________________
૩૨૮
ભગવઇ - ૧૪/-/૭/૬૧૯
છીએ, તેમ અનુત્તરૌપપાતિક દેવો પણ એ વાતને જાણે છે કે જુએ છે ? હા, ગૌતમ! તેમજ છે. હે ભગવન્ ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો? ગૌતમ! અનુત્તરૌપપાતિક દેવોએ મનોદ્રવ્યની અનંત વર્ગણાઓ મેળવી છે, પ્રાપ્ત કરી છે, અને વ્યાપ્ત કરી છે, માટે હે ગૌતમ! એમ કહેવાય છે કે તેઓ જાણે છે અને જુએ છે.
[૬૨૦]હે ભગવન્ ! કેટલા પ્રકારે તુલ્ય છે? હે ગૌતમ ! તુલ્ય છ પ્રકારે. દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાલતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય અને સંસ્થાનતુલ્ય. હે ભગવન્ ! દ્રવ્યતુલ્ય એ ‘દ્રવ્યતુલ્ય’ એમ કહેવાય ? હે ગૌતમ! એક પરમાણુપુદ્ગલ બીજા પરમાણુપુદ્ગલની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પણ પરમાણુંપુદ્રલ પરમાણુપુદ્રલ સિવાયના બીજા પદાર્થ સાથે દ્રવ્યથી તુલ્ય નથી, એ પ્રમાણે સ્ક્રિપ્રદેશિક સ્કન્ધ (બીજા) દ્વિપ્રદેશિક સ્કન્ધની સાથે દ્રવ્યથી તુલ્ય છે, પણ દ્વિપ્રદેશિક સ્કન્ધ દ્વિપ્રદેશિક સ્કન્ધ સિવાયના બીજા પદાર્થ સાથે દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્-તુલ્યઅસં ખ્યાતપ્રદેશિક સ્કન્ધ તથા તુલ્યઅનન્ત પ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પણ જાણવું. માટે હે ગૌતમ! તે કારણથી દ્રવ્યતુલ્ય એ ‘દ્રવ્યતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્ ! ક્ષેત્રતુલ્ય એ ‘ક્ષેત્ર તુલ્ય’ શા કારણથી કહેવાય છે? હે ગૌતમ આકાશના એક પ્રદેશાવગાઢ પુદ્ગલ દ્રવ્ય પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય કહેવાય છે, પણ એક પ્રદેશમાં રહેલ પુદ્ગલદ્રવ્ય સિવાયના દ્રવ્ય સાથે ક્ષેત્રથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્ તુલ્યઅસંખ્યાતપ્રદેશાવગાઢ સ્કન્ધ સંબન્ધે પણ જાણવું. માટે તે હેતુથી એ ‘ક્ષેત્રતુલ્ય’ કહેવાય છે.
હે ભગવન્ ! કાલતુલ્ય એ ‘કાલતુલ્ય’ શા હેતુથી કહેવાય છે ? હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળું પુદ્રલગવ્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલની સાથે કાલની તુલ્ય છે. એક સમયની સ્થિતિવાલું પુદ્ગલદ્રવ્ય એક સમયની સ્થિતિ સિવાયના પુદ્ગલ દ્રવ્યની સાથે કાલથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્-જાણવું. તુલ્યઅસંખ્યાત સમયની પુદ્ગલદ્રવ્ય સંબન્ધે પણ જાણવું. તે હેતુથી એ પ્રમાણે કાલતુલ્ય એ ‘કાલતુલ્ય’ કહેવાય છે. હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે- ભવતુલ્ય એ ‘ભવ તુલ્ય’ છે ? હે ગૌતમ! ના૨ક જીવ નારકની સાથે ભવરુપે તુલ્ય છે, નારક ના૨ક સિવાયના બીજા જીવ સાથે ભવરુપે તુલ્ય નથી. તે પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવસંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે-ભાવતુલ્ય એ ‘ભાવતુલ્ય’ છે ? હે ગૌતમ! હે ભગવન્ ! શા હેતુથી એમ કહેવાય છે કે-ભાવતુલ્ય એ ‘ભાવતુલ્ય’ છે હે ગૌતમ! એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્યની સાથે ભાવથી તુલ્ય છે, પરન્તુ એકગુણ કાળાવર્ણવાળું પુદ્ગલદ્રવ્ય એકગુણકાળાવર્ણ સિવાયના બીજા પુદ્ગલદ્રવ્ય સાથે ભાવતુલ્ય નથી. એ પ્રમાણે યાવદ્ તુલ્યઅસંખ્યાત ગુણકાળા અને તુલ્યઅનંતગુણકાળા પુદ્ગલદ્રવ્ય પણ એ પ્રમાણે જાણવું. જેમ કાળાવર્ણ વાળું પુદ્ગલદ્રવ્ય સંબન્ધે કહ્યું, તેમ નીલ (લીલા) રાતા, પીળા અને શુક્લ પુદ્ગલદ્રવ્ય સંબન્ધે પણ જાણવું. એ પ્રમાણે સુગંધી, દુર્ગંધી, કટુક યાવદ્ મધુર દ્રવ્ય સંબન્ધુ તથા કર્કશ યાવદ્-રુક્ષ પુદ્ગલદ્રવ્ય સંબન્ધ જાણવું. ઔદિયક ભાવ ઔદિયક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. ઔદયિક ભાવ સિવાયના બીજા ભાવ સાથે ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપશમિક, તથા પારિણામિક ભાવસંબન્ધ જાણવું. સાંનિપાતિક ભાવ સાંનિપાતિક ભાવની સાથે ભાવથી તુલ્ય છે. તે હેતુથી હે ગૌતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org