________________
ભગવઇ - ૨/-૫/૧૨૩
૫૪
શોભાયમાન કરતો. તે સ્વરૂપવાન દેવ થાય છે અને ત્યાં તે દેવ બીજા દેવો સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને પરિચારણા કરે છે તેમજ પોતાની દેવીઓને વશ કરીને પરિચારણા કરે છે. પણ પોતે પોતાના બે રુપ બનાવીને પરિચારણા કરતો નથી. એક જીવ એક વેદને અનુભવે છેઃ- સ્ત્રીવેદ, કે પુરુષ- વેદ. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને નથી વેદતો. જે સમયે પુરુષવેદને વેદે છે તે સમયે સ્ત્રીવેદને નથી વેદતો. સ્ત્રીવેદના ઉદયથી પુરુષવેદને નથી વેદો. પુરુષ- વેદના ઉદયથી સ્ત્રીવેદને નથી વેદતો. માટે એક જીવ એક સમયે એક વેદને વેદે છે. તે આ પ્રમાણે -- સ્ત્રીવેદ, કે પુરુષવેદ. જ્યારે સ્ત્રીવેદનો ઉદય થાય ત્યારે સ્ત્રી પુરુષને પ્રાર્થે છે અને જ્યારે પુરુષવેદનો ઉદય થાય ત્યારે પુરુષ સ્ત્રીને પ્રાર્થે છે.
[૧૨૪] હે ભગવન્ ! ઉદક ગર્ભ એ કેટલા સમય સુધી ‘ઉદક ગર્ભ રૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું એક સમય સુધી અને વધારેમાં વધારે છ મહિના સુધી ‘ઉદક ગર્ભ’ રૂપે રહે. હે ભગવન્ ! તિર્યંગ્યોનિકગર્ભ એ કેટલા સમય સુધી ‘તીર્થંગ્સોનિક ગર્ભરૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે આઠ વરસ સુધી તિર્યંગ્યોનિક ગર્ભરૂપે રહે, હે ભગવન્ ! મનુષીગર્ભ એ કેટલા સમય સુધી મનુષીગર્ભરૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બાર વરસ સુધી મનુષીગર્ભ” રૂપે રહે.
[૧૨૫] હે ભગવન્ ! કાયભવસ્થ એ કેટલા સમય સુધી ‘કાયભવસ્થ’ રૂપે રહે ? હે ગૌતમ ! તે ઓછામાં ઓછું અંતમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે ચોવીશ વરસ સુધી. [૧૨૬] હે ભગવન્ ! મનુષી અને પંચેંદ્રિય તિર્યંચણી સંબંધી યોનિગત બીજ તે કેટલા કાળ સુધી ‘યોનિભૂત’ રૂપે રહે. હે ગૌતમ ! તે ઓછામાંઓછું અંતરમુહૂર્ત સુધી અને વધારેમાં વધારે બારમૂહૂર્ત ‘યોનિભૂત’ રૂપે રહે છે.
[૧૨૭] હે ભગવાન્ ! એક જીવ એક ભવમાં કેટલાં નો પુત્ર થાય ? હે ગૌતમ ! એક જીવ ઓછામાં ઓછા એકનો કે ત્રણનો અને વધારેમાં વધારે બસેંથી નવર્સેનો પુત્ર થાય. [૧૨૮] હે ભગવન્ ! એક જીવને એક ભવમાં કેટલા પુત્રો થાય ? હે ગૌતમ ! હે ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધારેમાં વધારે બેથી નવલાખ જેટલા પુત્ર થાય. હે ભગવન્ ! તેમ થવાનું શું કારણ ? હે ગૌતમ ! સ્ત્રી અને પુરુષને કર્મકૃત યોનિમાં મૈથુનીક નામનો સંયોગ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે બન્ને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે અને પછી તેમાં ઓછામાં ઓછા એક, બે કે ત્રણ અને વધુમાં વધુ નવ લાખ સુધી જીવો પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તે માટે પૂર્વ પ્રમાણે કહ્યું છે.
[૧૨૯] હે ભગવન્ ! મૈથુનને સેવતા મનુષ્યને કેવા પ્રકારનો અસંયમ હોય ? હે ગૌતમ ! ‘જેમ કોઇ એક પુરુષ હોય અને તે તપાવેલા સોનાના સળીયાવડે રૂઇની નળીને કે બલોખાંની નળીને બાળી નાખે. હે ગૌતમ ! તેવા પ્રકારના મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ હોય. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે એમ કહી વિહરે છે.
[૧૩૦] ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર રાજગૃહ નગરથી, ગુણશિલક નામના ચૈત્યથી નીકળી બહાર જનપદ વિહારે વિહરે છે. તે કાળે તે સમયે તુંગિકા નામની નગરી હતી. તે તુંગિકા નગરીમાં ઉત્તર અને પૂર્વના દિગ્બાગમાં પુષ્પવતી નામનું ચૈત્ય હતું. ત્યાં તુંગિકા નગરીમાં ઘણા શ્રાવકો રહેતા હતા. તે શ્રાવકો અઢળક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org