________________
૨૫૪
ભગવઇ-૧૧-૧/૪૯૮ ૪િ૯૮) તે કાલે-તે સમયે રાજગૃહ નગરને વિષે પર્યાપાસના કરતા (ગૌતમ) આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્!ઉત્પલ શું એક જીવવાનું છે કે અનેકજીવવાનું છે? હે ગૌતમ! તે એક જીવવાનું છે, પણ અનેક જીવવાનું નથી. ત્યાર પછી જ્યારે તે ઉત્પલને વિષે બીજા જીવો-જીવાશ્રિત પાંદડા વગેરે અવયવો-ઉગે છે ત્યારે તે ઉત્પલ એક જીવવાનું નથી, પણ અનેક જીવવાનું છે. હે ભગવન્! (ઉત્પલમાં) તે જીવો ક્યાંથી આવીને ઉપજે છે-શું. નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઉપજે છે ? હે ગૌતમ ! તે જીવો નરયિકથી આવીને ઉપજતા નથી, પણ તિર્યંચથી, મનુષ્યથી કે દેવથી આવીને ઉપજે છે. જેમ પ્રજ્ઞાપના સૂત્રનાં વ્યુત્ક્રાંતિપદમાં કહ્યું છે તે પ્રમાણે વનસ્પતિકાયિકોમાં યાવતુ ઈશાન દેવલોક સુધીના જીવોનો ઉપપાત કહેવો. હે ભગવન્! તે જીવો (ઉત્પલમાં) એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાતા જીવો એક સમયમાં ઉત્પનું થાય.
હે ભગવન્! તે ઉત્પલના જીવો સમયે સમયે કાઢવામાં આવે તો કેટલે કાલે તે પૂરા કાઢી શકાય ? હે ગૌતમ ! જો તે જીવો સમયે સમયે અસંખ્ય કાઢવામાં આવે, અને તે અસંખ્ય ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ સુધી કાઢવામાં આવે તો પણ તે પૂરા કાઢી શકાય નહીં. હે ભગવન્! ઉત્પલના જીવોની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ! જઘન્ય-અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી, અને ઉત્કૃષ્ટ કઈક અધિક હજાર યોજન હોય છે. હે ભગવન્! તે જીવો શું જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાનાવરણીય કર્મના અબંધક નથી, પણ બન્ધક છે. એ પ્રમાણે વાવ અંતરાયકર્મ સંબંધે પણ જાણવું. પરન્તુ આયુષકર્મના સંબંધે પ્રશ્ન કરવો. હે ગૌતમ ! (ઉત્પલનો) એક જીવ બંધક છે, એક જીવ અબંધક છે, અનેક જીવો બંધક છે, અનેક જીવો અબંધક છે, અથવા એક બંધક અને એક અબંધક છે, અથવા એક બંધક અને અનેક અબંધક છે, અથવા અનેક બંધક અને એક અબંધક છે, અથવા અનેક બંધક અને અનેક અબંધક છે. એ પ્રમાણે એ આઠ ભાંગા જાણવા.
હે ભગવન્! તે ઉત્પલના જીવો જ્ઞાનાવરણીયકર્મના વેદક છે કે અવેદક છે ? હે. ગૌતમ! તેઓ અવેદક નથી, પણ એક જીવ વેદક છે. એ પ્રમાણે યાવત્ અંતરાય કર્મ સુધી જાણવું. હે ભગવન્! તે (ઉત્પલના) જીવો સાતાના વેદક છે કે અસાતાના વેદક છે? હે ગૌતમ ! તે જીવો સાતાના વેદક છે અને અસાતાના પણ વેદક છે. અહીં પૂર્વ પ્રમાણે આઠ ભાંગા કહેવા. હે ભગવન્! તે (ઉત્પલના) જીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા છે. હે ગૌતમ ! તેઓ જ્ઞાનાવરણીયકર્મના અનુદયવાળા નથી, પણ એક જીવ ઉદયવાળો છે અથવા અનેક જીવો ઉદયવાળા છે. એ પ્રમાણે યાવતુ અંતરાયકર્મ સંબંધે જાણવું. હે ભગવન્! શું તે ઉત્પલના) જીવો જ્ઞાનાવરણીયકર્મના ઉદીરક છે કે અનુદીરક છે ? હે ગૌતમ ! તેઓ અનુદીરક નથી, પણ એક જીવ ઉદીરક છે, અથવા અનેક જીવો ઉદીરક છે. એ પ્રમાણે યાવત્ અંતરાયકર્મ સુધી જાણવું પરતુ વિશેષ એ છે કે વેદનીયકર્મ અને આયુષકર્મમાં પૂર્વવતુ આઠ ભાંગા કહેવા. - હે ભગવન્! શું તે (ઉત્પલના) જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા, કાપોતલેશ્યાવાળા કે તેજલેશ્યાવાળા હોય ? હે ગૌતમ ! એક જીવ કૃષ્ણલેશ્યાવાળો, યાવત્ એક તેજોલેશ્યાવાળો હોય, અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યાવાળા, નીલલેશ્યાવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org