________________
૨૧૦
ભગવઇ -૯-૩૧(૪૪૫ હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ શું કોઇ જીવ કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રમણ કરે-જાણે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે, મુંડ થઈને અગારવાસ ત્યજી શુદ્ધ અનગારિકપણાને સ્વીકારે, શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે, શુદ્ધ સંયમવડે સંયમયતના-કરે, શુદ્ધ સંવરવડે સંવર-આસવનો રોધ-કરે, શુદ્ધ આભિનિબોધિકજ્ઞાન ઉત્પન કરે, યાવતુ શુદ્ધ મન૫ર્યવજ્ઞાન ઉત્પન્ન કરે અને શુદ્ધ કેવલજ્ઞાન ઉત્પન્ન કરે? હે ગૌતમ ! તે રીતે કોઈ જીવ કેવલજ્ઞાનીએ કહેલા. ધર્મને જાણે અને કોઈ જીવ ન જાણે કોઈ જીવ શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે અને કોઈ જીવ ન કરે, કોઈ જીવ મુંડ થઈને આગારવાસ ત્યજી શુદ્ધ અનગાર પણું સ્વીકારે અને કોઈ જીવ ન સ્વીકારે, કોઇ જીવ શુદ્ધ બ્રહ્મચર્યવાસને ધારણ કરે અને કોઈ જીવ ન કરે, કોઇ જીવ શુદ્ધ સંયમ વડે સંયમયતના કરે અને કોઈ જીવ ન કરે, એ પ્રમાણે સંવરને વિષે પણ જાણવું કોઈ જીવ શુદ્ધ આભિનિબોધિકજ્ઞાનને ઉત્પન્ન કરે અને કોઈ જીવ યાવદ્ ન ઉત્પન્ન કરે, એ પ્રમાણે યાવતું મનપર્યવજ્ઞાન સુધી જાણવું, કોઈ જીવ કેવલજ્ઞાન ઉપજાવે અને કોઈ જીવ ન ઉપજાવે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો કેયાવત્ કોઈ જીવ કેવલજ્ઞાન ન ઉત્પન્ન કરે ? હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મોનો, દર્શનાવરણીય કર્મોનો ધમતરાયિક કર્મોનો, ચારિત્રાવરણીય કર્મોનો, યતનાવરણીયકર્મોનો અધ્યવસાનાવરણીયકર્મોનો, આભિનિબોધિકજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો, યાવતું મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ નથી કર્યો, અને જેણે કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય નથી કર્યો તે જીવ કેવલજ્ઞાની પાસેથી યાવતું સાંભળ્યા વિના કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને સાંભળવાને પ્રાપ્ત ન કરે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ ન કરે, યાવતુ કેવલજ્ઞાનને ન ઉત્પન્ન કરે. તથા જે જીવે જ્ઞાનાવરણીયકર્મોનો, દર્શનાવરણીય કમનો, ધમતરાયિકકર્મોનો, એ પ્રમાણે યાવતુ જેણે કેવલજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય કર્યો છે તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના પણ કેવલિએ કહેલ ધર્મને જાણે, શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે અને યાવતુ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે.
૪૬] તે જીવને નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાપૂર્વક સૂર્યની સામે ઉંચા હાથ રાખી રાખીને આતાપના ભૂમિમાં આતાપના લેતા, પ્રકૃતિના ભદ્રપણાથી, પ્રકૃતિના ઉપશાંતપણાથી, સ્વભાવથી ક્રોધ, માન, માયા અને લોભ ઘણા ઓછા થયેલા હોવાથી, અત્યંત માર્દવતાને પ્રાપ્ત થયેલા હોવાથી, આલીપણાથી, ભદ્રપણાથી અને વિનીત પણાથી અન્ય કોઇ દિવસે શુભ અધ્યવસાયવડે, શુભ પરિણામવડે, વિશુદ્ધ વેશ્યાઓ વડે તદાવરણીય વિભૃગજ્ઞાનાવરણીય) કર્મોનો ક્ષયોપશમથી, ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતા વિભંગ નામે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થએલ વિભંગજ્ઞાન વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખેય હજાર યોજનને જાણે છે અને જુએ છે, ઉત્પન્ન થએલા વિર્ભાગજ્ઞાન વડે તે જીવોને પણ જાણે છે અને અજીવોને પણ જાણે છે, પાખંડી આરંભવાળા, પરિગ્રહવાળા અને સંકલેશને પ્રાપ્ત થયેલા જીવોને પણ જાણે છે અને વિશુદ્ધ જીવોનો પણ જાણે છે, તે વિભંગજ્ઞાની પહેલાંજ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરી શ્રમણધર્મ ઉપર રૂચિ કરે છે, રૂચિ કરી ચારિત્રને સ્વીકારે છે. ચારિત્રને સ્વીકારી લિંગવેષને સ્વીકારે છે, પછી તે વિભંગ જ્ઞાનીના મિથ્યાત્વપયો ક્ષીણ થતા થતા અને સમ્યગ્દર્શન પયયો વધતા વધતા તે વિભંગ અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org