________________
૧૬
ભગવઈ - ૧/-/૧/૧૫ બ્રહ્મચર્યવાસવડે, અકામ, ઠંડી, આતાપ, ડાંસ અને મચ્છરથી થતા દુઃખના સહવાવડે થોડા અકામ- અસ્નાન, પરસેવો, જલ્લ, મેલ, તથા પંકથી થતા પરિદાહવડે થોડા કાળ સુધી અથવા વધારે કાળસુધી આત્માને કલેશિત કરે છે, તેઓ મૃત્યુકાળે મરીને વાણવ્યંતરદેવલોકમાં દેવપણાએ ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે વાણવ્યંતર દેવોના દેવલોકો કેવા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! જેમ અહીં મનુષ્યલોકમાં સદા પુણ્યવાળું, મયૂરિત, લવકિતવાળું, પુષ્પનાગુચ્છાવાળું, લતાના સમૂહવાળું, પાંદડાંઓના ગુચ્છાવાળું, સમાનશ્રેણીવાળા વૃક્ષવાળું, યુગલ વૃક્ષોવાળું, પુષ્પ અને ફળોના ભારથી નમેલું, પુષ્પ અને ફળના ભારથી નમવાની શરુઆતવાળું, અત્યંત જુદી જુદી લુંબીઓ અને મંજરીઓરૂપ મુકુટોને ધારણ કરવાવાળું એવું અશોકવન, વૃક્ષોવન, ચંપાવન, આંબાવન, તુંબડાંનાવેલાઓનું વન, વડવૃક્ષોનું વન, છત્રૌધ વન, અલસીના વૃક્ષોનું વન, સરસવનું વન, કસુંબાના વૃક્ષોનું વન, સફેદ સરસવનું વન તથા બપોરીયા વૃક્ષનું વન, ઘણી ઘણી શોભાવડે અતીવ શોભતું હોય છે તેજ પ્રમાણે વાણવ્યંતરદેવોના સ્થાનો જઘન્યથી દશહજારવર્ષની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટથી પલ્યોપમની સ્થિતિવાળા ઘણા વાણવ્યંતરદેવો અને દેવીઓવડે વ્યાપ્ત, વિશેષ વ્યાપ્ત, ઉપરાઉપર આચ્છાદિત, સ્પર્શ કરાએલાં, અત્યંત અવગાઢ થયેલાં શોભાવડે અતીવ અતીવ શોભતાં રહે છે. તે કારણથી હે ગૌતમ ! આ પ્રમાણે કહેવાય છે. અસંયતુ જીવ યાવતુ-દેવ થાય છે તે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવાનું ગૌતમ શ્રમણભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદીને તથા નમસ્કાર કરીને, સંયમ તથા તપવડે આત્માને ભાવતા વિહરે છે. | શતક-૧-ઉદ્દે સો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
( ઉદ્દે સો-૨-). [૨૬] રાજગૃહ નગરમાં સમવસરણ થયું, સભા નીકળી અને યાવઆ પ્રમાણે બોલ્યા કે - હે ભગવનું જીવ સ્વયકત કર્મને વેદે છે? હે ગૌતમ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો. હે ગૌતમ! ઉદીર્ણ કર્મને વેદે છે અને અનુદીર્ણ કર્મને નથી વેદતો, માટે એમ કહેવાય છે કે, “કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. એ પ્રમાણે ચોવીસે દેડકમાં યાવતુ-વૈમાનિક પર્યત જાણવું. હે ભગવન્! જીવો સ્વયંકૃત કર્મને વેદે છે? હે ગૌતમ ! કેટલાંકને વેદે છે અને કેટલાંકને નથી વેદતા હે ભગવન્! તે આ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ! ઉદીર્ણ કમને વેદે છે અને અનુદીર્ણને નથી વેદતા, યાવદ્ર-વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! જીવ સ્વયંસ્કૃત આયુષ્યને વેદે છે? હે ગૌતમ ! કેટલુંક વેદે છે અને કેટલુંક નથી વેદતો. જે પ્રમાણે દુઃખ સંબંધે બે દંડક કહ્યા, તેમ આયુષ્ય સંબંધી એકવચન અને બહુવચનવાળા બે દંડક કહેવા. વાવ વૈમાનિક સુધી કહેવું.
[૨૭] હે ભગવન્! બધા નૈરયિકો સરખા આહારવાળા, સરખા શરીરવાળા. તથા સરખા ઉચ્છવાસ અને નિઃશ્વાસવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-સંગત નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો હે ગૌતમ! નૈરયિકો બે પ્રકારના કહ્યા છે. મોટા શરીરવાળા અને નાના શરીરવાળા, તેમાં જે નૈરયિકો મોટા શરીરવાળા છે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org