________________
શતક-૧, ઉદેસો-૨
૧૭ ઘણા યુગલોનો આહાર કરે છે, ઘણા પુદ્ગલોને પરિણાવે છે. ઘણો ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, વારંવાર આહાર કરે છે. વારંવાર પરિણમાવે છે અને વારંવાર ઉચ્છુવાસ તથા નિ:શ્વાસ લે છે. તથા તેમાં જે નાના શરીરવાળા છે તેઓ થોડા પુદ્ગલોને પરિણાવે છે, થોડો ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, કદાચિત આહાર કરે છે, કદાચિતુ પરિણાવે છે, અને કદાચ ઉચ્છવાસ અને નિઃશ્વાસ લે છે, માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા અને યાવતુસરખા ઉચ્છુવાસ તથા નિઃશ્વાસવાળા નથી ? હે ભગવન્! બધા નૈરયિકો સરખા કર્મવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે? પહેલાં ઉત્પન્ન થયેલાં અને પછી ઉત્પન્ન થયેલાં, તેમાં જે નૈરયિકો પહેલાં ઉત્પન્ન થયેલાં છે તેઓ અલ્પ કર્મવાળા છે અને જે પછી ઉત્પન્ન થયેલાં છે તેઓ મહાકર્મવાળા છે. માટે હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે કે નૈરયિકો બધા સરખા કર્મવાળા નથી” હે ભગવન્! બધા નૈરયિકો સમાન વર્ણવાળા છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! પૂર્વવતુ જાણવું
' હે ભગવન્! બધા નૈરયિકો સમાન વેશ્યાવાળા છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો પૂર્વવત બે પ્રકારના કહ્યા છે તેમાં જે નૈરયિકો પ્રથમ ઉત્પન્ન થયેલા છે તે વિશુદ્ધલેશ્યાવાળા છે અને પછી ઉત્પન્ન થયા છે તે અવિશુદ્ધ વેશ્યાવાળા છે. હે ભગવન્! બધા નૈરયિકો સરખી વેદનાવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવનું એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. સંજ્ઞિભૂત અને અસંજ્ઞિભૂત છે તેમાં જે સંજ્ઞીભૂત છે તે મોટી વેદનાવાળા છે અને જે અસંજ્ઞીભૂત છે તે ઓછી વેદનાવાળા છે, માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વવત કહ્યું છે. હે ભગવન! બધા નૈરયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુ થી કહો છો ? હે ગૌતમ ! નૈરયિકો ત્રણ પ્રકારના કહ્યા છે સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્મિથ્યાદ્રષ્ટિ, તેમાં જેઓ સમ્યગ્દષ્ટિ છે તેઓને ચાર ક્રિયા હોય છે તે આ પ્રમાણે - આરંભની, પારિગ્રહની, માયાપ્રત્યયની અને અપ્રત્યાખ્યાન ક્રિયા તેમાં જેઓ મિથ્યાદ્રષ્ટિ છે, તેઓને પાંચ ક્રિયાઓ હોય છે તે આ પ્રમાણે - આરંભિની, પારિગ્રહિની, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાનક્રિયા, અને મિથ્યાદ્રષ્ટિ પ્રત્યયા તથા તેમાં જેઓ સમ્યગમિથ્યાદ્રષ્ટિ છે તેઓને પણ પૂર્વ પ્રમાણે પાંચક્રિયાઓ હોય છે, માટે ગૌતમીતે હેતુથી એપ્રમાણે કહ્યું છે.
હે ભગવન્! બધા નૈરયિકો સરખી ઉમરવાળા અને સમાપપન ઉત્પન્ન થએલા. છે? એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! નૈરયિકો ચાર પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે -કેટલાક સરખી ઉમરવાળા અને કેટલાક સાથે ઉત્પન્ન થયેલા, તથા કેટલાક વિષમ ઉમરવાળા અને સાથે ઉત્પન્ન થયેલા તથા કેટલાંક સમ ઉમરવાળા અને આગળ ઉત્પન્ન થયેલા તથા કેટલાક વિષમ ઉમરવાળા, અને સાથે ઉત્પન્ન થયેલા. માટે હે ગૌતમ ! તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. હે ભગવન્ બધા અસુરકુમારો સરખા આહારવાળા અને સરખા શરીરવાળા છે? ઇત્યાદિ પૂર્વની 'પેઠે સઘળા પ્રશ્નો કરવા. હે ગૌતમ ! અસુરકુમારો સંબંધે બધું નૈરયિકોની પેઠે કહેતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org