________________
૪૬૨
ભગવઈ- ૨૫- ૩૮૭૬ સિવાયનાઆકાશવાળી.-બેતરફ લોકનાડી સિવાયના આકાશવાળી-મંડલાકાર ગતિ વાળી, તથા અધમંડલકાર ગતિવાળી પરમાણુ પુદ્ગલની ગતિ અનુશ્રેણિ થાય છે, પણ વિશ્રેણિ થતી નથી. હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કન્ધની ગતિ શ્રેણિને અનુસારે થાય છે કે શ્રેણિ વિના થાય છે? પૂર્વે કહ્યા પ્રમાણ જાણવું. એમ યાવતુ-અનંત પ્રદેશિક સ્કંધ સંબંધે પણ સમજવું. હે ભગવન્! નૈરયિકોની ગતિ શ્રેણિને ગતિ શ્રેણિને અનુસારે થાય છે કે શ્રેણિ સિવાય થાય છે? પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-વૈમાનિકો સુધી જાણવું.
[૮૭૭] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં કેટલા લાખ નરકાવાસો કહ્યા છે? ત્રીસ લાખ -ઈત્યાદિ યાવતુ-અનુત્તર વિમાન સુધી કહેવું.
[૮૭૮] હે ભગવન્! ગણિપિટક- કેટલા પ્રકારનું કહ્યું છે ? હે ગૌતમ ! બાર અંગવાળું.- આચારાંગ યાવતુવૃષ્ટિવાદ. હે ભગવન્! આચારાંગ એ શું છે ? હે ગૌતમ! આચારાંગમાં શ્રમણ નિગ્રંથોનો આચાર, ગોચર-ભિક્ષાવિધિ-ઇત્યાદિ ચારિત્ર ધર્મની પ્રરૂપણા કરાય છે. નંદી સૂત્રાનું સાર જાણવું
[૮૭૯] “પ્રથમ સૂત્રાર્થમાત્ર કહેવો, બીજો નિયુક્તિમિશ્ર અર્થ કહેવો, અને ત્રીજું સર્વ અર્થનું કથન કરવું. આ અનુયોગ સંબંધે વિધિ છે.
[૮૮૦] હે ભગવન્! એ નૈરયિકો, વાવ-દેવો અને સિદ્ધો-એ પાંચ ગતિના સમુદાયમાં કયા જીવો કોનાથી યાવતુ-વિશેષાધિક હોય છે ? હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના બહુવક્તવ્યતા પદમાં કહ્યા પ્રમાણે અલ્પબહત્વ જાણવું. તથા આઠ ગતિના સમુદાયનું પણ અલ્પબદુત્વ જાણવું. હે ભગવનુ સેન્દ્રિય, એકેન્દ્રિય યાવતુ-અનિન્દ્રિય જીવોમાં કયા જીવો કોનાથી યાવતુ વિશેષાધિક છે ? એ સંબધે પણ પ્રજ્ઞાપનનાના બહુવક્તવ્યતા પદમાં કહેલ સામાન્ય પદ કહેવું. સકાયિકોનું પણ તેજ પ્રમાણે સામાન્ય અલ્પબદુત્વ કહેવું. હે ભગવન્! એ જીવ અને પુદ્ગલ યાવતુ-સર્વ પર્યાયોમાં કયા કોનાથી યાવતુ-વિશેષાધિક છે-ઇત્યાદિ- યાવતું બહુવક્તવ્યતામાં કહ્યા પ્રમાણે અલ્પબદુત્વ કહેવું. હે ભગવન્! એ આયુષ કર્મના બંધક અને અબંધક ઇત્યાદિ જીવોમાં બહુવક્તવ્યતામાં કહ્યા પ્રમાણે જાણવું.
(શતક-૨૫ ઉદેસી-૪) [૮૮૧] હે ભગવન્! કેટલાં યુગ્મો-રાશિઓ કહ્યાં છે? હે ગૌતમ! ચાર -કૃતયુગ્મ અને યાવતુ-કલ્યો. અઢારમા શતકના ચોથા ઉદ્દેશ-કમાં કહ્યા પ્રમાણે અહિં જાણવું, યાવતુ- નૈરયિકોને વિષે વિષે ચાર યુગ્મો કહ્યાં છે, એ પ્રમાણે યાવતુ-વાયુકાયિક સુધી જાણવું.વનસ્પતિકાયિકોમાં કદાચિત્ કૃતયુગ્મ હોય, કદાચિત્ ત્રીજ હોય, કદાચિતુ દ્વાપરયુગ્મ હોય, અને કદાચિતુ કલ્યોજ હોય. ઉપપાતની અપેક્ષાએ એ પ્રમાણે કહ્યું છે, નરયિકોની પેઠે બેઈદ્રિયો વિષે સમજવું. તથા એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સિદ્ધો વનસ્પતિકાયિકોની પેઠે જાણવા. સર્વ દ્રવ્યો છ પ્રકારનાં કહ્યાં છે, તે આ પ્રમાણે ધમસ્તિકાય, યાવતુ-અદ્ધા સમય .
હે ભગવનું ! ધમસ્તિકાય દ્રવ્યાર્થરૂપે કતયુગ્ય છે કે યાવત-કલ્યોજ છે ? હે ગૌતમ ! કલ્યોજ છે. એ પ્રમાણે અધમસ્તિકાય તથા આકાશાસ્તિકાય સંબંધે પણ જાણવું. જીવાસ્તિકાય દ્રવ્યરૂપે કૃતયુગ્મરૂપ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજરૂપ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org