________________
શતક-૧, ઉદ્દેસો-૧૦
૪૧
ચોંટતા નથી ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ નથી મટે તે બે પરમાણુ પુદ્ગલો એક એકને ચોંટતા નથી.” ત્રણ પરમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે. ત્રણ ૫રમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટે છે તેનું શું કારણ ? ત્રણ પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ હોય છે. માટે તે ત્રણ પરમાણુ પુદ્ગલો એક એકને પરસ્પર ચોંટી જાય છે. વળી જો તેના બે ભાગ પણ થઇ શકે છે અને ત્રણ ભાગ પણ થઇ શકે છે, જો તે ત્રણ ૫૨માણુ પુદ્ગલના બે ભાગ કરવામાં આવે તે એક ત૨ફ દોઢ પરમાણુ આવે છે અને બીજી તરફ પણ દોઢ પરમાણુ આવે છે. ને જો તે ત્રણ પરમાણુ પુદ્ગલના ત્રણ ભાગ કરવામાં આવે તો ત્રણે પરમાણુ પુદ્ગલો એક એક એમ જુદા જુદા થઇ જાય છે. એ પ્રમાણે યાવતુ-ચાર પરમાણુ પુદ્ગલો વિષે પણ જાણવું. પાંચ પાંચ પરમાણુ પુગલો એકએકને પરસ્પર ચોંટી જાય છે અને દુઃખપણે કર્મપણે-થાય છે તે દુઃખ કર્મ શાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે તથા અપચય પામે છે.” “બોલવાના સમયની પૂર્વે જે ભાષાના પુદ્ગલો છે જે ભાષા છે બોલવાના સમયની જે ભાષા છે અને બોલવાના સમય પછીની-જે (ભાષા) બોલાએલી છે તે ભાષા છે.” “જે તે પૂર્વની ભાષા ભાષા છે, બોલતી ભાષા અભાષા છે અને બોલવાના સમય પછીની જે (ભાષા) બોલાએલી છે તે ભાષા છે, તો શું તે બોલતા પુરુષોની ભાષા છે ? અણબોલતા પુરુષોની ભાષા છે. પણ તે બોલતા પુરુષની તો ભાષા નથીજ” જે તે પૂર્વની ક્રિયા છે તે દુઃખહેતુ છે. કરાતી ક્રિયા દુઃખ હેતુ નથી. અને કરવાના સમય પછીની જે ક્રિયા છે તે દુઃખ હેતુ છે તો શું તે કરણથી દુઃખ હેતુ છે કે અકરણથી દુઃખ હેતુ છે ? તે અકરણથી દુઃખ હેતુ છે પણ કરણથી દુઃખ હેતુ નથીજ. તે એ પ્રમાણે વક્તવ્ય છે. “અકૃત્ય દુઃખ છે, અસ્પૃશ્ય દુઃખ છે-અક્રિયમાણકૃત દુઃખ છે; તેને નહીં કરીને, પ્રાણો, ભૂતો,જીવો અને સત્વો વેદનાને વેદે છે તે એ પ્રમાણે છે.” હે ભગવન્ ! એ તે કેવી રીતે એ પ્રમાણે હોય ? હે ગૌતમ ! જે તે અન્યતીર્થિકો કહે છે કે, વેદનાને વેદે, એમ કહેવાય. તેઓએ જે એ પ્રમાણે કહ્યું છે, તે ખોટું કહ્યું છે. વળી હે ગૌતમ ! હું એમ કહું છું કે, ચાલતું હોય તે ચાલ્યું કહેવાય અને યાવનિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય.“બે પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે બે પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ ? બે પરમાણુ પુદ્ગલોમાં ચીકાશ છે, માટે બે ૫૨માણુ એક એકને પરસ્પર ચોંટી જાય છે. અને તે બે ૫૨માણુ પુદ્ગલોના બે ભાગ થઇ શકે છે. જો તે બે પરમાણુ પુદ્ગલોના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ એક પરમાણુ પુદ્ગલ છે.” ત્રણ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલો પરસ્પર ચોંટી જાય છે તેનું શું કારણ ? ત્રણ ૫૨માણુ પુદ્ગલોમાં ચીકાશ છે માટે ત્રણ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે ત્રણ પરમાણુ પુદ્ગલના બે તથા ત્રણ ભાગ થઇ શકે છે. જો તેના બે ભાગ કરવામાં આવે તો એક તરફ એક પરમાણુ પુદ્ગલ આવે છે અને એક તરફ બે પ્રદેશવાળો એક સ્કંધ આવે છે. જો તેના ત્રણ ભાગ કરવામાં આવે તો એક એક એમ ત્રણે પરમાણુઓ જુદા જુદા થઇ જાય છે. આ પ્રમાણે ચાર પરમાણુઓ સંબંધે પણ જાણવું.” પાંચ પરમાણુ પુદ્ગલો એક એક પરસ્પર ચોંટી જાય છે. અને તે પરસ્પર ચોંટી ગયા પછી એક સ્કંધરુપે બની જાય છે તથા તે સ્કંધ અશાશ્વત છે અને હંમેશાં સારી રીતે ઉપચય પામે છે, અપચય પામે છે. “પૂર્વની ભાષા અભાષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org