________________
પર
ભગવઈ - ૨/-/૧/૧૧૬ નિયમ જ્યાં સુધી જીવું ત્યાં સુધી પાળવાનો નિર્ણય કર્યો હતો અને હમણાં પણ શ્રમણભગવંતમહાવીર પાસે જ્યાં સુધી જીવું ત્યાંસુધી કોઇને કોઇપણ પ્રકારે દુઃખ ન દેવું અને થાવત્ “વસ્તુનું જ્ઞાન, તેના સ્વભાવ ઉપરથી કરવું પણ તેથી જૂદું ન કરવું એવા નિયમો લઉં છું તથા સર્વ પ્રકારની ખાવાની વસ્તુનો, સર્વ પ્રકારના પાણીનો, સર્વ પ્રકારના મેવા, મિષ્ટાનનો, અને સર્વ પ્રકારના મસાલા તથા મુખવાસોનો એમ ચારે જાતના આહારનો
જ્યાં સુધી જીવું ત્યાંસુધી ત્યાગ કરું છું. વળી જે આ દુઃખને ન દેવા લાયક યાવતુ-ઈષ્ટ, કાંત અને પ્રિય મારું શરીર છે, તેને પણ હું મારા છેલ્લા શ્વાસોચ્છુવાસ ત્યાગ કરી દઇશ, એમ કરી તેને સંલેખના અને ઝૂષણા કરી, ખાન, પાનનો ત્યાગ કર્યો. તથા તે ઝાડની પેઠે સ્થિર રહી કાલની અવકાંક્ષા ન કરતાં વિહરે છે, રહે છે. હવે તે સ્કંદુક અનગાર શ્રમણભગવંતમહાવીરના તેવા પ્રકારના સ્થવિરો પાસે સામાયિક વગેરે અગ્યાર અંગોને ભણીને પૂરેપૂરાં બાર વર્ષો સુધી સાધુપણું પાળી, એક મહિનાની સંલેખનાવડે આત્માને સંયોજી, સાઠ ટંક ખાધા વિનાના વિતાવી, આલોચન અને પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત કરી, ક્રમપૂર્વક કાળધર્મને પામ્યા.
[૧૧૭] પછી તે સ્કંદક અનગારને મરણ પામેલા જાણી, તેના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કરે છે. તેના વસ્ત્રો અને પાત્રો લે છે. પછી તે વિપુલ પર્વત ઉપરથી ધીમે ધીમે ઉતરી, જ્યાં શ્રીશ્રમણભગવંતમહાવીર બિરાજ્યા છે ત્યાં આવી પ્રણભગવંતમહાવીરને વાંદી, નમી તે સ્થવિરોએ આ પ્રમાણે કહ્યું કે - આપ દેવાનુપ્રિય શિષ્ય સ્કંદન નામના અનગાર, જે સ્વભાવે ભદ્ર, વિનયી, શાંત, ઓછા ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત નિરભિમાની, ગુરની સાથે રહેનારા, કોઈને સંતાપે નહીં એવા, અને ગુરભક્ત હતા. તથા જે આપ દેવાનુપ્રિયની અનુમતિથી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને આરોપી, સાધુ, સાધ્વીઓને ખમાવી, અમારી સાથે વિપુલ પર્વત ઉપર આવ્યા હતા. વાવતુ-તે ક્રમપૂર્વક કાળધર્મને પામ્યા છે. અને આ તેના ઉપકરણો છે. હવે ભગવન્!' એમ કહી ભગવનું ગૌતમે શ્રમણભગવંતમહાવીરને વાંદી, નમી આ પ્રમાણે કહ્યું કે - આપ દેવાનુપ્રિયના શિષ્ય કંઇક નામના અનગાર કાલમાસે કાળ કરી ક્યાં ગયા છે અને ક્યાં ઉત્પન્ન થયા છે ? ત્યારે હે ગૌતમ વગેરે એમ કહી આમંત્રી શ્રમણ ભગવંત મહાવીરે ભગવાનું ગૌતમને આ પ્રમાણે કહ્યું કે, - હે ગૌતમ ! તે સ્વભાવે ભદ્ર મારા શિષ્ય સ્કંદક નામે અનગાર મારી અનુમતિથી પોતાની મેળેજ પાંચ મહાવ્રતોને આરોપી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિ પામી કાલમાસે કાળ કરી અશ્રુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. તે કલ્પમાં કેટલાક દેવોનું પણ બાવીશ સાગરોપમનું આયુષ્ય છે. અને તે સ્કંદમદેવનું પણ બાવીસ સાગરોપમનું આયુષ્ય છે. હે ભગવન્! તે સ્કંદક દેવ, તે આયુષ્યનો ક્ષય થયા પછી, તે ભવનો ક્ષય થયા પછી અને તે સ્થિતિનો ક્ષય થયા પછી તે દેવલોકથી ચ્યવીને તુરતજ ક્યાં જશે? અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે ખૂંદક દેવ મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિર્વાણ પામશે અને સર્વ દુઃખોનો વિનાશ કરશે. | શતક-૨ના ઉદેસા-૧-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદ્દે સો-૨-) [૧૧૮] હે ભગવન્! કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ! સમુદ્યાતો સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org