________________
શતક-૯, ઉદ્દેસો૩૧
સમ્યકત્વ યુક્ત થાય છે, અને શીઘ્ર અવધિરૂપે પરાવર્તન પામે છે.
[૪૪૭] હે ભગવન્ ! તે અવધિજ્ઞાની જીવ કેટલી લેગ્યાઓમાં હોય ? હે ગૌતમ ! ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં હોય. તેોલેશ્યા, પદ્મલેશ્યા અને શુલ્કલેશ્યા. હે ભગવન્ ! તે (અવધિજ્ઞાની) જીવ કેટલા જ્ઞાનોમાં હોય ? હે ગૌતમ ! આભિનિ બોધિકશાન. શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન- હે ભગવન્ ! તે સયોગી હોય કે અયોગી ? હે ગૌતમ ! તે સયોગી હોય પણ અયોગી ન હોય. હે ભગવન્ ! જો તે સયોગી હોય, તો શું મનયોગી હોય, વચનયોગી હોય કે કાયયોગી હોય ? હે ગૌતમ ! તે ત્રણે હોય. હે ભગવન્ ! શું તે સાકારજ્ઞાનઉપયોગવાળો હોય કે અનાકાર-દર્શનઉપયોગવાળો હોય ? હે ગૌતમ ! તે બંને હોય. હે ભગવન્ ! ક્યા સંઘયણમાં હોય ? હે ગૌતમ ! તે વજૠષભનારાચસંઘયણવાળો હોય. હે ભગવન્ ! તે કયા સંસ્થાનમાં હોય ? હે ગૌતમ! તેને છ સંસ્થાનમાંનું કોઇ પણ એક સંસ્થાન હોય. હે ભગવન્ ! તે કેટલી ઉંચાઇવાળો હોય ? હે ગૌતમ ! જઘન્યથી સાત હાથ અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષની. હે ભગવન્ ! તે કેટલા આયુષવાળો હોય ? હે ગૌતમ ! જઘન્યથી કાંઇક વધારે આઠ વર્ષ, અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિઆયુષાવાળો હોય. હે ભગવન્ ! શું વેદસંહિત હોય કે વેદરહિત હોય ? હે ગૌતમ ! તે વેદસહિત હોય પણ વેદરહિત ન હોય. હે ભગવન્ ! જો તે વેદસહિત હોય તો શું સ્ત્રીવેદવાળો હોય, પુરુષવેદવાળો હોય, નપુંસકવેદવાળો હોય કે પુરુષનપુંસકવેદવાળો હોય ? હે ગૌતમ ! સ્ત્રીવેદવાળો ન હોય, પણ પુરુષવેદવાળો હોય; નપુંસકવેદવાળો ન હોય, પણ પુરુષનપુંસકવેદવાળો હોય.
[૪૪૮] હે ભગવન્ ! શું તે (અવધિજ્ઞાની) સકષાયી હોય કે અકષાયી હોય ? હે ગૌતમ ! તે સકષાયી હોય, પણ કષાયરહિત ન હોય. હે ભગવન્ ! જો તે કષાયવાળો હોય તો તેને કેટલા કષાયો હોય ? હે ગૌતમ ! તેને સંજ્વલનક્રોધ, માન, માયા ને લોભ-એ ચાર કષાય હોય. હે ભગવન્ ! તેને કેટલા અધ્યવસાયો કહ્યા છે ? હે ગૌતમ ! તેને અસંખ્યાતા અધ્યવસાયો કહ્યાં છે. હે ભગવન્ ! તે અધ્યવસાયો પ્રશસ્ત હોય કે અપ્રશસ્ત હોય ? હે ગૌતમ ! પ્રશસ્ત અધ્યવસાયો હોય, પણ અપ્રશસ્ત ન હોય. હે ભગવન્ ! તે વૃદ્ધિ પામતા પ્રશસ્ત અધ્યવસાયોવડે અનંત નારકના ભવોથી, અનંત તિર્યંચોના ભવથી, અનંતમનુષ્યભવોથી, અને અનંત દેવભવોથી પોતાના આત્માને વિમુક્ત કરે. તથા તેની જે આ નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ નામ ચાર ઉત્તર પ્રકૃતિઓ છે, તેની અને બીજી પ્રકૃતિઓના આધારભૂત અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, અપ્રત્યાખ્યાન કષાયરૂપ ક્રોધ,માન, માયા અને લોભનો ક્ષય કરે, પ્રત્યાખ્યાનાવ૨ણ ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, સંજ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ક્ષય કરે, પાંચ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ, નવ પ્રકારે દર્શનાવરણીય કર્મ, પાંચ પ્રકારે અંતરાય કર્મ, તથા મોહનીય કર્મને છેદાયેલ મસ્તકવાળા તાડવૃક્ષના સમાન (ક્ષીણ) કરીને કર્મ રજને વિખેરી નાંખનાર અપૂર્વ કરણમાં પ્રવેશ કરેલા એવા તેને અનંતા, અનુત્તર, વ્યાઘાતરિહત, આવરણરહિત, સર્વ પદાર્થને ગ્રહણ કરનાર, પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થાય છે.
હે ભગવન્ ! તે કેવલિએ કહેલ ધર્મને કહે, જણાવે અને પ્રરૂપે ? હે ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી, પરન્તુ એક ન્યાય-અને એક ઉત્તર સિવાય. (ધર્મનો ઉપદેશ ન કરે.) હે ભગ
www.jainelibrary.org
Jain Education International
૨૧૧
For Private & Personal Use Only