________________
શતક-૨૪, ઉદ્દેસો-૧૨ થી ૧૯
૪૩૯
થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ તે જીવો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? રત્નપ્રભામાં ઉત્પન્ન થવાને યોગ્ય મનુષ્યની જે વક્તવ્યતા કહી છે તે અહિં ત્રણે આલાપકમાં કહેવી. પણ વિશેષ એ કે શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ હોય છે, સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. એ પ્રમાણે અનુબંધ પણ જાણવો. સંવેધ જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનો કહ્યો છે તેમ નવે ગમોમાં કહેવો. વચ્ચેના ત્રણ ગમોમાં સંશી પંચેન્દ્રિય તિર્યંચની વક્તવ્યતા કહેવી. તથા છેલ્લા ત્રણ ગમકો આ ઔધિક-સામાન્ય ગમની પેઠે કહેવા.વિશેષ એ કે શરીરની અવગા- હનાજઘન્યઅનેઉત્કૃષ્ટપાંચસો ધનુષ ની હોય છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે.જો તે પૃથિ વીકાયિકો દેવોથી આવી ઉત્પન્ન થાય તો કે કયા દેવોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારે દેવોથી જો તે ભવનપતિ દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોથી આવી ઉત્પન્ન થાય કે યાવત્-સનિતકુમારોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તે સર્વેથી.
હે ભગવન્ ! અસુરકુમાર જે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની સ્થિતિવાળા. તે અસુરકુમારો એક સમયે કેટલા ઉત્પન્ન થાય ? તેઓ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય. હે ભગવન્ ! તે જીવોનાં શરીરો કેટલા સંઘયણવાળાં હોય છે ? છ પ્રકારના. સંઘયણ રહિત હોય છે હે ભગવન્ ! તે જીવોનાં શરીરોની કેટલી મોટી અવગાહના કહી. છે ? હે ગૌતમ ! તેઓને ભવધારણીય અને ઉત્તરવૈક્રિય અને બે જાતની અવગાહના હોય છે. તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે, અને જે ઉત્તરવૈક્રિય અવગાહના છે તે જઘન્ય અંગુલનો સંખ્યાત મો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન હોય છે. હે ભગવન્ ! તે જીવોનાં શ૨ી૨ો કેટલા સંસ્થાનવાળાં હોય છે ? હે ગૌતમ !ભવધારણીય શરીર છે તેને સમચતુરસ્ર સંસ્થાન હોય છે, અને જે ઉત્તરવૈક્રિય છે તે અનેક પ્રકારનું સંસ્થાન હોય છે. લેશ્યાઓ ચાર છે. દૃષ્ટિ ત્રણે, ત્રમ જ્ઞાન અવશ્ય હોય,અજ્ઞાન ત્રણ ભજનાએ હોય છે.ત્રણ યોગ, બન્ને ઉપયોગ, ચાર સંજ્ઞાઓ, ચાર કષાયો, પાંચ ઈન્દ્રિયો અને પાંચ સમુદ્ધાત હોય છે. વેદના બન્ને પ્રકારની હોય છે. સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક સાગરોપમ હોય છે. અધ્યવસાયોબન્ને.અનુબંધ સ્થિ તિની પેઠે જાણવી.ભવની અપેક્ષાએ બે ભવ અને કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ અધિક સાધિક સાગરોપમ પણ વિશેષ એ કે મધ્યના ત્રણ અને છેલ્લા ત્રણ ગમોમાં અસુરકુમારોની સ્થિતિસંબંન્ધે વિશેષતા હોય છે, બાકી બધી ઔધિક વક્તવ્યતા અને કાયસંવેધ જાણવો. સંવેધમાં બધે ઠેકાણે બે ભવ જાણવા. એ પ્રમાણે યાવત્-ગમમાં કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ સહિત બાવીશ હજાર વર્ષ-એટલો કાળ યાવત્-ગતિઅતિ કરે.
હે ભગવન્ ! જે નાગકુમાર દેવ પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય. અહિં પૂર્વોક્ત બધી અસુરકુમારોની વક્તવ્યતા યાવત્-ભવાદેશ સુધી કહેવી. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય દસ હજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org