________________
શતક-૯, ઉદેસો-૩૩
૨૩૯ છે. ભણીને ઘણા ચતુર્થ ભક્ત, છઠ્ઠ, અને યાવતું માસાર્ધ તથા માસક્ષમણરૂપ વિચિત્ર તપકર્મવડે આત્માને ભાવિત કરતા વિહરે છે.
[૪૬] ત્યાર બાદ અન્ય કોઇ દિવસે તે જમાલિ અનગાર જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. વાંદી અને નમીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભગવનું ! તમારી અનુમતિથી હું પાંચસે અનગારની સાથે બહારના દેશોમાં વિહાર કરવાને ઇચ્છું છું.' ત્યારે શ્રમણ ભગવાનું મહાવીરે જમાલિ અનગારની આ વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો, પરન્તુ મૌન રહ્યા. ત્યાર પછી તે જમાલિ અનગારે બીજી વાર, ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું કેપછી શ્રમણ ભગવાનું મહાવીરે જમાલ અનગારની આ વાતનો બીજી વાર, ત્રીજી વાર પણ આદર ન કર્યો, યાવતુ મૌન રહ્યા. ત્યારબાદ જમાલિ અનગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે. વાંદીને-નમીને શ્રમણ ભગવંત મહાવીર પાસેથી અને બહુશાલચૈત્યથી નીકળે છે, પાંચસો સાધુઓની સાથે બહારના દેશોમાં વિહાર કરે છે. તે કાલે અને તે સમયે ચંપા નામે નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. યાવતુ પૃથિવીશિલાપટ્ટ હતો. હવે અન્ય કોઈ દિવસે તે જમાલિ અનગાર પાંચસો સાધુઓના પરિવારની સાથે અનુક્રમે વિહાર કરતા, એક ગામથી બીજે ગામ જતા જ્યાં શ્રાવસ્તી નામે નગરી છે, અને જ્યાં કોષ્ઠક ચૈત્ય છે ત્યાં આવે છે. ત્યાં આવીને યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરીને સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા વિહરે છે. ત્યારબાદ અન્ય કોઈ દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર અનુક્રમે વિચરતા યાવતુ સુખપૂર્વક વિહાર કરતા જ્યાં ચંપાનગરી છે, અને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય છે ત્યાં આવે છે યથાયોગ્ય અવગ્રહને ગ્રહણ કરી સંયમ અને તપવડે આત્માને ભાવિત કરતા વિચરે છે.
હવે અન્ય કોઇ દિવસે તે જમાલિ અનગારને રસરહિત, વિરસ, અન્ત, પ્રાન્ત, રુક્ષ તુચ્છ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત શીત પાન-ભોજનથી શરીરમાં મોટો વ્યાધિ પેદા થયો, તે વ્યાધિ અત્યન્ત દાહ કરનાર, વિપુલ, સખ્ત, કર્કશ, કટુક, ચંડ, દુઃખરૂપ, કષ્ટસાધ્ય, તીવ્ર અને અસહ્ય હતો, તેનું શરીર પિત્તજ્વરથી વ્યસ્ત હોવાથી તે દાહયુક્ત હતો. હવે તે જમાલિ અનગાર વેદનાથી પીડિત થયેલો પોતાના શ્રમણ નિગ્રંથોને બોલાવી કહ્યું કે હે દેવાનુપ્રિયો ! તમે મારે સુવા માટે સંસ્મારક પાથરો. ત્યારબાદ તે શ્રમણ નિર્ગળ્યો જમાલિનગારની આ વાતનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે, જમાલિ અનગારને માટે સંસારક પાથરે છે. જ્યારે તે જમાલિઅનગાર અત્યંત વેદનાથી વ્યાકુલ થયો ત્યારે ફરીથી શ્રમણ નિગ્રંથોને બોલાવ્યા અને બોલાવીને કહ્યું કે મારે માટે સંસ્મારક કર્યો છે કે કરાય છે?”
- ત્યાર પછી તે શ્રમણ નિર્ગોએ જમાલિ અનગારને એમ કહ્યું કે-દેવાનુપ્રિયને માટે શય્યાસંસ્તારક કર્યો નથી, પણ કરાય છે.' ત્યાર પછી તે માલિ અનગારને આ આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો કે-શ્રમણ ભગવંત મહાવીર જે એ પ્રમાણે કહે છે, થાવતુ પ્રરૂપે છે કે, ચાલતું હોય તે ચાલ્યું કહેવાય, ઉદીરાતું હોય તે ઉદીરાયું કહેવાય, યાવતુ નિર્જરાતું હોય તે નિર્જરાયું કહેવાય, તે મિથ્યા છે. કારણ કે આ પ્રત્યક્ષ દેખાય છે કે, શય્યા સસ્તારક કરાતો હોય ત્યાં સુધી તે કરાયો નથી, પથરાતો હોય ત્યાં સુધી તે પથરાયો નથી; જે કારણથી આ શય્યા-સંસ્તારક કરાતો હોય ત્યાં સુધી તે કરાયો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org