________________
શતક-૨૪, ઉદેસો-૧૨ થી ૧૯
૪૭૭ અઠ્યાવીસ હજાર વર્ષ
જો તે બેઈન્દ્રિય જઘન્યકાળની સ્થિતિવાળો હોય અને તે પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો તેને પણ ત્રણે ગમકોમાં પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. પણ અહિં આ સાત વિશે ષતા છે-શરીરનું પ્રમાણ પૃથિવીકાયિકોની પેઠે જાણવું, મિથ્યાદ્રષ્ટિ છે.અવશ્ય બે અજ્ઞાન હોય, કાયયોગ છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તની હોય છે, અધ્યવ સાયો અપ્રશસ્ત હોય છે. અનુબંધ સ્થિતિની પેઠે જાણવો. તથા બીજ ત્રિકના પ્રથમના બે ચમકોમાં સંવેધ પણ તે જ પ્રમાણે જાણવો. ત્રીજા ગમકમાં ભવાદેશ તે જ પ્રમાણે જાણવો. અને કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચાર અન્તર્મુહૂર્ત અધિક ૨૮૦૦૦ વર્ષ-એટલી કાળ યાવતુ-ગમનાગમન કરે. જો તે બેઈકિય ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય અને પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તેને ઔધિક ગમક સમાન ત્રણ ગમક કહેવા. પણ વિશેષ કે એ ત્રમ ગમોમાં સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે, અનુબંધ પણ એ જ પ્રમાણે છે. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાળાદેશથી વિચારીને સંવેધ કહેવો. યાવતુ-નવમાં ગમમાં જઘન્ય બાર વર્ષ અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અડતાલીશ વર્ષ અધિક અઠ્યાશી હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. જે તે પૃથિવી કાયિકો તેઈન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય તો તેને પણ એ પ્રમાણે નવ ગમતો કહેવા. પણ વિશેષ એ કે પ્રથમના ત્રણે ગમકમાં શરીરનું પ્રમાણ જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગનું અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉનું હોય છે. ત્રણ ઈન્દ્રિયો હોય છે. સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કટ ઓગળપચાસ રાત્રિદિવસની છે. ત્રીજા ગમકમાં કાળની અપેક્ષાએ જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એકસો છનું રાત્રિદિવસ અધિક અઠ્યાસી હજાર વર્ષ એટલો કાળ યાવતુ-ગમનાગમન કરે. વચ્ચે ના ત્રણ ગમતો છેલ્લા ત્રણ ગમ પણ એમ જ જાણવા. પણ વિશેષ એ કે સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ ઓગળપચાસ રાત્રિદિવસની છે.
જો તે પૃથિવીકાયિકો ચઉરિદ્રિથી આવી ઉપજે તો તેને પણ એ જ પ્રમાણે નવે ગમો કહેવા. પરન્તુ આ નીચેની વિશેષતા જાણવી. “શરીરની અવગાહના જઘન્ય અંગુ લનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉની, સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છ માસની, અનુબંધ પણ એમજ જાણવો. ઈન્દ્રિયો ચાર હોય છે. યાવતુ-નવમાં ગમકમાં કાળાદેશથી જઘન્ય છ માસ અધિક બાવીશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ચોવીશ માસ અધિક અઠ્યાવીસ હજાર વર્ષ.
' હે ભગવન્! જો તે પૃથિવીકાયિક પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી બન્ને જો તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવી ઉત્પન્ન થાય, તો શું જલચરોથી આવી ઉત્પન્ન થાય કે યાવતુ-પર્યાપ્ત કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? બંને.હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે પૃથિવીકાયિ- કમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે. તે કેટલા કાળની સ્થિતિવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષ. ' હે ભગવન્! તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયે કેટલા ઉત્પન્ન થાય-ઈત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org