________________
શતક-૧૧, ઉદેસો-૧
૨૫૫ કાપોતલેશ્યાવાળા અને તેજલેશ્યાવાળા હોય, અથવા એક કૃષ્ણલેશ્યાવાળો અને એક નીલલેશ્યાવાળો હોય. એ પ્રમાણે દ્વિકસંયોગ, ત્રિકસંયોગ અને ચતુષ્કસંયોગ વડે સર્વ મળીને એંશી ભાંગા કહેવા. હે ભગવનું ! શું તે (ઉત્પલના) જીવો સમ્યગદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિ છે, કે સમ્યગૃમિશ્રાદ્રષ્ટિ છે ? હે ગૌતમ ! તેઓ સમ્યગ્દષ્ટિ નથી, પણ એક જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અથવા અનેક જીવો મિથ્યાદ્રષ્ટીઓ છે, હે ભગવન્! તે (ઉત્પલના) જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તે જ્ઞાની. નથી, પણ એક અજ્ઞાની છે, અથવા અનેક અજ્ઞાનીઓ છે. હે ભગવન! તે (ઉત્પલના) જીવો મનયોગી વચનયોગી કે કાયયોગી છે? હે ગૌતમ ! તેઓ મનયોગી નથી, વચનયોગી નથી, પણ એક કાયયોગી છે અથવા અનેક કાયયોગિઓ છે.
હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો સાકાર ઉપયોગવાળા છે કે અનાકાર ઉપયોગવાળા છે ? હે ગૌતમ ! એક જીવ સાકાર ઉપયોગવાળો છે, અથવા એક જીવ અનાકારઉપયોગવાળો છે-ઇત્યાદિ પૂર્વ પ્રમાણે આઠ ભાંગા કહેવા. હે ભગવનું ! તે (ઉત્પલના) જીવોના શરીરો કેટલા વર્ણવાળાં, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને કેટલા સ્પર્શવાળાં કહ્યાં છે? હે ગૌતમ ! પાંચ વર્ણવાળાં, પાંચ રસવાળાં, બે ગંધવાળાં અને આઠ સ્પર્શવાળાં કહ્યાં છે. અને જીવો પોતે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ રહિત છે. હે ભગવનું ! શું તે (ઉત્પલના) જીવો ઉછુવાસક છે, નિઃશ્વાસક છે કે અનુષ્કૃવાસનિઃશ્વાસક હોય છે? હે ગૌતમ ! કોઈ એક ઉચ્છવાસક છે, કોઈ એક નિઃશ્વાસક છે, અને કોઈ એક અનુચ્છવાસનિઃશ્વાસક પણ છે. અથવા અનેક જીવો ઉછુવાસક છે, અનેક નિઃશ્વાસક છે, અને અનેક અનુચ્છુવાશક-નિઃશ્વાસક પણ છે. અથવા એક ઉચ્છુવાસક, અને એક નિશ્વાસક છે, અથવા એક ઉચ્છવાસક અને એક અનુચ્છવાસક નિશ્વાસક છે, અથવા એક નિઃશ્વાસક અને એક અનુવાક-નિઃશ્વાસક છે, અથવા એક ઉચ્છવાસક, એક નિઃપ્શવાસક અને એક અનુચ્છવાસનિઃશ્વાસક છે. - એ પ્રમાણે આઠ ભાંગા કરવા. એ સર્વમળીને છવ્વીશ ભાંગા થાય છે.
' હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો આહારક છે કે અનાહારક છે? હે ગૌતમ! તેઓ સઘળા અનાહારક નથી, પણ એક આહારક છે, અથવા એક અનાહારક છે.ઈત્યાદિ આઠ ભાંગા અહીં કહેવા. હે ભગવન્! શું તે ઉત્પલના જીવો સર્વવિરતિ છે, અવિરતિ છે કે વિરતાવિરત છે? હે ગૌતમ ! તે સર્વવિરતિ નથી, વિરતાવિરત દેશવિરત) નથી, પણ એક જીવ અવિરતિ છે, અથવા અનેક જીવો અવિરતિ છે. હે ભગવન! તે ઉત્પલના જીવો શું સક્રિય છે કે અક્રિય છે? હે ગૌતમ! તેઓ અક્રિય નથી પણ તેમાંનો એક જીવ સક્રિય છે અથવા અનેક જીવો સક્રિય છે. હે ભગવનું ! શું તે ઉત્પલના જીવો. સાત પ્રકારે કર્મના બંધક છે કે આઠ પ્રકારે કર્મના બંધક છે ? હે ગૌતમ ! તે જીવો સાત પ્રકારે કર્મના બંધક છે, અથવા આઠ પ્રકારે બંધક છે. અહીં આઠ ભાંગા કહેવા. હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો આહારસંજ્ઞાના ઉપયોગવાળા, ભયસંજ્ઞા ઉપયોગ વાળા, મૈથુનસંજ્ઞાઉપયોગવાળા, કે પરિગ્રહસંજ્ઞા ઉપયોગવાળા છે ? તેઓ આહાર સંજ્ઞાના ઉપયોગવાળા છે-ઈત્યાદિ એંશી ભાંગા કહેવા.
હે ભગવનું ! શું તે ઉત્પલના જીવો ક્રોધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા કે લોભકષાયવાળા છે ? હે ગૌતમ ! અહીં પણ એંશી ભાંગા કહેવા. હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org