________________
૨૫૬
ભગવઇ-૧૧/-/૧/૪૯૮ ભગવન્! શું તે ઉત્પલના જીવો સ્ત્રીવેદવાળા, પુરુષવેદવાળા કે નપુંસકદવાળા હોય? હે ગૌતમ ! તે સ્ત્રીવેદવાળા નથી, પુરુષવેશવાળા નથી, પણ એક જીવ નપુંસકવેદવાળો કે અનેક નપુંસકદવાળા હોય. હે ભગવન્! શું તે ઉત્પલના જીવો ત્રીવેદના બંધક, પુરુષ વેદના બંધક કે નપુંસક વેદના બંધક છે ? હે ગૌતમ! ત્રણે વેદના બંધક છે. અહીં પણ છવ્વીશ ભાંગા કહેવા. હે ભગવન્! શું તે-ઉત્પલ જીવો સંજ્ઞી છે કે અસંજ્ઞી છે? હે ગૌતમ! તે સંજ્ઞી નથી, એક અસંશી છે, અથવા અનેક અસંશિઓ છે. હે ભગવનું ! તે ઉત્પલજીવો ઈદ્રિયસહિત છે કે ઈકિયરહિત છે ? હે ગૌતમ ! તે ઈદ્રિયરહિત નથી, પણ એક જીવ ઈદ્રિયવાળો છે, અથવા અનેક જીવો ઈદ્રિયવાળા છે.
હે ભગવન્! તે ઉત્પલનો જીવ ઉત્પલપણે કાલથી ક્યાંસુધી રહે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ હે ભગવન્! તે ઉત્પલનો જીવ પૃથિવી કાયિકમાં આવે, અને ફરીથી પાછો ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાળ સેવે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ સુધી. કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યકાલ; એટલો કાલ સેવે - હે ભગવન્! તે ઉત્પલનો જીવ અખાયિકપણે ઉપજે અને ફરીથી તે પાછો ઉત્પલમાં આવે, એ પ્રમાણે કેટલો કાલ ગમનાગમન કરે? પૂર્વવતુ.જેમ પૃથિવીના જીવ સંબધે કહ્યું તેમ યાવતું વાયુના જીવ સુધી કહેવું. હે ભગવનું ! તે ઉત્પલનો જીવ વનસ્પતિમાં આવે, અને તે ફરીથી ઉત્પલમાં આવે એ પ્રમાણે કેટલો કાલ સેવે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, અને ઉત્કૃષ્ટથી અનંત ભવ સુધી. કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી અનંત કાલ-વનસ્પતિકાલ પર્યન્ત.
હે ભગવન્! તે ઉત્પલનો જીવ બેઈન્દ્રિયમાં આવે, અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એ પ્રમાણે તે કેટલો કાળ સેવે? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ. ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવો, તથા કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી સંખ્યાતો કાલ; એજ પ્રમાણે ત્રીન્દ્રિયપણે, અને ચતુરિંદ્રિયજીવપણે પૂર્વવતુ કાલ જાણવો. હે ભગવનું ! ઉત્પલનો જીવ પંચેન્દ્રિયતિયચયોનિકપણે ઉપજે અને તે ફરીથી ઉત્પલપણે ઉપજે, એમ કેટલો કાલ ગમનાગમન કરે ? હે ગૌતમ ! ભવની અપેક્ષાએ જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભલો, કાલની અપેક્ષાએ જઘન્યથી બે અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ; એ પ્રમાણે ઉત્પલનો જીવ મનુષ્ય સાથે પણ યાવતુ એટલો કાલ ગમનાગમન કરે. હે ભગવન્! તે ઉત્પલના જીવો કયા પદાર્થનો આહાર કરે ? હે ગૌતમ ! તે જીવો દ્રવ્યથી અનન્તપ્રદેશિક દ્રવ્યોનો આહાર કરે, ઈત્યાદિ સર્વ આહારક ઉદ્દેશકમાં વનસ્પતિકાયિકોનો આહાર કહ્યો છે તે પ્રમાણે યાવતુ તેઓ સવત્મિના આહાર કરે છે, ત્યાં સુધી કહેવું, પરન્તુ એટલો વિશેષ છે કે તેઓ અવશ્ય છએ દિશીનો આહાર કરે છે, બાકી બધું પૂર્વવતુ.
હે ભગવન્! તે ઉત્પલના જીવોની સ્થિતિ કેટલા કાલ ની છે? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટથી દસહજાર વર્ષ હે ભગવન્! તે ઉત્પલના જીવોને કેટલા સમુદ્યાતો કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ વેદના સમુદ્યાત, કષાયસમુદ્યાત અને મરણાંતિકસમુદુઘાત. હે ભગવન્! તે જીવો મરણાંતિક સમુદ્રઘાત વડે સમવહ થઇને મરે, કે અસમવહતમરે? હે ગૌતમ! બંને રીતે હે ભગવન્! તે ઉત્પલના જીવો મરીને તરત ક્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org