________________
૨૩૮
ભગવાઇ- ૯-૩૩૪૫ જીતી તું સિદ્ધિગતિમાં નિવાસ કર. ઘેર્યરૂપ કચ્છને મજબૂત બાંધીને તપવડે રાગદ્વેષરૂપ મલ્લોનો ઘાત કર. ઉત્તમ શુકલ ધ્યાનવડે અષ્ટકમરૂપ શત્રનું મર્દન કર. વળી હે ધીર! તું અપ્રમત્ત થઈ ત્રણલોકરૂપ રંગમંડપ મધ્યે આરાધનાપતાકાને ગ્રહણ કરી નિર્મળ અને અનુત્તર એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર, અને જિનવરે ઉપદેશેલ સરલ સિદ્ધિમાર્ગવડે પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કર. પરીષહરૂપ સેનાને હણીને ઈન્દ્રિયોને પ્રતિકૂલ ઉપસગોનો પરાજય કર. તને ધર્મમાં અવિળ થાઓ'- એ પ્રમાણે તેઓ અભિનંદન આપે છે અને સ્તુતિ કરે છે. ત્યારબાદ તે જમાલિ હજારો નેત્રોની માલાઓથી વારંવાર જોવાતોઇત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કૃણિકાનો પ્રસંગે કહ્યું છે તેમ અહિં જાણવું, યાવતુ તે
જમાલિ] નીકળે છે. બ્રાહ્મણ કુંડગ્રામનગર છે, જ્યાં બહુશાલ ચૈત્ય છે ત્યાં આવે છે. તીર્થંકરના છત્રાદિક અતિશયોને જુએ છે, જોઈને હજારપુરુષોથી વહન કરાતી તે શિબિકાને ઉભી રાખે છે. ઉભી રાખીને તે શિબિકા થકી નીચે ઉતરે છે. ત્યારપછી તે
માલિને આગળ કરી તેના માતા-પિતા જ્યાં શ્રમણભગવાનુમહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવતુ નમી તેઓ બોલ્યા કે હે ભગવનએ પ્રમાણે ખરેખર આ જમાલિ અમારે એક ઇષ્ટ અને પ્રિય પુત્ર છે, જેનું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શન દુર્લભ હોય તેમાં શું કહેવું? જેમ કોઈ એક કમળ, પદ્મ, યાવતુ સહસ્ત્રપત્ર કાદવમાં ઉત્પન્ન થાય, અને પાણીમાં વધે, તોપણ તે પંકની રજથી તેમ જલના કણથી લેવાતું નથી, એ પ્રમાણે આ જમાલિકુમાર પણ કામથકી ઉત્પન્ન થયો છે અને ભોગોથી વૃદ્ધિ પામ્યો છે, તો પણ તે કામરજથી અને ભોગરજથી લપાતો નથી, તેમજ મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન, સંબન્ધી અને પરિજનથી પણ લપાતો નથી. હે દેવાનુપ્રિય ! આ જમાલિકુમાર સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છે, જન્મ મરણથી ભયભીત થયો છે, અને દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ-દીક્ષિત થઈને અગાર વાસથી અનગારિકપણાને સ્વીકારવાને ઇચ્છે છે. તો દેવાનુપ્રિયને અમે આ શિષ્યરૂપી ભિક્ષા આપીએ છીએ. આપ આ શિષ્યરૂપ ભિક્ષાનો સ્વીકાર કરો.”
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે જમાલિ ક્ષત્રિકુમારને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબન્ધ કરો.” જ્યારે શ્રમણ ભગવાનું મહાવીરે જમાલિકુમારને એ પ્રમાણે કહ્યું ત્યારે તે હર્ષિત થઈ, તુષ્ટ થઈ, યાવત્ શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરી યાવત્ નમસ્કાર કરી, ઉત્તરપૂર્વ દિશા તરફ જાય છે. પોતાની મેળે આભરણ, માલા અને અલંકાર ઉતારે છે. પછી તે જમાલિ કુમારની માતા હંસના ચિહ્નવાળાં પટશાટકથી આભરણ, માલા અને અલંકારોને ગ્રહણ કરે છે. હાર અને પાણીની ધાર જેવા આંસુ પાડતી તેણે પોતાના પુત્ર જમાલિને આ પ્રમાણે કહ્યું કે હે પુત્ર ! સંયમને વિષે પ્રયત્ન કરજે, યત્ન કરજે, હે પરાક્રમ કરજે, સંયમ પાળવામાં પ્રમાદ ન કરીશ. એ પ્રમાણે (કહીને) તે જમાલિના માતા-
પિતા શ્રમણભગવંતમહાવીરને વાંદે છે, નમે છે; વાંદી અને નમીને જે દિશાથી તેઓ આવ્યા હતા તે દિશાએ પાછા ગયા. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિય- કુમાર પોતાની મેળે પંચ મુષ્ટિક લોચ કરે છે, કરીને જ્યાં શ્રમણ ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે, આવીને ઋષભદત્ત બ્રાહ્મણની પેઠે તેણે પ્રવ્રજ્યા લીધી. પરન્તુ જમાલિ ક્ષત્રિયકુમારે પાંચસો પુરુષો સાથે પ્રવ્રજ્યા લીધીઈત્યાદિ સર્વ જાણવું. યાવતુ તે જમાલિ અનગાર સામાયિકાદિ અગીઆર અંગોને ભણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org