________________
શતક-૬, ઉદેસો-૫
૧૩૧ કહ્યો છે ? હે ગૌતમ ! વર્ણવડે તમસ્કાય કાળો, કાળી કાંતિવાળો, ગંભીર, રુંવાટા ઉભા કરનાર, ભીમ, ઉત્કંપનો હેતું અને પરમકૃષ્ણ કહ્યો છે, અને તે તમસ્કાયને જોઈને, જોઇને, જોતાં વારજ કેટલાક દેવ પણ ક્ષોભ પામે, અને કદાચ કોઈ દેવ તમસ્કાયમાં પ્રવેશ કરે તો પછી શરીરની ત્વરાથી મનની ત્વરાથી તે તમસ્કાયને ઉલ્લંઘી જાય.
હે ભગવન્! તમસ્કાયનાં નામો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! તમસ્કાયનાં તેર નામો કહ્યાં છે, તે જેમકે, તમ, તમસ્કાય, અંધકાર, મહiધકાર, લોકબંધકાર, લોકતમિસ્ત્ર, દેવાંધકાર, દેવતમિસ્ત્ર, દેવારણ્ય, દેવભૂહ, દેવપરિઘ, દેવપ્રતિક્ષોભ અને અરણોદકસમુદ્ર. હે ભગવન્! તમસ્કાય શું પૃથિવીનો પરિણામ છે? પાણીનો પરિણામ છે? જીવનો પરિણામ છે કે પુદ્ગલનો પરિણામ છે. હે ગૌતમ ! તમસ્કાય પૃથિવીનો પરિણામ નથી, પાણીનો પણ પરિણામ છે, જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પરિણામ છે. હે ભગવન્! તમસ્કાયમાં સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો પૃથિવીકાયપણે યાવતુ ત્રસકાયિકપણે ઉત્પન્નપૂર્વ-કહેલાં ઉપજ્યાં છે ? હે ગૌતમ ! હા, અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે પણ બાદર પૃથિવીકાયપણે અને બાદર અગ્નિકાયિકપણે નથી થયા.
[૨૨] હે ભગવનું કષ્ણરાજિઓ કેટલી કહી છે ? આઠકષ્ણારા- જિઓ કહેલી છે. હે ભગવન્! એ આઠકૃષ્ણરાજિઓ ક્યાં આવેલી કહી છે? હે ગૌતમ ! સનકુમાર મહેન્દ્રકલ્પમાં અને નીચે બ્રહ્મલોકકલ્પમાં અરિષ્ટ વિમાનના પાવડામાં છે અથતુ એ ઠેકાણે સમચતુરસ્ત્ર-ચોખંડે સંસ્થાને સંસ્થિત એવી આઠ કૃષ્ણરાજિઓ કહેલી છે, બે કષ્ણરાજિ પૂર્વમાં, બે કૃષ્ણરાજિ પશ્ચિમમાં, બે કૃષ્ણરાજિ દક્ષિણમાં અને બે કૃષ્ણરાજિ ઉત્તરમાં, એ પ્રમાણે આઠ કૃષ્ણરાજિઓ કહી છે, પૂવવ્યંતર કૃષ્ણરાજિ દક્ષિણબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે, દક્ષિણાવ્યંતર કૃષ્ણરાજિ પશ્ચિમબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે. પશ્ચિમ ભંતર કૃષ્ણરાજિ ઉત્તરબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે અને ઉત્તરાવ્યંતર કૃષ્ણરાજિ પૂર્વબાહ્ય કૃષ્ણરાજિને સ્પર્શેલી છે, પૂર્વની અને પશ્ચિમની બે બાહ્ય કૃષ્ણરાજિઓ છ ખૂણી છે, ઉત્તરની અને દક્ષિણની બે બાહ્ય કૃષ્ણરાજિઓ ત્રાંસી ત્રિખૂણ છે, પૂર્વની અને પશ્ચિમની બે અત્યંતર કષ્ણ રાજિઓ ચોખંડી છે અને ઉત્તરની અને દક્ષિણની બે અત્યંતર કણરાજીઓ પણ ચોખંડી છે કષ્ણરાજિઓ પણ ચરિંસ ચોખંડી છે.
[૨૯૩] પૂર્વ અને પશ્ચિમની કૃષ્ણ રાજિ છખૂણી છે, ઉત્તરની દક્ષિણ અને બાહ્ય કૃષ્ણરાજિ ત્રિખૂણી છે, અને બીજી બધી અત્યંતરકૃષ્ણરાજિ ચોરસ છે.
[૨૯] હે ભગવન્! કૃષ્ણરાજ, આયામવડે કેટલી કહી છે? વિખંભવડે કેટલી કહી છે અને પરિક્ષેપવડે કેટલી કહી છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિઓનો આયામ, અસંખ્યય યોજન સહસ્ત્ર છે, વિધ્વંભ, સંખેય યોજના સહસ્ત્ર છે અને પરિક્ષેપ તો અસંખ્યય યોજન સહસ્ત્ર છે, હે ભગવનું! કૃષ્ણરાજિઓ કેટલી મોટી કહી છે? હે ગૌતમ ! એક વિપળ જેટલા વખતમાં પણ કોઈ દેવ જંબૂદ્વીપને એકવીશ વાર ફરી આવે અને એવીજ શીઘતમ ગતિવડે જો લાગલાગટ અડધો માસ ચાલવામાં આવે તોપણ (એ દેવથી) કોઈ કૃષ્ણ રાજિ સુધી પહોંચાય અને કોઈ કૃષ્ણરાજિ સુધી ન પહોંચાય છે ભગવદ્ કૃષ્ણરાજિઓમાં ગૃહો અને ગૃહાપણો છે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org