________________
શતક-૧, ઉદ્દેસો-૯
૩૯
સામાયિકને સામાયિકના અર્થને યાવત્-વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો હે આર્યો ! સામાયિક એ શું ? સામાયિકનો અર્થ એ શું ? અને યાવત્ હે આર્યો ! વ્યુત્સર્ગનો અર્થ એ શું ? ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે કાલાસ્ય- વેષિપુત્ર નામના અનગારને આ પ્રમાણે કહ્યું કે-હે આર્ય ! અમારો આત્મા એ સામાયિક છે અને એજ સામાયિકનો અર્થ છે. તથા યાવત્-એજ વ્યુત્સર્ગનો અર્થ પણ છે. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર નામના અનગારે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે, હે આર્યો ! જો આત્મા એ સામાયિક છે, આત્મા એ સામાયિકનો અર્થ છે અને એ પ્રમાણે યાવત્-આત્મા એ વ્યુત્સર્ગનો અર્થ છે, તો તમે ક્રોધ, માન માયા અને લોભનો ત્યાગ કરી શા માટે તે ક્રોધ વિગેરે નિંદો છો ? હે કાલાસ્યવેષિપુત્ર ! સંયમને માટે અમે ક્રોધાદિકને નિંદીએ છીએ. હે ભગવંત શું ગહ એ સંયમ છે કે અગહ એ સંયમ છે ? હે કાલાસ્યવેષિપુત્ર ! ગર્હ એ સંયમ છે. પણ અગા એ સંયમ નથી. ગહ બધા દોષોનો નાશ કરે છે- અને એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં સ્થાપિત છે, એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં પુષ્ટ છે, એ પ્રમાણે અમારો આત્મા સંયમમાં ઉપસ્થિત છે. હવે અહીં તે કાલાસ્ય- વેષિપુત્ર અનગાર સંબુદ્ધ થયા અને તેમણે તે સ્થવિર ભગવંતોને વાંઘા, નમસ્કાર કર્યો. પછી તે કાલાસ્યવેત્તુપુત્ર અનગારે આ પ્રમાણે કહ્યું કે, હે ભગવંતો ! પૂર્વે-એ પદોને નહીં જાણવાથી, શ્રુતરહિતપણું હોવાથી, અબોધિપણું હોવાથી, અભિગમ હોવાથી નહીં જોએલા હોવાથી, ચિંતવેલા ન હોવાથી, નહીં સાંભળવાથી, વિશેષ નહીં જાણવાથી, કહેલાં નહીં હોવાથી, અનિર્ણીત હોવાથી, ઉદ્ધરેલાં ન હોવાથી, અને એ પદો અનવદ્દારિત હોવાથી એ અર્થમાં મેં શ્રદ્ધા કરી ન હતી, પ્રીતિ કરી ન હતી, રુચી કરી ન હતી, અને હે ભગવંતો ! હમણાં એ પદો જાણ્યા હોવાથી શ્રુતસહિતપણું હોવાથી, બોધિપણું હોવાર્થી, સઅભિગમ હોવાથી, જોએલાં હોવાથી, ચિંતવેલા હોવાથી, સાંભળ્યા હોવાથી, વિશેષ જાણ્યા હોવાથી, કહેલાં હોવાથી, નિર્ણીત હોવાથી, ઉદ્ધરેલાં હોવાથી, અને એ પદો અવધારીત હોવાથી એ અર્થમાં હું શ્રદ્ધા કરું છું, પ્રીતિ કરું છું, રુચિ કરું છું. તમે જેમ એ કહો છો તે એ એ પ્રમાણે છે, ત્યારે સ્થવિર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું કે,-હે આર્ય ! જેમ અમે એ કહીએ છીએ તેમ તું શ્રદ્ધા રાખ, પ્રીતિ રાખ અને રુચિ રાખ. ત્યારપછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે તે સ્થવિર ભગ-વંતોને વાંઘા, નમસ્કાર કર્યો અને કહ્યું કે હે ભગવંતો તમારી પાસે ચાર મહાવ્રતવાળો ધર્મ (ત્યજી) પ્રતિક્રમણસંયુક્ત પાંચ મહાવ્રતવાળો ધર્મ પ્રાપ્ત કરી વિહરવા ઇચ્છું છું, હે દેવાનુપ્રિય ! જેમ સુખ થાય તેમ કર, વિલંબ ન કર. પછી તે કાલાસ્યવેષિપુત્ર અનગારે તે સ્થવિરોને વાંદી, નમસ્કાર કરી અને ચતુર્થ મહાવ્રતયુક્ત ધર્મ ત્યજીને પ્રતિક્રમણ યુક્ત એવા પંચમહાવ્રતવાળા ધર્મને અંગીકાર કર્યો. અને તેમ કરી તે અનગાર વિહરે છે. ત્યારપછી તે કાલસ્યવેષીપુત્ર નામના અનગાર ઘણા વર્ષો સુધી સાધુપણું પાળી. અને જે પ્રયોજનસારૂં નગ્નપણું, મુંડિતપણું, સ્નાન ન કરવું, દાતણ ન કરવું, છત્ર ન રાખવું, ભોંય સંથારો કરવો, પાર્ટીયા ઉપર સુવું, લાકડાપર સુવું, કેશનો લોચ કરવો, બ્રહ્મચર્યપૂર્વક રહેવું, (ભિક્ષા માટે) બીજા ઘરે જવું ? ક્યાંય મળે અથવા ન મળે, અનુકૂળ અથવા પ્રતિકૂળ એવા બાવીસ પરીષહોને સહન કરવાદિ કર્યું. આરાધના કરી છેલ્લા શ્વાસે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, પરિનિવૃત થયા અને સર્વ દુઃખથી મુક્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org