________________
૪૦
ભગવઇ - ૧/-૯૯૯ [૯] હે ભગવન્! એમ કહી ભગવંત ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, પ્રણામ કરી આ પ્રમાણે કહ્યું કે - એક શેઠ, એક દરિદ્ર, એક લોભીઓ, અને એક ક્ષત્રિય રાજા એ બધા એક સાથે, અપ્રત્યાખ્યાન ક્રિયા કરે ? હે ગૌતમ ! હા, શેઠ અને યાવતુ એ બધા એકી સાથે પ્રત્યાખ્યાન ક્રિયા કરે. હે ભગવન્! તેનું શું કારણ ? હે ગૌતમ ! અવિરતિને આશ્રીને એમ કહ્યું છે તે એક શેઠ, એક દરિદ્ર અને એ બધા યાવતુ-એક સાથે અપ્રત્યાખ્યાન ક્રિયા કરે છે.
[૧00] હે ભગવન્! આધાકર્મ દોષવાળા અનને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? શું કરે છે? શાનો ચય કરે છે અને શાનો ઉપચય કરે છે ? હે ગૌતમ! આધાકર્મ દોષવાળા અનને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને પાંચે બંધને બંધાએલી સાત કર્મપ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને યાવતુ સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવન્! તેનું શું કારણ? કે યાવતુ-તે સંસારમાં વારંવાર ભમે છે? હે ગૌતમ! આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગી જાય છે. અને પોતાના ધર્મને ઓળંગતો તે શ્રમણ પૃથિવીકાયના જીવની દરકાર કરતો નથી અને યાવતુ-ત્રસકાયના જીવની દરકાર કરતો નથી. તથા જે જીવોના શરીરને તે ખાય છે તે જીવોની પણ દરકાર કરતો નથી. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે - આધાકર્મ દોષવાળા અન્નને ખાતો શ્રમણ આયુષ્ય સિવાયની સાત પ્રકૃતિઓને મજબૂત બાંધે છે. અને સંસારમાં વારંવાર ભમે છે. હે ભગવનું ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ શું બાંધે છે? અને યાવતુ-શેનો ઉપચય કરે છે? હે ગૌતમ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ આયુષ્ય સિવાયની અને મજબૂત બંધાએલી સાત કર્મ પ્રવૃતિઓને ઢીલી કરે છે. તથા એને સંવૃત અનગારની પેઠે જાણવો. વિશેષ એ કે, આયુષ્ય કર્મને કદાચિતું બાંધે છે, અને કદાચિતુ નથી બાંધતો, યાવતું સંસારને ઓળંગી જાય છે. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! પ્રાસુક અને નિર્દોષ આહારને ખાતો શ્રમણ નિગ્રંથ પોતાના ધર્મને ઓળંગતો નથી, અને પોતાના ધર્મને નહીં ઓળંગતો તે શ્રમણ નિર્ગથ પૃથિવીકાયિક જીવોની દરકાર કરે છે, યાવતુ-ત્રસકાયના જીવોની દરકાર કરે છે, અને જે જીવોનાં શરીરનો તે આહાર કરે છે, તે જીવોની પણ તે દરકાર કરે છે. માટે તે હેતુથી યાવતુ-તે સાધુ સંસારને ઓળંગી જાય છે.
[૧૦૧] હે ભગવન્! અસ્થિર પદાર્થ બદલાય છે? સ્થિર પદાર્થ નથી બદલાતો? અસ્થિર પદાર્થ ભાંગે છે? સ્થિર પદાર્થ નથી માંગતો ? બાલક શાશ્વત છે? બાલકપણું અશાશ્વત છે ? પંડિત શાશ્વત છે ? અને પંડિતપણું અશાશ્વતછે. હે ગૌતમ ! અસ્થિર પદાર્થ બદલાય છે યાવત્ પંડિતપણું અશાશ્વત છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી યાવતુ વિહરે છે. શતકઃ ૧-ના-ઉદેસાઃ૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
( ઉદેશક૧૦ઃ[૧૦૨] હે ભગવન્! અન્યતીથિકો આ પ્રમાણે કહે છે યાવતુ આ પ્રમાણે પ્રરૂપે છે કે “ચાલતું હોય તે ચાલ્યું ન કહેવાય અને નિર્જરાતું તે નિર્જરાયું ન કહેવાય.” બે પરમાણું પુદ્ગલો એક એકને ચોંટતા નથી. બે પરમાણું પુગલો એક એકને શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org