________________
૩૩૦
ભગવઇ - ૧૪૨-૨૮/૬૨૪
કહ્યું છે- હે ગૌતમ! સાતસો ને નેવું યોજન. હે ભગવન્ ! જ્યોતિષિક અને સૌધર્મઈશાનકલ્પનું કેટલું અન્નર કહ્યું છે ? હે ગૌતમ! અસંખ્યાતા યોજન હે ભગવન્ ! સૌધર્મઈશાન અને સનત્કુમાર-માહેન્દ્રનું કેટલું અંતર કહ્યું છે ? પૂર્વપ્રમાણે જાણવું.
હે ભગવન્ ! સનકુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પનું કેટલું અત્તર હોય છે ? પૂર્વ પ્રમાણે જાણવું. બ્રહ્મલોક અને લાંતકકલ્પ વચ્ચે કેટલું અંતર છે ? પૂર્વવત જાણવું. લાંતક અને મહાશુક્ર કલ્પનું કેટલું અંતર હોય છે ? પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે મહાશુક્ર કલ્પ અને સહસ્રારનું અન્તર જાણવું. તથા સહસ્રાર અને આનત-પ્રાણતકલ્પોનું, આનત-પ્રાણતકલ્પ અને આરણ-આચ્યુતકલ્પનું, આરણ-અચ્યુતકલ્પ અને ગ્રેવેયકનું અને ત્રૈવેયક અને અનુત્તરવિમાનનું અત્તર પૂર્વવત્ જાણવું. હે ભગવન્ ! અનુત્તરવ માન અને ઈષત્પ્રાક્ભારા પૃથિવીનું કેટલું અત્તર હોય છે ? હે ગૌતમ! બાર યોજનનું. હે ભગવન્ ઈષત્પ્રાક્ભારા પૃથિવી અને અલોકનું કેટલું અબાધા વડે અંતર કહ્યું છે ? હૈ ગૌતમ ! કંઈક ન્યૂન એક યોજન.
[૬૨૫] ભગવન્ ! ગરમીથી પીડિત થયેલો, તૃષાથી હણાયેલો અને દાવાનળની જાળથી બળેલો આ શાલવૃક્ષ કાલમાસે-મરણસમયે કાલ કરી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આજ રાજગૃહ નગરમાં શાલવૃક્ષપણે ફરીથી ઉત્પન્ન થશે, અને તે ત્યાં અર્ચિત, વંદિત, પૂજિત, સત્કારિત, સમ્માનિત અને દિવ્ય-પ્રધાનભૂત થશે. તથા સત્યરુપ-સત્યાવપાત-જેનું પ્રતિહારિપણું સાંનિધ્ય કર્યું છે એવો, તથા જેની પીઠચોતરો લીધેલો અને ધોળેલો છે એવો તે થશે. હે ભગવન્ ! ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, તથા યાવત્-સર્વ દુઃખોનો અન્ત કરશે. હે ભગવન્ ! સૂર્યની ગરમીથી હણાયેલ, તૃષાથી પીડિત થયેલ તથા દાવાનળની જાળથી બળેલી આ શાલયષ્ટિકાશાલવૃક્ષની નાની શાખાઓ કાલ માસે -મરણ સમયે કાલ કરી ક્યા જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! આ જ જંબૂ દ્વીપના ભારતવર્ષમાં વિન્ધ્યાચલની તળેટીમાં માહેશ્વરી’નગરીમાં તે શાલ્મલી વૃક્ષરુપે ઉત્પન્ન થશે, અને તે ત્યાં અર્ચિત, વંદિત અને પૂજિત થશે, તથા યાવત્-તેનો ચોતરો લીંપેલો, ધોળેલો અને પૂજિત થશે. હે ભગવન્ ! તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ? ઈત્યાદિ બધું શાલવૃક્ષની પેઠે જાણવું,
[૨૬]હે ભગવન્ ! ગરમીથીહણાયેલી, તૃષાથીપીડાયેલ અને દવાગ્નિથી બળી ગયેલ આ ઉંબરવૃક્ષની શાખા મરણસમયે કાલ કરી ક્યાં જશે, કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! તે આજ જંબુદ્વીપના ભારતવર્ષમાં પાટલિપુત્ર નામના નગમાં પાટલિવૃક્ષપણે ઉત્પન્ન થશે અને ત્યાં તે અચિંત, વંદિત અને યાવત્-પૂજનીય થશે. તે ત્યાંથી મરણ પામી ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? એ બધું પૂર્વની પેઠે જાણવું, તે કાલે, તે સમયે અંબડ પદ્વ્રિાજ કના સાતમો શિષ્યો ગ્રીષ્મકાળના સમયને વિષે વિહાર કરતા-ઈત્યાદિ બધું ઉવવાઈ માં ક્યા પ્રમાણે અહિં કહેવું. યાવત્-તેઓ આરાધક થયા’
[૬૨૭]હે ભગવન્ ! ઘણાં માણસો પરસ્પર આ પ્રમાણે કહે છે કે, અંબડ પરિ વ્રાજક કાંપિલ્યપુર નગરમાં સો ઘેર જમે છે' ઈત્યાદિ બધું ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું યાવત્ દૃઢપ્રતિજ્ઞાની પેઠે યાવત્-‘સર્વ દુઃખોનો અન્ત ક૨શે.’
[૨૮]હે ભગવન્ ! શું એમ છે કે અવ્યાબાધ દેવો એ ‘અવ્યાબાધ દેવો’ (કહેવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org