________________
ભગવઈ-૧-l૯૯૫ નિરાકાર ઉપયોગ. એ બધા અગુરુલઘુ જાણવા. તથા કાયયોગ-શરીર, ગુરુલઘુ જાણવો. સર્વ પ્રદેશો, અને સર્વ પર્યવો પુદ્ગલાસ્તિકાયનીપેઠે જાણવા. અતીતકાળ, અનાગતકાળ, અને સર્વકાળ ચોથા પદવડે અગુરુલઘુ જાણવા.
[૬] હે ભગવનું ! લાઘવ, અભેચ્છા, અમૂચ્છ અનાસ્તિક, અને અપ્રતિબદ્ધત; એ બધું શ્રમણ નિગ્રંથોને માટે પ્રશસ્ત છે? હે ગૌતમ ! હા લાઘવ, અને યાવતુ-અપ્રતિબદ્ધતા એ બધું નિગ્રંથો માટે પ્રશસ્ત છે હે ભગવન્! અક્રોધપણું, અમાનપણું, અકપટપણું, અને અલોભપણું, એ બધું શ્રમણ નિગ્રંથોના માટે પ્રશસ્ત છે? હે ગૌતમ ! હા, અક્રોધપણું, અમાનપણું, એ બધું પ્રશસ્ત છે. હે ભગવન્! કાંક્ષાપ્રદોષક્ષીણ થયા પછી શ્રમણ નિગ્રંથ અંતકર અને અંતિમ શરીરવાળો થાય? અથવા પૂર્વની અવસ્થામાં બહુ મોહવાળો થઇ વિહાર કરે અને પછી સંવરયુક્ત થઈને કાળ કરે તો પછી સિદ્ધ થાય? થાવતુ-સર્વ દુઃખના નાશને કરે? હે ગૌતમ! હા, કાંક્ષપ્રદોષક્ષીણ થયા પછી ભાવતુ-સર્વ દુઃખના નાશને કરે.
[૯૭] હે ભગવન્! અન્ય મતાવલંબીઓ આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ભાખે છે, આ પ્રમાણે જણાવે છે અને આ પ્રમાણે પ્રરૂપે છે કે, એકજીવ એક સમયે બે આયુષ્ય કરે છે. તે આ પ્રમાણે-૧ આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે તે સમયે પરભવનું આયુષ્ય કરે છે અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે તે સમયે આ ભવનું આયુષ્ય કરે છે આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું આયુષ્ય કરે છે અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે આયુષ્ય કરે છે. હે ભગવન્! તે એ પ્રમાણે કેવીરીતે છે? હે ગૌતમ ! અન્ય તીર્થીઓ જે એ પ્રમાણે કહે છે યાવત્ પરભવનું આયુષ્ય. તે ખોટું કહ્યું છે. વળી તે ગૌતમ! હું એ પ્રમાણે કહું છું કે, એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. અને તે આ ભવનું આયુષ્ય કરે છે. અથવા પરભવનું આયુષ્ય કરે છે. જે સમયે આ ભવનું આયુષ્ય કરે છે તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતો અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય કરતો નથી. તથા આ ભવનું આયુષ્ય કરવાથી પરભવનું આયુષ્ય કરતો નથી અને પરભવનું આયુષ્ય કરવાથી આ ભવનું આયુષ્ય કરતો નથી. અને એ પ્રમાણે એક જીવ એક સમયે એક આયુષ્ય કરે છે. આ ભવનું અથવા પરભવનું આયુષ્ય. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવતુ વિહરે છે.
[૮] તે કાલે તે સમયે પાર્શ્વનાથના વંશમાં થએલા કાલાવેષિપુત્ર નામના અનગારે જે તરફ સ્થવિર ભગવંતો હતા. તે તરફ જઈને તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે- હે સ્થવિરો ! તમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી તમે પચ્ચખ્ખાણ જાણતા નથી. પચ્ચખાણનો અર્થ જાણતા નથી. સંયમને જાણતા નથી, સંયમના અર્થને નથી જાણતા. સંવર જાણતા નથી, સંવરના અર્થને નથી જાણતા. તમે વિવેક જાણતા નથી. વિવેકના અર્થને જાણતા નથી. વ્યુત્સર્ગને જાણતા નથી. અને વ્યુત્સર્ગના અર્થને નથી જાણતા. ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાસ્યવેષિપુત્ર નામના અનગારને આ પ્રમાણે કહ્યું કે, હે આર્ય ! સામાયિકને જાણીએ છીએ સામાયિકના અર્થના જાણીએ છીએ. યાવતું વ્યુત્સર્ગના અર્થને જાણીએ છીએ. ત્યારે તે કાલાવેષિપુત્ર નામના અનગારે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું કે, હે આય ! જો તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org