________________
૪૩૮
ભગવઈ - ૨૪ -૧૨ થી ૧૯૮૪૭ એમ બેઈન્દ્રિયના ઔધિક ગમકની વક્તવ્યતા અહિં કહેવી. પણ વિશેષ એ કે અહિં શરીરની જધન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન જેટલી છે. તેઓને પાંચ ઈન્દ્રિયો છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળની અપેક્ષાએ જઘન્ય બે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્યાવીસ હજાર વર્ષ અધિક ચાર પૂર્વ કોટીનવે ગમકોમાં ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ હોય છે. અને કાળની અપેક્ષાએ ઉપયોગપૂર્વક કાયસંવેધ કહેવો. પણ વિશેષ એક વચ્ચે ના ત્રણે ગમકોમાં બેઈન્દ્રિયના વચ્ચેના ગમકો પેઠે જાણવું. અને છેલ્લા ત્રણે ગમતોમાં આના પ્રથમના ત્રણ ગમકોની પેઠે સમજવું. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટી હોય છે. જે તે પૃથિવીકાયિક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા. વર્ષના આયુષવાળાથી આવી ઉ– પન્ન થાય ? હે ગૌતમ ! તે સંખ્યાતા વર્ષના આયુષ વાળા તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય.
જો સંખ્યાતા વર્ષના આયુષવાળા સં૫. તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય-ઈત્યાદિ બાકીની બધી વક્તવ્યતા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે જાણવી. યાવતુ હે ભગવન્! તે એક સમયે કેટલા ઉત્પન્ન થાય? હે ગૌતમ! જેમ રત્નપ્રભામાં ઉપજવાને યોગ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની વક્ત- વ્યતા કહી છે. તેમ અહિં પણ કહેવી. પણ વિશેષ એએ કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યા તમો ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજન હોય છે. એ પ્રમાણે નવે ગમકોમાં બધો સંવેધ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની પેઠે કહેવો. પ્રથમના ત્રણે અને વચ્ચેના ત્રણે ગમકોમાં પણ એ જ લબ્ધિ કહેવી. પણ વચ્ચેના ત્રણે ગમકોમાં આ નવ વિશેષતાઓ છે-“શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ,ત્રણ લેશ્યાઓમિથ્યા દ્રષ્ટિ બે અજ્ઞાન કાયયોગ, ત્રણ સમુદ્ધાતો હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્ત મુહૂર્ત હોય છે, અધ્યવસાયો અપ્રશસ્ત છે અને અનુબંધ સ્થિતિની પ્રમાણે જાણવો.' તથા છેલ્લા ત્રણે આલા- પકમાં પ્રથમ ગમકની પેઠે વક્તવ્યતા કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ અને અનુબંધ જધન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે.
[૮૪૮]હે ભગવન્! જો તે પૃથિવીકાયિકો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી મનુષ્યોથી અસંજ્ઞી મનુષ્ય, જે પૃથિવી કાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? જેમ જઘન્યકાળની સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક સંબંધે ત્રણ ગમો કહ્યા છે તેમ આ સંબંધે પણ સામાન્ય ત્રણ ગમકો સંપૂર્ણ કહેવા અને બાકીના છ ગમતો ન કહેવા. જો તેઓ સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વર્ષના આયુષવાળા કે અસંખ્યાતા વર્ષના આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી તેઓ સંખ્યાતા વર્ષ આયુષવાળા સંજ્ઞી મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, જો તેઓ સંખ્યા તા વર્ષના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્ત કે અપયા? બન્ને.
હે ભગવન્! સંખ્યાતા વર્ષના આયુષવાળા પર્યાપ્તા સંજ્ઞી મનુષ્ય, જે પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org