________________
૧૮
ભગવદ-૧/-/૨/૨૭ વિશેષ એ કે, અસુરકુમારોના કર્મ, વર્ણ અને વેશ્યાઓ નૈરયિકોથી વિપરીત કહેવા. અથતુ જે અસુરકુમારો પૂવપપન્નક છે તેઓ મહાકર્મતર છે અને અવિશુદ્ધ વર્ણ તથા લેશ્યાવાળા છે. અને જે અસુરકુમારો પશ્ચાદુપપક છે તેઓ પ્રશસ્ત છે. બાકી બધું એજ પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમારો સુધી જાણવું. પૃથ્વિકાયિકોના આહાર, કર્મ, વર્ણ અને વેશ્યા એ બધું નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા પૃથિવીકાયકો સરખી વેદનાવાળા છે ? હે ગૌતમ ! હા, બધા પૃથિવીકાયિકો સરખી વેદનાવાળા છે. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! બધા પ્રથિવીકાયિકો અસંજ્ઞાઓ છે અને અસંજ્ઞીભૂત વેદનાને અનિધરિપણે વેદે છે, માટે હે ભગવન્! બધા પૃથિવીકાયિકો સમાન ક્રિયાવાળા છે ? હે ગૌતમ ! હા બધા પૃથિવીકાયિકો સમાન કિયાવાળા છે. હે ભગવન્! તે આ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! બધા પૃથિવીકાયિકો માયી અને મિથ્યાદ્રષ્ટિ છે. માટે તેઓને પાંચ ક્રિયાઓ નિયમપૂર્વક હોય છે. તે પાંચ ક્રિયાઓ આ છે-આરંભિકી યાવદૂમિથ્યાદર્શન પ્રત્યયા. માટે જેમ સમાયુ અને સમાપપન્નક નૈરયિકો કહ્યા તેમ પૃથિવીકાયકો પણ કહેવા જેમ પૃથિવીકાયિકો કહ્યા તેમ બે ઈદ્રિયો, તે ઈદ્રિયો અને યાવતુ-ચઉરિદ્રિયો પણ કહેવા. તથા પંચેંદ્રિય તિર્યંચયોનિકો પણ નૈરયિકોની પેઠે જાણવા. માત્ર ક્રિયાઓમાં ભેદ છે.
હે ભગવન્! બધા પચેદ્રિય તિર્યંચ યોનિકો સમાન ક્રિયાવાળા છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ યોનિકો ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે સમ્યવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યગૃમિથ્યાદ્રષ્ટિ તેમાં જેઓ સમ્યગુદ્રષ્ટિએ તેઓ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે :અસંયત અને સંયતાસંયત તેમાં જે સંયતાસંયત છે તેઓને ત્રણ ક્રિયાઓ હોય છે. તે આપ્રમાણે - આરંભિકી, પારિગ્રહિતી અને માયાપ્રત્યયા. તથા જે અસંયતો છે તેને ચાર અને મિથાયાદ્રષ્ટિ તથા સમ્યગ્દષ્ટિ છે તેઓને પાંચ ક્રિયાઓ હોય છે. જેમ નૈરયિકો કહ્યા. તેમ મનુષ્યો કહેવા. તેમાં ભેદ આ છે જે મનુષ્યો મોટા શરીરવાળાં છે તે ઘણા પુદ્ગલોનો આહાર કરે છે અને કદાચિત્ આહાર કરે છે. તથા જે મનુષ્યો નાના શરીરવાળા છે તે થોડા પુદ્ગલોનો આહાર કરે છે અને વારંવાર આહાર કરે છે બાકી બધું યાવદૂ-વેદના સુધી નૈરયિકોની પેઠે જાણવું. હે ભગવન્! બધા મનુષ્યો સમાન ક્રિયાવાળા છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ! મનુષ્યો ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સમ્યગવૃષ્ટિ, મિથ્યાવૃષ્ટિ અને સમ્યગમિથ્યાવૃષ્ટિ. તેમાં જેઓ સમ્યગદ્રષ્ટિ છે. તેઓ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે :સંયત, સંયતાસંયત અને અસંયત. તેમાં જે સંયત છે તે બે પ્રકારના કહ્યા છે. સરાગસંયત. અને વીતરાગસંયત. તેમાં જે વીતરાગસંયત છે તેઓ ક્રિયા વિનાના છે. જે સરાગસંયત છે તેઓ બે પ્રકારના છે. - પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયત છે તેઓને એક માયાપ્રત્યયા ક્રિયા હોય છે. અને પ્રમત્તસંયત છે તેઓને બે ક્રિયાઓ હોય છે - આરંભિકી અને માયાપ્રત્યયા. તેમાં જે સંયતાસંયત છે તેઓને પ્રથમની ત્રણ ક્રિયાઓ કહી છે, આરંભિકી, પારિગ્રાહિતી અને માયાપ્રત્યયા તથા અસંયતોને ચાર ક્રિયાઓ હોય છે. આરંભિકી, પારિગ્રાહિકી, માયાપ્રત્યયા અને અપ્રત્યખ્યાન- પ્રત્યયા. મિથ્યાવૃષ્ટિઓને તથા સમ્યગમિથ્યાવૃષ્ટિઓને પાંચ ક્રિયાઓ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org