________________
૧૩૦
ભગવઈ - ૬-૫/૨૯૧ અને કેટલોક પૃથિવીકાય એવો છે, જે દેશને પ્રકાશિત નથી કરતો, તે હેતુથી પૂવક્ત પ્રમાણે કહેવાય. હે ભગવન્! તમસ્કાય ક્યાં સમુત્થિત છે ક્યાંથી શરૂ છે અને ક્યાં સંનિષ્ઠિત છે ક્યાં તેનો અંત છે ? હે ગૌતમ ! જંબુદ્વીપ નામના દ્વીપની બહાર તિરછે અસંખ્ય દ્વીપ સમુદ્રોને ઉલ્લંધ્ય પછી અરુણવર બહાર આવે છે, તે દ્વીપની બહારની વેદિકાના અંતથી અરુણોદય સમુદ્રને ૪૨ હજાર યોજન અવગાહીએ ત્યારે ઉપરિતન જલાત આવે છે, તે ઉપરિતન જલાંતથી એક પ્રદેશની શ્રેણીએ અહીં તમસ્કાય સમુત્થિત છે, તે ત્યાંથી સમુસ્થિત થઈ ૧૭૨૧ યોજન ઉંચો જઈ ત્યાંથી પાછો તિરછો વિસ્તાર પામતો સોધર્મ, ઈશાન, સનકુમાર અને માહેંદ્ર એ ચારે કલ્પોને આચ્છાદીને ઉંચે બ્રહ્મલોકકલ્પમાં રિઝવિમાનના પાવડા સુધી સંપ્રાપ્ત- પહોંચ્યો છે અને ત્યાં તમસ્કાય સંનિવિષ્ટ છે.
' હે ભગવન્! તમસ્કાય નો સંસ્થાન કેવો છે ? હે ગૌતમ! તમસ્કાય, નીચે, કોડીઆના નીચેના ભાગના આકારવાળો અને ઉપર, કુકડાના પાંજરાના જેવા આકારવાળો કહ્યો છે. હે ભગવનું ! તમસ્કાય વિખંભવડે કેટલો કહ્યો છે અને પરિક્ષેપવડે કેટલો કહ્યો છે? હે ગૌતમ! તમસ્કાય બે પ્રકારનો કહ્યો છે, સંખેય વિસ્તૃત અને અસંખ્યય વિસ્તૃત, તેમાં જે તે સંખેય વિસ્તૃત છે તે વિખંભવડે સંખ્યય યોજના સહસ્ત્ર કહ્યા છે અને પરિક્ષેપવડે અસંખ્યય યોજન સહસ્ત્ર કહ્યા છે અને તેમાં જે તે અસંખ્યય વિસ્તૃત છે તે અસંખ્યય યોજન સહસ્ત્ર વિખંભ વડે કહ્યો છે અને અસંખ્યય યોજના સહસ્ત્ર પરિક્ષેપવડે કહ્યો છે. હે ભગવન્! તમસ્કાય કેટલો મોટો કહ્યો છે ? હે ગૌતમ ! સર્વદ્વીપ અને સમુદ્રોની સભ્યતર આ જંબૂદ્વીપ નામનો દ્વીપ યાવતું પરિક્ષેપવડે કહ્યો છે કોઈ મોટી ઋદ્ધિવાળો યાવતું મહાનુભાવ દેવ આ ચાલ્યો” એમ કરીને ત્રણ ચપટી વાગતાં એકવીશવાર તે સંપૂર્ણ જંબૂદ્વીપને ફરીને શીધ્ર આવે, તે દેવ તેની ઉત્કૃષ્ટ અને તરાવાળી યાવત્ દેવગતિવડે જતો જતો યાવતુ એક દિવસ, બે દિવસ યા ત્રણ દિવસ ચાલે અને વધારેમાં વધારે છ મહીના ચાલે તો કોઈ એક સમસ્કાય સુધી પહોંચે અને કોઈ એક સમસ્કાય સુધી ન પહોંચે, એટલો મોટો તમસ્કાય કહ્યો છે.
હે ભગવન્! તમસ્કાયનાં ઘર છે કે ગૃહાપણ છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તમસ્કાયમાં ગામ છે કે યાવતું સંનિવેશો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! તમસ્કાયમાં ઉદાર મોટા મેઘ સંખેદ પામે છે? સંમૂછે છે? અને વર્ષણ વરસે છે? હે ગૌતમ! હા, તેમ છે. હે ભગવન્! શું તેને દેવ કરે છે? અસર કરે છે? કે નાગ કરે છે? હૈ ગૌતમ ! દેવ પણ કરે છે? અસુર પણ કરે છે, અને નાગ પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર સ્વનિત શબ્દ છે? અને બાદર વિજળી છે? હા, છે. હે ભગવન્! શું તેને દેવ યા અસુર યા નાગ કરે છે? હે ગૌતમ! ત્રણે પણ કરે છે. હે ભગવન્! તમસ્કાયમાં બાદર પૃથિવીકાય છે? અને બાદર અગ્નિકાય છે? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. અને આ જે નિષેધ છે તે વિગ્રહગતિસમાપન સિવાય સમજવો હે ભગવન્! તમસ્કાયમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી, પણ તે ચંદ્રાદિ, તમસ્કાયની પડખે છે. હે ભગવન્! તમસ્કાયમાં ચંદ્રની પ્રભા કે સૂર્યની પ્રભા હોય છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી, કારણ કે, તે પ્રભા તમસ્કાયમાં છે પણ કાદૂષણિકા-પોતાના આત્માને દૂષિત કરનારી છે. હે ભગવન્! તમસ્કાય વર્ણથી કેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org