________________
શતક-૧૪, ઉસો-૭
૩૨૯ એમ કહેવાય છે કે ભાવતુલ્ય એ ભાવતુલ્ય છે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે-સંસ્થાનતુલ્ય એ “સંસ્થાનતુલ્ય છે ? હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન પરિમંડલ સંસ્થાનની સાથે સંસ્થાનવડે તુલ્ય છે, પરિમંડલસંસ્થાન તે સિવાયના બીજા સંસ્થાનની સાથે સંસ્થાનવડ તુલ્ય નથી. તે પ્રમાણે વૃત્ત, સંસ્થાન, સ્ત્ર સંસ્થાન, ચતુરસ્ત્ર- અને, આયત-લાંબું સંસ્થાન પણ જાણવું. તથા સમચતુરસ્ત્ર સંસ્થાન સમચતરસ્ત્ર સંસ્થાનની સાથે સંસ્થાનની તુલ્ય છે, પણ સમચતુરસ્ત્ર સિવાયના બીજાં સંસ્થાનની સાથે સંસ્થા નથી તુલ્ય નથી. એ પ્રમાણે ન્યગ્રોધપરિમંડલ, અને યાવતુ-હૂંડ સંસ્થાન સુધી જાણવું. તે હેતુથી યાવતુ-સંસ્થાનતુલ્ય એ સંસ્થાનતુલ્ય' કહેવાય છે.
[૬૨૧]હે ભગવનું. ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર મૂછિત, યાવ-અત્યન્ત આસક્ત થઈને આહાર કરે, અને પછી સ્વભાવથી કાલ-મારણાંતિક સમુદ્રઘાત કરે, ત્યારે પછી અમૂર્ણિત- અમૃદ્ધ- યાવતુ-અનાસક્ત થઈ આહાર કરે? હા, ગૌતમ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અનગાર-ઈત્યાદિ પૂર્વ પ્રમાણે આહાર કરે. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે હે ગૌતમ! તે પ્રથમ મૂછિત છે પછી સ્વભાવ થી અમૂર્ષિત થાય છે તે હેતુથી ભક્તપ્રત્યાખ્યાન કરનાર અનગાર પૂર્વ પ્રમાણએ યાવતુ “આહાર કરે છે.'
[૨૨]હે ભગવનું શું લવસત્તમ દેવો એ લવસત્તમ દેવો છે ? હા ગૌતમ ! હે ભગવન્! લવસત્તમ દેવો એ “લવસત્તમ દેવો’ એમ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ જેમ કોઈ જુવાન પુરુષ યાવતુ-નિપુણ શિલ્પનો જ્ઞાતા હોય, અને તે પાકેલ, લવણાને યોગ્ય થયેલા, પીળાં થયેલા અને પીળીનાળવાળા શાલિ, વ્રીહિ, ગહું જવ ને જવજવ ને એકઠા કરી, મુટ્રિવડે ગ્રહણ કરી ‘આ કાપ્યા' એ પ્રમાણે શીધ્રતાપૂર્વક નવીન પાણી ચડાવેલ તીક્ષ્ણ દાતરવાડાવડે સાત લવ જેટલા સમયમાં કાપી નાખે, જો તે દેવોનું એટલું આયુષ્ય વધારે હોત તો તે દેવો તેજ ભવમાં સિદ્ધ થાત, યાવત્ સર્વ દુઃખોનો અત્ત કરત. માટે તે હેતુથી એ દેવો લવસત્તમ’ કહેવાય છે.
[૬૨હે ભગવન્! અનુત્તરોપપતિક દેવો છે? હા ગૌતમ! છે. હે ભગવન્! શા હેતુથી તેઓ ‘અનુત્તરીપપાતિક' એમ કહેવાય છે ? હે ગૌતમ! અનુત્તરીયપાતિકદેવની પાસે અનુત્તર શબ્દો, યાવતુ-અનુત્તર સ્પશો હોય છે, માટે. હે ભગવન્! કેટલું કર્મ બાકી રહેવાથી અનુત્તરૌપપાતિકદેવપણે ઉત્પન્ન થાય? હે ગૌતમ! શ્રમણ નિર્ગસ્થ છટ્ટ ભકત વડે જેટલા કર્મની નિર્જરા કરે તેટલું કર્મ બાકી રહેવાથી. અનુત્તરૌપપાતિકદેવપણે ઉત્પન્ન થાય છે. “હે ભગવન્!તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે| શતક ૧૪-ઉદ્દેશો ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]
(ઉદ્દેશકઃ ૮) [૨૪]હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને શર્કરા પ્રભા પૃથિવીનું અબાધા વડે- કેટલું અત્તર કહેલું છે ? હે ગૌતમ! અસંખ્યલાખ યોજના હે ભગવન્! શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથિવીનું કેટલું અબાઘાવડે અંતર કહ્યું છે? હે ગૌતમ! પૂર્વવત્ જાણવું એ પ્રમાણે યાવતુ-તમા-અને અધઃસપ્તમ-પૃથિવી સુધી જાણવું. હે ભગવન્! સાતમી નરક પૃથિવી અને અલોક કેટલું અબાધાવડે અંતર કહ્યું છે ? હે ગૌતમ! અસંખ્ય લાખ યોજન. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવી અને જ્યોતિષિકનું કેટલું અબાધાવડે અંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org