________________
૧૪
ભગવઈ-૧-૧/૨૧ અનંતગુણ નહીં સ્પશએિલા પુદ્ગલો છે. ત્રણ ઈદ્રિયવાળા જીવોએ ખાધેલો આહાર ઘાણંદ્રિયપણે, જિભઈદ્રિયપણે અને સ્પર્શેન્દ્રિયપણે વારંવાર પરિણામે છે, અને ચાર ઈદ્રિયો વાળા જીવોએ ખાધેલો આહાર આંખ પણે, નાક પણે જિભ પણે અને ચામડી પણે વારંવાર પરિણામે છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની સ્થિતિ કહીને તેઓનો ઉચ્છવાસ વિમાત્રાએ કહેવો. અનાભોગનિવિતિત આહાર તેઓને વિરહ વિના પ્રતિ સમયે હોય છે અને આભોગનિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત, તથા ઉત્કૃષ્ટ છઠ્ઠભક્ત હોય છે. બાકી બધું ચાર ઈદ્રિયવાળા જીવોની પેઠે જાણવું યાવતુ-ચલિત કર્મને નિજર છે. એ પ્રમાણે મનુષ્યો સંબંધી પણ જાણવું, વિશેષ એ કે, તેઓને આભોગ- નિવિર્તિત આહાર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્ઠમભક્ત હોય છે. મનુષ્યોએ ખાધેલો આહાર પૂિવક્ત ચાર ઇંદ્રિયપણે અને] કાન [ઈદ્રિય]પણે વિમાત્રાએ વારંવાર પરિણમે છે. બાકી બધું પૂર્વની પેઠે જાણવું અને યાવત્-નિર્ભર છે. વાણવ્યંતરોની સ્થિતિમાં ભેદ છે. બાકી બધું નાગકુમારોની પેઠે જાણવું. એ પ્રમાણે જ્યોતિષિક દેવો સંબંધે પણ જાણવું વિશેષ એ કે - જ્યોતિષિક દેવોને જઘન્ય અને ઉત્કટે મુહૂર્તપૃથક્ત પછી ઉછૂવાસ હોય
છે. અને આહાર પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વ પછી હોય છે. વૈમાનિકોની સ્થિતિ ઔધિક કહેવી. તેઓને ઉચ્છુવાસ જઘન્ય મૂહૂર્ત પૃથકત્વ પછી, અને ઉત્કૃષ્ટ તેત્રીશ પખવાડીયા પછી હોય છે આભોગનિવિર્તિત આહાર તેઓને જઘન્ય દિવસ પ્રથકત્વ પછી ને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વરસ પછી હોય છે. બાકી બધું ‘ચલિતાદિક નિર્જરાવે છે' પૂર્વ પ્રમાણે જાણવું.
[૨૨] હે ભગવન! શું જીવો આત્મારંભ છે? પરારંભ છે? તદુભયારંભ છે. કે અનારંભ છે? હે ગૌતમ ! કેટલાક જીવો આત્મરંભ પણ છે પરારંભ પણ છે. ઊભયારંભ પણ છે, પણ અનારંભ નથી, પરારંભ નથી. કેટલાંક જીવો આત્મારંભ નથી, પરારંભ નથી, ઉભયારંભ નથી, પણ અનારંભ છે. હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી કહો છે તે ગૌતમ! જીવો બે પ્રકારના કહ્યા છે-સંસારસમાપનક અને અસંસાર- સમાપન્નક તેમાં જે જીવો અસંસારસમાપનક છે તેઓ સિદ્ધરૂપ છે અને તેઓ આત્મારંભ, પરારંભ કે ઉભયારંભ નથી, પણ અનારંભ છે. તેમાં જે સંસારસમાપનક જીવો છે તે બે પ્રકારના કહ્યા છે, સંયત અને અસંયત. તેમાં જે સયતો છે તે બે પ્રકારના કહ્યા છે. પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જે અપ્રમત્તસંયતો છે તેઓ આત્મારંભ, પરારંભ, કે ઉભયારંભ નથી, પણ અમારંભ છે. તેમાં જે પ્રમત્તસંયતો છે તેઓ શુભ યોગથી અપેક્ષાએ આત્મારંભ પણ છે અને યાવતુ- અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારંભ પણ છે અને વાવતુ-અનારંભ નથી. તેમાં જે અસંયતો છે તેઓ અવિરતિને આશ્રીને આત્મારંભ પણ છે અને યાવતુ-અનારંભ નથી. માટે હે ગૌતમ ! તે હેતુથી એમ કહેવાય છે કે, યાવતુ-અનારંભ પણ છે.
હે ભગવન્! મૈરયિકો શું આત્મારંભ, પરારંભ, તદુભયારંભ છે કે અમારંભ છે? હે ગૌતમ ! તૈયરિકો આત્મારંભ પણ છે અને યાવતુ-અનારંભ નથી. હે ભગવન્! તે એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! અવિરતિની અપેક્ષાએ-નૈરયિકો યાવતુઅનારંભ” નથી. એ પ્રમાણે યાવતુ-અસુરકુમારો પણ જાણવા. પૂર્વોક્ત સામાન્ય જીવોની પેઠે પંચેદ્રિયતિર્યંચયોનિકો અને મનુષ્યો જાણવા. વિશેષ એ કે - તે જીવોમાંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org