________________
શતક-૯, ઉદેસો-૩૩
૨૩૭ તે જમાલિના પિતાએ બોલાવેલા તે પુરુષો હર્ષિત અને તુષ્ટ થયા. સ્નાન કરી, બલિકમ કરી, કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કરી, એકસરખાઘરેણાં અને વસ્ત્રરૂપ પરિકર વાળા થઈને તેઓ જ્યાં જમાલિ ક્ષત્રિયકુમારના પિતા છે ત્યાં આવે છે. આવીને હાથ જોડી યાવતું વધાવી તેઓએ કહ્યું કે- હે દેવાનુપ્રિયો ! જે કાર્ય અમારે કરવાનું હોય તે ફરમાવો.' પછી તે જમાલિકુમારના પિતાએ તે હજાર કૌટુંબિક ઉત્તમ યુવાન પુરુષોને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયો ! સ્નાન કરી, બલિકર્મ કરી અને યાવતુ એક સરખાં આભ- હરણ અને વસ્ત્રરૂપપરિકરવાળા તમે જમાલિની શિબિકાને ઉપાડો.” પછી તે જ શાલિના પિતાનું વચન સ્વિકારી સ્નાન કરેલા યાવતુ સરખો પહેરવેશ ધારણ કરેલા તે કૌટુંબિકપુરુષો જમાલિકુમારની શિબિકા ઉપાડે છે. પછી જ્યારે તે જમાલિકુમાર હજારપુરુષોથી ઉપાડેલી શીબિકામાં બેઠો ત્યારે સૌ પહેલાં આ આઠ આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા. તે આ પ્રમાણે સ્વસ્તિક, શ્રીવત્સ, યાવત્ દર્પણ. તે આઠ મંગળ પછી પૂર્ણ કલશ ચાલ્યો-ઇત્યાદિ ઉવવાઈ- સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુજય જય શબ્દનો ઉચ્ચાર કરતા તેઓ આગળ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી ઘણા ઉગ્રકુલમાં ઉત્પન્ન થયેલા, ભોગકુલમાં ઉત્પન્ન થયેલા પુરુષો ઉવવાઈ સૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતું મોટાપુરુષો રૂપી વાગરાથી વીંટાયેલા જમાલિની આગળ, પાછળ અને પડખે અનુક્રમે ચાલ્યા.
ત્યારપછી તે જમાલિકુમારના પિતા સ્નાન કરી, બલિકમ કરી યાવત્ વિભૂષિત થઈ હાથીના ઉત્તમ સ્કંધ ઉપર ચડી, કોટક પુષ્પની માળા યુક્ત. ધારણ કરાતા છત્રસહિત, બે શ્વેત ચામરોથી વીંજાતા, ઘોડા, હાથી, રથ ને પ્રવર યોદ્ધાઓ સહિત ચતુરંગિણી સેના સાથે પરિવૃત થઈ, મોટા સુભટના વૃન્દથી યાવતું વીંટાયેલા જમાલિ ક્ષત્રિય કુમારની પાછળ ચાલે છે, ત્યારપછી તે જમાલિની આગળ મોટા અને ઉત્તમ ઘોડાઓ અને બને પડખે ઉત્તમ હાથીઓ, પાછળ રથો અને રથનો સમૂહ ચાલ્યો. ત્યારબાદ તે જમાલિકુમાર સર્વ ઋદ્ધિસહિત યાવતુ વાજિંત્રના શબ્દસહિત ચાલ્યો. તેની આગળ કલશ અને તાલવૃત્તને લઇને પુરષો ચાલતા હતા, તેના ઉપર ઉંચે શ્વેતછત્ર ધારણ કરાયું હતું, અને તેના પડખે શ્વેતચામર અને નાના પંખાઓ વીંજાતા હતા. ત્યારપછી કેટલાક લાકડીવાળા, માળાવાળા, પુસ્તકવાળા યાવતું વીણાવાળા પુરુષો ચાલ્યા. ત્યારપછી એકસો આઠ હાથી, એકસો આઠ ઘોડા અને એકસો આઠ રથો ચાલ્યા, ત્યારપછી લાકડી, તલવાર અને ભાલાને ગ્રહણ કરી મોટું પાયદળ આગળ ચાલ્યું, ત્યારપછી ઘણા યુવરાજો, ધનિકો, તલવરો, યાવતુ સાર્થવાહ પ્રમુખ આગળ ચાલ્યા. યાવત્ ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચે થઈને જ્યાં બ્રહ્મણકુંડગ્રામનગર છે, જ્યાં બહુશાલકચૈત્ય છે અને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર છે ત્યાં જવાનો વિચાર કર્યો.
ત્યારપછી ક્ષત્રિયકુંડગ્રામનગરની વચોવચ નિકળતા તે જમાલિક્ષત્રિયકુમારને શૃંગાટક, ત્રિક, ચતુષ્ક યાવતુ માગોમાં ઘણા ધનના અર્થિઓએ, કામના અર્થિઓએઈત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કહ્યા પ્રમાણે યાવતુ અભિનંદન આપતા, સ્તુતિ કરતા આ પ્રમાણે કહ્યું કે હે નંદ આનન્દદાયક ! તારો ધર્મ વડે જય થાઓ, હે નન્દ ! તારો તપવડે જય થાઓ, હે નન્દ તારું ભદ્ર થાઓ, –અખંડિત અને ઉત્તમ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે અજિત એવી ઇન્દ્રિયોને તું જિત, અને જીતિને શ્રમણ ધર્મનું પાલન કર. હે દેવ ! વિનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org