________________
૨૧૨
ભગવાઈ -૯૩૧૪૪૮ વનું! તે કોઇને વ્રજ્યા આપે, મુંડે- હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી, પણ માત્ર ઉપદેશ કરે. હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે? હા, સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખોનો અન્ત કરે.
[૪૯] હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) ઊર્વલોકમાં હોય, અધોલોકમાં હોય કે તિર્યગૂ લોકમાં હોય? હે ગૌતમ! તે ત્રણે લોકમાં હોય જો તે ઊલોકમાં હોય તો જ શબ્દાપાતિ, વિકટાપાતિ, ગંધાપાતિ, અને માલ્યવંત નામે વૃત્તવૈતાઢ્ય પર્વતોમાં હોય. તથા સંહરણને આશ્રયી સૌમનસ્યવનમાં કે પાંડુકવનમાં હોય. જે તે અધોલોકમાં હોય તો ગત-અધોલોકગ્રામાદિમાં કે ગુફામાં હોય, તથા સંહરણને આશ્રયી પાતાલકશમાં કે ભવનમાં હોય. જો તે તિર્યશ્લોકમાં હોય તો તે પંદર કર્મભૂમિમાં હોય અને સંવરણને આશ્રયી અઢી દ્વીપ અને સમુદ્રોના એક ભાગમાં હોય. હે ભગવન્! તે (અશ્રુત્વા કેવલજ્ઞાની) એક સમયે કેટલા હોય? હે ગૌતમ! જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી દસ હોય. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહ્યું છે કે, કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના કોઈ જીવને કેવલિએ કહેલ ધર્મ-શ્રવણનો લાભ થાય અને કેવલી પાસેથી સાંભળ્યા સિવાય કોઈ જીવને કેવલિપ્રણીત ધર્મ શ્રવણનો લાભ ન થાય, યાંવત્ કોઈ જીવ કેવલજ્ઞાનને ઉત્પન્ન કરે અને કોઈ જીવ કેવલજ્ઞાનને ન ઉત્પન કરે.
[૫] હે ભગવન્! કેવલી પાસેથી યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી (ધમી સાંભળીને કોઈ જીવ કેવલિપ્રરૂપિત ધર્મ પ્રાપ્ત કરે? હે ગૌતમ ! કોઈ જીવ કેવલિપ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરે અને કોઈ જીવ ન કરે. એ પ્રમાણે યાવતુ “અશ્રુન્ધા'ની જે વક્તવ્યતા છે તેજ વક્તવ્યતા “શ્રુત્વાને પણ કહેવી. પરન્તુ અહીં ‘કૃત્વા એવો પાઠ કહેવો. બાકી સર્વ પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. યાવતુ જે જીવે મન:પર્યવજ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે, અને જે જીવે કેવલજ્ઞાના- વરણીય કમોનો ક્ષય કર્યો છે તે જીવને કેવલી પાસેથી યાવતુ તેની ઉપાસિકા પાસેથી કેવલીએ કહેલ ધર્મનો લાભ થાય, અને તે શુદ્ધ સમ્યકત્વનો અનુભવ કરે, યાવતુ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે. તેને નિરન્તર અઠ્ઠમ તપ કરવા વડે આત્માને ભાવિત કરતા, પ્રકૃતિની ભદ્રતાથી તેમજ યાવતું માર્ગની ગવેષણા કરતા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તે ઉત્પન્ન થએલ અવધિજ્ઞાન વડે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટથી અલોકને વિષે લોકપ્રમાણ અસંખ્ય ખંડોને જાણે છે અને જુએ છે. હે ભગવન્! તે (અવધિજ્ઞાની) જીવ કેટલી વેશ્યાઓમાં વર્તતો હોય ! હે ગૌતમ! તે છ એ લેયામાં વર્તતો હોય છે.
હે ભગવન્! તે કેટલાં જ્ઞાનમાં વર્તતો હોય? હે ગૌતમ ! તે ત્રણ કે ચાર જ્ઞાનમાં હોય. જો ત્રણ જ્ઞાનમાં હોય તો આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં હોય. જો ચાર જ્ઞાનમાં હોય તો તે આનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં હોય. હે ભગવન્! તે સયોગી હોય કે અયોગી હોય? પૂર્વે કહ્યા પ્રમાણે યોગ, ઉપયોગ, સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, અને આયુષ એ બધા જેમ “અસોચ્ચાને કહ્યા તેમ અહીં કહેવાં. હે ભગવનતે (અવધિજ્ઞાની) શું વેદસહિત હોય-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વેદસહિત હોય કે વેદરહિત પણ હોય. હે ભગવન! જો વેદરહિત હોય તો શું તે ઉપશાંતdદવાળો હોય કે ક્ષીણવેદવાળો હોય ? હે ગૌતમ ! ઉપશાંતdદવાળો ન હોય, પણ ક્ષીણdદવાળો હોય. હે ભગવન! જો વેદસહિત હોય તો શું તે સ્ત્રીવેદવાળો હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org