________________
શતક-૩૪, શતક શતક-૧, ઉદ્દેસો-૧
પૃથિવીકાયિકો, યાવત્-વનસ્પતિ- કાયિકો. એમ પૂર્વોક્ત ચાર ભેદ યાવત્-વનસ્પતિકાયિક સુધી કહેવા. હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક જીવ, જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં-પૂર્વ દિશાને છેડે મરણસમુદ્દાત કરીને આ રત્નપ્રભા પૃથિવીના પશ્ચિમ ચરમાન્તમાં-પશ્ચિમ દિશાને અને અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિ - કપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે, તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ- ગતિથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એક સમય, બે સમય કે ત્રણ સમયની. હે ગૌતમ ! એ પ્રમાણે મેં સાત શ્રેણિઓ કહી છે, તે આ પ્રમાણે-જ્વાયત એક તરફ વક્ર, દ્વિધા વક્ર, એકતઃ ખા દ્વિધાખા ચક્રવાલ અને અર્ધચક્રવાલ જો પૃથિવી- કાયિક જ્વાયત શ્રેણિથી ઉત્પન્ન થાય તો તે એક સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો એકવક્ર શ્રેણિથી ઉત્પન્ન થાય તો તે બે સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય. જો તે દ્વિધાવક્ર શ્રેણિથી ઉત્પન્ન થાય તો ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય.
હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્ઘાત કરીને આ રત્નપ્રભાપૃથિવીના પશ્ચિમ ચ૨માન્તમાં પર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એક સમયની- ઇત્યાદિ બધું પૂર્વની પેઠે જાણવું. એમ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકનો પૂર્વચર- માન્તમાં મરણસમુદ્દાત કરાવી પશ્ચિમ ચરમાન્તમાં બાદર અપપ્તિ પૃથિવીકાયિક- પણે ઉપપાત કહેવો અને પુનઃ ત્યાં જ પર્યાપ્તપણે ઉપપાત કહેવો. એ પ્રમાણે અપ્લાયિકને વિષે પૂર્વોક્ત ચાર આલાપક કહેવા. સૂક્ષ્મ અપર્યાપ્ત, સૂક્ષ્મ પર્યાપ્ત, બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્ત અપ્નાયિ કમાં ઉપપાત કહેવો. એમ સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્ત અને પર્યાપ્તમાં ઉપપાત કહેવો. હે ભગવન્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિક જે આ રત્નપ્રભા પૃથિવીના પૂર્વ ચરમાન્તમાં મરણસમુદ્દાત કરીને મનુષ્યક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય ? બાકી બધું પૂર્વની પેઠે સમજવું. એમ પર્યાપ્ત બાદરતેજસ્કાયિ- કપણે પણ ઉપપાત કહેવો. જેમ સૂક્ષ્મ અને બાદર અપ્લાયિકમાં ઉપપાત કહ્યો તેમ સૂક્ષ્મ અને બાદર વાયુકાયિકમાં પણ ઉપપાત કહેવો. વનસ્પતિકાયિકમાં પણ એ પ્રમાણે જાણવું. પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને પણ રત્નપ્રભા પૂર્વ ચરમાન્તમાં મરણ- સમુદ્દાત કરાવી અનુક્રમે એ વીશે સ્થાનોમાં યાવત્-બાદરપર્યાપ્ત વનસ્પતિકાયિક સુધી ઉત્પન્ન કરાવવો. એ પ્રમાણે અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિક અને પર્યાપ્ત બાદર પૃથિવીકાયિકને પણ પૂર્વવત્ જાણવું. એમ પ્રમાણે અપ્લાયિકને પણ ચારે ગમકને આશ્રયી પૂર્વચરમાન્તમાં સમુદ્ઘાતપૂર્વક એ પૂર્વોક્ત વક્તવ્યતાવડે ઉપરના વીશ સ્થાનકોમાં ઉત્પન્ન કરાવવો. અપર્યાપ્ત અને પર્યાપ્ત બન્ને પ્રકારના સૂક્ષ્મ તેજસ્કાયને પણ એ જ વીશ સ્થાનકોમાં ઉપર કહ્યા પ્રમાણે ઉત્પન્ન કરાવવો.
૫૦૯
હે ભગવન્ ! અપર્યાપ્ત બાદર તેજસ્કાય, જે મનુષ્યક્ષેત્રમાં મરણસમુદ્દાત કરી રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકાપણે ઉત્પન્ન થવાને યોગ્ય છે તે હે ભગવન્ ! કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય ? બાકીનું પૂર્વની પેઠે જાણવું. એ રીતે ચારે પ્રકારના પૃથિવીકાયિકોમાં, ચારે પ્રકારના અકાયિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org