________________
૫૦૮
ભગવદ -૩૩-ર થી ૧૨/૧૦૨૫ વગેરે હકીકત વનસ્પતિકાયિક સુધી જાણવી. હે ભગવન્! ભવસિદ્ધિક અપયપ્તિ સૂક્ષ્મ પૃથિવીકાયિકોને કેટલી કમપ્રકૃતિ- ઓ હોય છે ? એ રીતે એ અભિલાપવડે પહેલું એકેંદ્રિય શતક કહ્યું છે તેમ આ ભવસિદ્ધિક શતક પણ કહેવું. ઉદ્દેશકોની પરિપાટી પણ તેજ રીતે યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી કહેવી.
[૧૦૨૬] હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના- પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિકાયિક. કૃષ્ણલેસ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-પર્યાપ્તકો અને અપર્યાપ્તકો. એ રીતે બાદર પૃથિવીકાયિકો સંબંધે પણ સમજવું. એ અભિલાપવડે તેજ પ્રકારે ચાર ભેદો કહેવા. હે ભગવનું ! કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક અપયપ્તિ સૂક્ષ્મપૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? એમ એ અભિલાપ વડે જેમ ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ આ સંબંધે યાવતુ-વેદે છે ત્યાં સુધી સમજવું.
હે ભગવન્! અનન્તરોપપનક કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે? પાંચ પ્રકારના-અનન્તરોપપન પૃથિવીકાયિક અને યાવતુ-વનસ્પતિ કાયિક. હે ભગવન્! અનન્તરોપપન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક પૃથિવીકાયિકો બે પ્રકારના કહ્યા છે, સૂક્ષ્મ પૃથિવીકાયિકો અને બાદર પૃથિવીકાયિકો-એ રીતે ભેદ કહેવા. હે ભગવન્ ! અનન્તરોપપન્ન કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક સૂક્ષમ- પૃથિવીકાયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે ? એ પ્રમાણે એ અભિલાપથી જેમ અનન્તરોપપન્ન સંબંધે
ઔધિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમજ આ સંબંધે પણ વાવતુવે છે ત્યાં સુધી જાણવું. એ રીતે એ અભિલાપવડે ઔધિક શતકમાં કહ્યા પ્રમાણે અગિયાર ઉદ્દેશકો યાવતુ-છેલ્લા અચરમ’ નામના ઉદ્દેશક સુધી કહેવા.
[૧૦૨૭-૧૦૨] જે રીતે કષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેદ્રિયો સંબંધે શતક કહ્યું છે તે જ રીતે નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેંદ્રિય વિષે પણ શતક કહેવું. એ જ કાપોતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકંદ્રિયો વિષે પણ શતક કહેવું. હે ભગવન્! અભવસિદ્ધિક એકેંદ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના – પૃથિવીકાયિક અને યાવતુવનસ્પતિકાયિક. એ પ્રમાણે જે રીતે ભવસિદ્ધિક સંબંધ શતક કહ્યું છે તે જ રીતે અભવસિદ્ધિકો સંબંધે પણ શતક કહેવું. પણ વિશેષ એ કે, “ચરમ” અને અને “અચરમ સિવાયના નવ ઉદ્દેશકકહેવા.
[૧૦૩૦-૧૦૩૨] એ જ રીતે કૃષ્ણલેશ્યાવાળા તથા નીલલેશ્યાવાળા તથા કાપોતલેશ્યાવાળા અભવસિદ્ધિક એકેન્દ્રિય સંબંધે પણ શતક કહેવું. એ પ્રમાણે અભવસિદ્ધિક સંબંધે ચાર શતકો અને તેના નવ નવ ઉદ્દેશકો છે. એ રીતે એ બાર એકેંદ્રિય મહાયુગ્મ શતકો છે. હે ભગવન્! તે એમજ છે. શતક ૩૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(-શતકઃ૩૪:-)
Fશતક-શતક-૧ – ઉદ્દેશક-૧ - [૧૦૩૩] હે ભગવન્! એકેન્દ્રિયો કેટલા પ્રકારના કહ્યા છે ? પાંચ પ્રકારના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org