં કહેલો, નૈરયિકોનો બીજો ઉદ્દેશક જાણવો. તે ઉદ્દેશકમાં પ્રથિવીઓ સંબંધી હકીકત છે, તથા નારકો, નરકમૃથિવીની જાડાઈ, તેઓના સંસ્થાન, અને બીજી પણ હકીકત છે. હે ભગવન્! શું સર્વ જીવો ઉપપનપૂર્વ છે? અથતુ શું બધા જીવો રત્નપ્રભા પૃથિવીનાં ત્રીશલાખ નરકોમાં આવી ગએલા છે? હે ગૌતમ ! હા, અનેકવાર બધા જીવો રત્નપ્રભા પૃથિવીના ત્રીશલાખ નરકોમાં આવી ગયા છે. પૃથિવી ઉદ્દેશો કહેવો. શતક: ૨-ઉદેસા ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેસો-૪ - [૧૨૨] હે ભગવન્કેટલી ઈદ્રિયો કહી છે? હે ગૌતમ! પાંચ ઈદ્રિયો કહી છે. તે આ પ્રમાણે સ્પર્શ વગેરે. અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલો ઈદ્રિય સંબંધી ઉદ્દેશક કહેવો. તથા તેમાં કહ્યા પ્રમાણે ઈદ્રિયનો ઘાટ, જાડાઈ, અને પહોળાઈ પણ કહેવી તથા અલોક સુધીના વિવેચનવાળો આખો ઇંદ્રિય ઉદ્દેશક કહેવો. શતક: ૨- ઉદેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દેસો-પ:-) [૧૨૩] હે ભગવન્! અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે, ભાષે છે, જણાવે છે. અને મરૂપે છે કે, “કોઈપણ સાધુ કાળ કર્યા પછી દેવ થાય અને તે દેવ ત્યાં બીજા દેવો સાથે અથવા બીજા દેવોની દેવીઓ સાથે વિષયસેવન કરતો નથી. તેમજ પોતાની દેવીઓને વશ કરીને તેઓની સાથે પણ પરિચારણા કરતો નથી, પણ તે દેવ, પોતે જ પોતાનાં નવાં બે રૂપ ધારણ કરે છે. તેમાં એક રૂપ દેવનું અને બીજું રૂપ દેવીનું હોય છે એ પ્રમાણે બે રૂપ બનાવીને તે દેવ દેવી સાથે વિષયસેવન કરે છે. એ પ્રમાણે એક જીવ એકજ કાળે બે વેદને અનુભવે છેઃ- પુરુષવેદ અને સ્ત્રીવેદ, આ પ્રમાણે અન્યમતાવલંબીઓની વક્તવ્યો કહેવી.”હે ભગવન્! તે એ પ્રમાણે કેમ થાય? હે ગૌતમ! જે તે અન્યતીથિકો એ પ્રમાણે કહે છે, સ્ત્રીવેદ અને પુરુષવેદ. તે અન્યમતાવલંબીઓએ જે પ્રમાણે કહ્યું છે તે અસત્ય કહ્યું છે. વળી હે ગૌતમ! હું તો આ પ્રમાણે કહું છું, ભાખું છું, જણાવું છું, અને પ્રરૂપું છું કે કોઈપણ નિગ્રંથ મર્યા પછી કોઈ એક દેવલોકમાં ઉત્પન્ન થાય છે, જે દેવલોકો મોટી
દ્ધિવાળા મોટા પ્રભાવવાળા, દૂર જવાની શક્તિવાળા અને લાંબા આયુષ્યવાળા હોય છે. એવા દેવલોકમાં જઈને તે સાધુ મોટી ઋદ્ધિવાળો અને દશે દિશાને પ્રકાશિત કરતો,
ક
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org