________________
૨૩૬
ભગવાઈ- ૯-૩૩/૪૫ હંસના ચિહ્નયુક્ત એવું પટશાટક પહેરાવે છે. હાર અને અર્ધહારને પહેરાવે છે. એ પ્રમાણે જેમ સૂર્યાભના અલંકારનું વર્ણન કરેલું છે તેમ અહિં કરવું, યાવતું વિચિત્ર રત્નોથી જડેલા ઉત્કૃષ્ટ મુકુટને પહેરાવે છે. વધારે શું કહેવું? પણ ગ્રંથિમ-ગુંથેલી, વેષ્ટિમ વિટલી, પૂરિમ-પૂરેલી અને સંઘાતિન-પરસ્પર સંઘાત વડે તૈયાર થયેલી ચારે પ્રકારની માળાઓ વડે કલ્પવૃક્ષની પેઠે તે જમાલિકુમારને અલંકત કરે છે. ત્યાર બાદ તે જમાલિ ક્ષત્રિયકુમારના પિતા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. અને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર સેંકડો સ્તંભોવડે સહિત લીલાપૂર્વક પુતલીઓથી યુક્ત-ઈત્યાદિ રાજ પ્રશ્રયસૂત્રમાં વિમાનનું વર્ણન કર્યું છે તેવી યાવતુ મણિરત્નની ઘંટિકાઓના સમૂહ યુક્ત, હજારપુરષોથી ઉંચકી શકાય તેવી શીબિકા- તૈયાર કરો અને મારી આજ્ઞા પાછી આપો.” ત્યારબાદ તે કૌટુંબિક પુરુષો વાવતુ આજ્ઞાને પાછી આપે છે. ત્યાર પછી તે જમાલિ ક્ષત્રિયકુમાર કેશાલંકાર, વસ્ત્રાલંકાર માલ્યાલંકાર અને આભરણાકલંકાર એ ચાર પ્રકારના અલંકારથી અલંકૃત થઈ પ્રતિપૂર્ણ અલંકારથી વિભૂષિત થઈ સિંહાસનથી ઉઠે છે. ઉઠીને શિબિકાને પ્રદક્ષિણા દઇને તેના ઉપર ચઢે છે. ચઢીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા સન્મુખ બેસે છે.
ત્યારપછી તે જમાલિ ક્ષત્રિકુમારની માતા સ્નાન કરી બલિકર્મ કરી યાવતુ શરીરને અલંકૃત કરી, હંસના ચિહ્નવાળા પટશાટકને લઈ શિબિકાને પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢે છે; અને ચઢીને તે જમાલિ ક્ષત્રિયકુમારને જમણે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. પછી જમાલિ ની ધાવમાતા સ્નાન કરી યાવતુ શરીરને શણગારી રજોહરણ અને પાત્રને લઈ તે શિબિકાને પ્રદક્ષિણા કરી તેના ઉપર ચઢે છે, જમાલિ ને ડાબે પડખે ઉત્તમ ભદ્રાસન ઉપર બેઠી. ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારની પાછળ મનોહર આકાર અને સુંદર પહેરેશવાળી, સંગતગતિવાળી યાવત્ રૂપ અને યૌવનના વિલાસથી યુક્ત, સુંદર સ્તનવાળી એક યુવતી હિમ, રજત, કુમુદ મોગરાનું ફુલ અને ચંદ્રસમાન કોરટકપુષ્પની માળાયુક્ત, ધોળું છત્ર હાથમાં લઈ તેને લીલાપૂર્વક ધારણ કરતી ઉભી રહે છે. ત્યારપછી તે જમાલિને બન્ને પડખે શૃંગારના જેવા મનોહર આકારવાળી અને સુંદર વેશવાળી ઉત્તમ બે યુવતી સ્ત્રીઓ યાવતું ઉજ્જવલ વિચિત્ર દંડવાળાં, દીપતાંસ, શંખ, અંક, મોગરાના ફુલ, ચંદ્ર, પાણીના બિન્દુ અને મળેલ અમૃતના ફીણના સમાન ધોળાં ચામરોને ગ્રહણ કરી લીલાપૂર્વક વીંજતી ઉભી રહે છે.
- પછી તે જમાલિ ક્ષત્રિયકુમારની ઉત્તરપૂર્વ દિશાએ શૃંગારના ગૃહ જેવી ઉત્તમ વેષવાળી યાવતુ એક ઉત્તમ સ્ત્રી શ્વેત રજતમય, પવિત્ર પાણીથી ભરેલા અને ઉન્મત્ત હસ્તીના મોટામુખનાઆકારવાળા કલશને ગ્રહણ કરીને વાવતું ઉભી રહે છે. ત્યારપછી તે જમાલિની દક્ષિણપૂર્વક શૃંગારના ગૃહરૂપ ઉત્તમ વેષવાળી વાવતુ એક ઉત્તમ સ્ત્રી વિચિત્ર સોનાના દડવાળા વિંજણાને લઈને ઉભી રહે છે, પછી તે જમાલિ ના પિતાએ કૌટુંબિકપુરુષોને બોલાવ્યા અને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! શીધ્ર સરખા, સમાનત્વચાવાળા, સમાનઉમરવાળા, સમાનલાવણ્ય, રૂપ અને યૌવન ગુણયુક્ત, અને એક સરખા આભરણ અને વસ્ત્રરૂપ પરિકરવાળા એકહજાર ઉત્તમયુવાન કૌટુંબિકપુરુષોને બો લાવો.” પછી તે કૌટુંબિક પુરુષોએ યાવતુ પોતાના સ્વામીનું વચન સ્વીકારીને જલદી એક સરખા અને સરખી ત્વચાવાળા યાવતું એક હજાર પુરુષોને બોલાવ્યા. ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org