________________
શતક-૯, ઉદ્દેસો-૩૪
૨૪૩
શા હેતુથી કહો છો? હે ગૌતમ ! તે હણનારના મનમાં એ પ્રમાણે હોય છે કે ‘હું કોઇ એક ત્રસ જીવને હણું છું”, પણ તે કોઈ એક ત્રસ જીવને હણતો તે સિવાય બીજા અનેક ત્રસ જીવોને હણે છે. માટે. હે ભગવન્ ! ઋષિને હણતો કોઈ પુરુષ શું ૠષિને હણે કે ઋષિ સિવાય બીજાને પણ હણે ? હે ગૌતમ ! તે બંનેને હશે. હે ભગવન્ ! એ પ્રમાણે આપ શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! તે હણનારના મનમાં એમ હોય છે કે ‘હું એક ઋષિને હણું છું', પણ તે એક ઋષિને હણતો અનંત જીવોને હણે છે. ઇત્યાદિ હે ભગવન્ ! કોઇ પુરુષ બીજા પુરુષને હણતો શું પુરુષના વૈરથી બન્ધાય કે નોપુરુષના વૈરથી બન્ધાય ? હે ગૌતમ ! તે અવશ્ય પુરુષના વૈરથી બન્ધાય, અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરથી બન્ધાય, અથવા પુરુષના વૈરથી અને નોપુરુષના વૈરોથી બન્ધાય. એ પ્રમાણે અશ્વસંબન્ધુ અને યાવત્ ચિલ્લલક સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! ઋિષનો વધ કરનાર પુરુષ શું ઋષિના વૈરથી બન્ધાય કે નોઋષિના વૈરથી બન્ધાય ? હે ગૌતમ ! તે બંને થી બંધાય.
હૈ
[૪૭૨] હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-શ્વાસો વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ? હે ગૌતમ ! હા, હે ભગવન્ ! પૃથિવી- કાયિક જીવ અપ્લાયિકને આનપ્રાણરૂપે - શ્વાસોચ્છ્વાસરૂપે ગ્રહણ કરે અને મૂકે ? હા, ગૌતમ ! એ પ્રમાણે અગ્નિકાય, વાયુકાયિક અને વનસ્પતિકાયિકસંબન્ધુ પ્રશ્નો કરવા. હે ભગવન્ ! અપ્સાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે-ગ્રહણ કરે અને મૂકે ? એ રીતે પૂર્વ પ્રમાણે જાણવું. હે ભગવન્ ! અપ્લાયિક જીવ અપ્લાયિકને આનપ્રણરૂપે- ગ્રહણ કરે અને મૂકે ? પૂર્વ પ્રમાણે જાણવું. એ પ્રમાણે તેજઃકાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબન્ધે પણ જાણવું. હે ભગવન્ ! અગ્નિકાયિક જીવ પૃથિવીકાયિકને આનપ્રાણરૂપે- ગ્રહણ કરે અને મૂકે ? એ પ્રમાણે યાવત્ હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણ રૂપે-ગ્રહણ કરે અને મૂકે ? ઉત્તર પૂર્વવત્. હે ભગવન્ ! પૃથિવીકાયિક જીવ પૃથિવીકા યિકને આનપ્રાણરૂપે- ગ્રહણ કરતો અને મૂકતો કેટલી ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો હોય. હે ભગ વન્ ! પૃથિવીકાયિક જીવ અપ્લાયિકને આનપ્રાણ- રૂપે-ગ્રહણ કરતો ઇત્યાદિ પૂર્વ વત્. એ પ્રમાણે યાવન્દૂ વનસ્પતિકાયિક સંબન્ધે પણ જાણવું. તથા એ પ્રમાણે અપ્લાયિકની સાથે સર્વ પૃથિવીકાયાદિકનો સંબન્ધ કહેવો. તેજ પ્રકારે તેજ કાયિક અને વાયુકાયિકની સાથે સર્વનો સંબન્ધ કહેવો. યાવત્ હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયિકને આનપ્રાણરૂપે શ્વાસોચ્છ્વાસરૂપે ગ્રહણ કરતો હે ગૌતમ ! તે કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય.
[૪૭૩] હે ભગવન્ ! વાયુકાયિક જીવ વૃક્ષના મૂળને કંપાવતો કે પાડતો કેટલી હે ક્રિયાવાળો હોય ? હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયાવાળો હોય, કદાચ ચારક્રિયાવાળો હોય અને કદાચ પાંચક્રિયાવાળો પણ હોય. એ પ્રમાણે યાવત્ કંદ સંબન્ધ જાણવું. એ પ્રમાણે યાવત્ બીજને કંપાવતો-ઇત્યાદિ સંબન્ધુ પ્રશ્ન. હે ગૌતમ ! કદાચ ત્રણક્રિયાવાળો, કદાચ ચારક્રિયાવાળો અને કદાચ પાંચમ્પિયાવાળો હોય. હે ભગવન્ ! તે એમજ છે.
શતકઃ ૯-ઉદ્દેસાઃ ૩૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ શતકઃ ૯-ગુર્જરછાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org