________________
૨૪૪
શતક ૧૦
ઉદ્દેશક૧ઃ
[૪૭૪]દિશા, સંવૃત અનગાર, આત્મદ્ધિ, શ્યામહસ્તી, દેવી, સભા અને ઉત્તર દિશાના અન્તરદ્વીપો-એ સંબન્ધે દશમાં શતકમાં ચોત્રીશ ઉદ્દેશકો છે.
[૪૭૫] રાગૃહ નગરમાં (ગૌતમ) યાવત્ આ પ્રમાણે બોલ્યા-હે ભગવન્ ! આ પૂર્વદિશા એ શું કહેવાય છે ? હે ગૌતમ ! તે જીવરૂપ અને અજીવરૂપ કહેવાય છે. હે ભગવન્ ! આ પશ્ચિમ દિશા એ શું કહેવાય છે ? હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. એ પ્રમાણે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા,અને અધોદિશા સંબન્ધે પણ જાણવું.હે ભગવન્ ! કેટલી દિશાઓ કહી છે ? હે ગૌતમ ! દશ દિશાઓ કહી છે; પૂર્વ, પૂર્વદક્ષિણ દક્ષિણ, દક્ષિણપશ્ચિમ, પશ્ચિમ, પશ્ચિમોત્તર, ઉત્તર, ઉત્તરપૂર્વક, ઊર્ધ્વ અને અધો દિશા. હે ભગવન્ ! એ દશ દિશાઓનાં કેટલાં નામ કહ્યાં છે ? હે ગૌતમ ! દશ નામ કહ્યાં છે. ઇન્દ્રી (પૂર્વ), આગ્નેયી, યામ્યા, નૈઋતી, વારુણી, વાયવ્ય, સોમ્યા, ઐશાની, વિમલા અને તમા (અધો દિશા). હે ભગવન્ ! ઐન્દ્રી શું જીવરૂપ છે, જીવના દેશરૂપ છે કે જીવના પ્રદેશરૂપ છે ? અથવા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે કે અજીવના પ્રદેશરૂપ છે ? હે ગૌતમ ! તે સર્વે છે. તેમાં જે જીવો છે તે અવશ્ય એકેન્દ્રિય, બેઇન્દ્રિય, યાવત્ પંચેન્દ્રિય, તથા અનિન્દ્રિય (સિદ્ધો) છે. જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિયના યાવદ્ અનેિંદ્રિયમુક્તજીવના દેશો છે. જે જીવપ્રદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય યાવદ્ અનિન્દ્રિય (મુક્ત) જીવના પ્રદેશો છે. વળી જે અજીવો છે તે બે પ્રકારના કહ્યા છે,એક રૂપિઅજીવ અને અરૂ-િ પઅજીવ. તેમાં જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના કહ્યા છે,-સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને ૫૨માણુ પુદ્ગલ. તથા જે અરૂપિજીવો છે તે સાત પ્રકારના કહ્યા છે, નોધમસ્તિ કાયરૂપ ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયનો પ્રદેશો, નોઅધર્માસ્તિકાયરૂપ અધર્મસ્તિકાયનો દેશ, અધમસ્તિકાયના પ્રદેશો, નો આકાશાકિયારૂપ આકાશાસ્તિકાયનો દેશ, આકાશા- સ્તિકાયના પ્રદેશો. અને અહ્વાસમય (કાલ).
ભગવઇ - ૧૦/-/૧/૪૬૪
હે ભગવન્ ! આગ્નેથી દિશા શું જીવરૂપ છે, જીવદેશરૂપ છે કે જીવપ્રદેશરૂપ છે— ઇત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! નોજીવરૂપ જીવના દેશ અને જીવના પ્રદેશરૂપ છે, અજીવ રૂપ છે, અજીવના દેશરૂપ છે અને અજીવના પ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવના દેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના દેશો છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયજીવનો દેશ છે, અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયના દેશો છે; અથવા એકેન્દ્રિયોના દેશો અને બેઇન્દ્રિયોના દેશો છે. અથવા એકેન્દ્રિયના દેશો અને ત્રીન્દ્રિયનો દેશ છે--ઇત્યાદિ પૂર્વ પ્રમાણે અહિં ત્રણ વિકલ્પો જાણવા. એ પ્રમાણે યાવદ્ અનેિંદ્રિય સુધી ત્રણ વિકલ્પો-કહેવા. તેમાં જે જીવના પ્રદેશો છે. તે અવશ્ય એકેન્દ્રિયોના પ્રદેશો છે, અથવા એકેન્દ્રિ યોના પ્રદેશો અને બેઇન્દ્રિયના પ્રદેશો છે, એ પ્રમાણે સર્વત્ર પ્રથમ ભાંગા સિવાય બે ભાંગા જાણવા, એ પ્રમાણે યાવદ્ અનેિંદ્રિય સુધી જાણવું. હવે જે અજીવો છે તે બે પ્રકાર ના છે, -રૂપિઅજીવ,અરૂપિઅજીવ. જે રૂપિઅજીવો છે તે ચાર પ્રકારના છે, -સ્કંધો, યાવત્ પરમાણુપુદ્ગલો. તથા જે અરૂપિઅજીવો છે તે સાત પ્રકારના છે, નોધર્માસ્તિકાયરૂપ ધર્માસ્તિકાયનો દેશ, ધર્માસ્તિકાયના પ્રદેશો, એ પ્રમાણે અધર્માસ્તિકાય સંબન્ધ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org