________________
શતક-૨૫, ઉસો-૪
૪૩ પગલાસ્તિકાય કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યોજ, રૂપ પણ હોય. જીવાસ્તિ- કાયની પેઠે અદ્ધાસમય પણજાણવો. ધમસ્તિકાય પ્રદેશાર્થરૂપે તે કૃતયુગ્મ છે, એ પ્રમાણે યાવતુ-અદ્ધા સમય સુધી જાણવું. હે ભગવન્! એ ધમસ્તિકાય, અધમ સ્તિકાય, યાવતુ-અધ્વાસમયોનું દ્રવ્યાર્થરૂપે અલ્પબદુત્વ કેવી રીતે છે ? બહુવક્તવ્ય તામાં કહ્યા પ્રમાણે કહેવું. ધમસ્તિકાય અવગાઢ છે, પણ અનવગાઢ નથી.
હે ભગવન ! જો તે અવગાઢ છે તો શું સંખ્યાત પ્રદેશમાં અવગાઢ-આશ્રિત છે, અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે કે અનંત પ્રદેશમાં આશ્રિત છે? હે ગૌતમ ! તે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાં આશ્રિત છે.અસંખ્યાત આકાશપ્રદેશમાં તે કૃતયુગ્મ રાશિ વાળા પ્રદેશમાં આશ્રિત છે, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રાશિવાળા પ્રદેશમાં આશ્રિત નથી. એ પ્રમાણે અધમસ્તિકાય, યાવતું અદ્ધાસમય સંબંધે પણ જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી કોઈને આશ્રિત છે કે અનાશ્રિત છે? ગૌતમ ! ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણે યાવતુ-અધઃસપ્તમ પૃથિવી સુધી જાણવું. તથા સૌધર્મ અને યાવતુઈષ~ામ્ભારા પૃથિવી સંબંધે પણ એમ સમજવું.
[૮૮૨] હે ભગવન્! જીવ દ્રવ્યાર્થરૂપે શું કૃતયુગ્મ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ! તે કૃતયુગ્મ, સ્ત્રોજ કે દ્વાપરયુગ્મ રૂપ નથી, પણ કલ્યોજ રૂપ છે. એ પ્રમાણે નૈરયિક યાવતુસિદ્ધ સુધી જાણવું. ! જીવો સામાન્યતઃ- બધા મળીને કૃતયુગ્મ છે, અને વિશેષ-એક એકની અપેક્ષાએ કલ્યોજરૂપ છે.નૈરયિકો સંબન્ધ દ્રવ્યાર્થરૂપે પ્રશ્ન. હે ગૌતમ ! નૈરયિકો સામાન્યતઃ કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ પણ હોય, અને વિશેષ-વ્યક્તિની અપેક્ષાએ કલ્યોજ રૂપ છે. એ પ્રમાણે વાવ-સિદ્ધો સુધી જાણવું. જીવપ્રદેશની અપેક્ષા એ જીવ કૃતયુગ્મ છે, અને શરીરપ્રદેશની અપેક્ષાએ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુકદાચ કલ્યોજ પણ હોય. એ પ્રમાણેયાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધ પ્રદેશાર્થપણે કૃતયુગ્મ છે, જીવપ્રદેશોની અપેક્ષાએ જીવો સામાન્ય અને વિશેષરૂપે કૃતયુગ્મ છે, અને શરીરપ્રદેશોની અપેક્ષાએ સામાન્યતઃ કદાચ કૃતયુગ્મ હોય અને યાવતુ-કદાચ કલ્યો પણ હોય. વિશેષની અપેક્ષાએ કુતયુગ્મ પણ હોય અને વાવ-કલ્યોજ પણ હોય. એ પ્રમાણે નરયિકોથી આરંભી યથાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સામાન્ય અને વિશેષને આશ્રયી સિદ્ધ કૃતયુગ્મ છે, પણ સ્ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી.
૮૮૩] હે ભગવન્! શું જીવ આકાશના કૃતયુગ્મ સંખ્યાવાળા પ્રદેશોને આશ્રયી રહેલો છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! કદાચ કૃતયુગ્મ પ્રદેશોને આશ્રયી રહેલો હોય અને યાવતુ-કદાચ કલ્યોજ પ્રદેશોને આશ્રયી રહેલો હોય છે. એ પ્રમાણે યાવત-સિદ્ધ સુધી જાણવું. જીવો આકાશના તયુગ્મ પ્રદેશોને સામાન્ય રૂપે આશ્રયી રહેલા છે, અને વિશેષરૂપે કૃતયુગ્મ પ્રદેશોને આશ્રયી રહેલા છે, યાવતુ-કલ્યોજ પ્રદેશોને આશ્રયી રહેલા છે.નૈરયિકો સામાન્ય રૂપે કદાચ કૃતયુગ્મ પ્રદેશોને યાવતુ-કદાચ કલ્યોજ પ્રદેશોને આશ્રીય રહેલા હોય. વિશેષરૂપે કતયુગ્મ યાવતુ-કલ્યોજ પ્રદેશાવગાઢ પણ હોય. એકે દ્રિય અને સિદ્ધ સિવાય બાકીના બધા જીવો માટે એજ પ્રમાણે જાણવું. સિદ્ધો અને એકેન્દ્રિયો સામાન્ય જીવોની પેઠે જાણવા. જીવ કૃતયુગ્મ સમયની સ્થિતિવાળો છે, પણ સ્રોજ, દ્વાપર કે કલ્યોજ સમયની સ્થિતિવાળો નથી. નૈરયિક કદાચ કૃતયુગ્મ સયમની અને કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળો હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org