________________
૧૩૨
ભગવઇ - ૬/-/૫/૨૯૪
ભગવન્ !કૃષ્ણરાજિઓમાં ગામો વગેરે છે?હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં મોટા મેઘો સંખેદે છે, સંમૂછે છે અને વરસાદ વરસે છે ? હે ગૌતમ ! હા, અર્થાત્ એ પ્રમાણે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે થાય છે.
હે ભગવન્ ! શું તેને દેવ, અસુર કે નાગ કરે છે ? હે ગૌતમ ! દેવ કરે છે, અસુર કે નાગ નથી કરતો. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં બાદર સ્તનિત શબ્દો છે ? હે ગૌતમ ! જેમ મોટા મેઘો કહ્યા તેમ જાણવું. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં બાદર અપ્લાય, બાદર અગ્નિકાય અને બાદરવનસ્પતિકાય છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી અને આ નિષેધ, વિગ્રહગતિ સમાપન્ન જીવ સિવાય બીજા જીવો માટે જાણવો. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં ચંદ્ર, સૂર્ય,. ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓમાં ચંદ્રની કાંતિ છે ? સૂર્યની કાંતિ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! કૃષ્ણરાજિઓ વર્ણવડે કેવી કહી છે ? હે ગૌતમ ! કાળી યાવત્ તમસ્કાયની પેઠે ભયંકર હોવાથી દેવપણ એનેજલદી ન ઉલ્લંઘી જાય.હે ભગવન્ ! કૃષ્ણરાજિનાં કેટલાં નામધેય કહ્યાં છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિનાં આઠ નામ કહ્યાં છે, કૃષ્ણરાજ, મેઘરાજ, મઘા, માઘવતી, વાતપરિઘા, વાતપરિક્ષોભા, દેવપરિઘા અને દેવપરિક્ષોભા. હે ભગવન્ ! શું કૃષ્ણરાજિ પૃથ્વીનો પરિણામ છે ? જલનો પરિણામ છે ? જીવનો પરિણામ છે ? કે પુદ્ગલનો પરિણામ છે ? હે ગૌતમ ! કૃષ્ણરાજિ પૃથ્વીનો પરિણામ છે પણ જલનો પરિણામ નથી. તથા જીવનો પણ પરિણામ છે અને પુદ્ગલનો પણ પરિણામ છે. હે ભગવન્ ! કૃષ્ણરાજમાં સર્વ પ્રાણો, ભૂતો, જીવો અને સત્ત્વો પૂર્વે ઉત્પન્ન થયેલા છે ? હે ગૌતમ ! અનેકવાર અનંતવાર ઉત્પન્ન થયા છે, પણ બાદર અપ્કાયપણે, બાદરઅગ્નિકાયપણે, અનેબાદર વનસ્પતિકાયિકપણે ઉત્પન્ન થયા નથી. [૨૯૫] એ આઠ કૃષ્ણરાજિઓના આઠ અવકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો કહ્યાછે.અર્ચી, અર્ચિમલિી, વૈરોચન, પ્રશંકર, ચન્દ્રભ, સૂર્યભ, શુક્રાભ, આઠમું સુપ્રતિષ્ટાભ અને વચમાં રિષ્ટાભ વિમાન છે. હે ભગવન્ ! અર્ચી વિમાન ક્યાંકહ્યું છે ? હે ગૌતમ ! ઉત્તરની પૂર્વની વચે અર્ચી વિમાન કહ્યું છે. હે ભગવન્ ! અર્ચિમાલી વિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! પૂર્વમાં અર્ચિમાલી વિમાન કહ્યું છે ? એ પ્રમાણે ક્રમથી બધાં વિમાનો માટે જાણવું યાવત્ હે ભગવન્ ! રિષ્ટવિમાન ક્યાં કહ્યું છે ? હે ગૌતમ ! બહુમધ્યભાગમાં રિષ્ટવિમાન કહ્યું છે, એ આઠે લોકાંતિક વિમાનોમાં આઠ જાતના લોકાંતિક દેવો રહે છે, તે જેમકે, સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, અને આગ્નેય તથા વચમાં રિષ્ટ દેવ છે.
[૨૯૭] હે ભગવન્ ! સારસ્વત દેવો ક્યાં છે ? હે ગૌતમ ! સારસ્વત દેવો અર્ચી વિમાનમાં રહે છે. હે ભગવન્ ! આદિત્ય દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! આદિત્ય દેવો અર્ચિમાલિ વિમાનમાં રહે છે. એ પ્રમાણે યથાનુપૂર્વીએ યાવત્ રિષ્ટાવિમાન સુધી જાણવું. હે ભગવન્ ! રિષ્ટ દેવો ક્યાં રહે છે ? હે ગૌતમ ! રિષ્ટ દેવો રિષ્ટ વિમાનમાં રહે છે. હે ભગવન્ ! સારસ્વત અને આદિત્ય, એ બે દેવોનો કેટલા દેવો અને કેટલા દેવના સેંકડાઓ પરિવાર કહ્યા છે ? હે ગૌતમ ! સાત દેવો અને દેવના સાત સેંકડાઓ એટલે સાતસો દેવો, સારસ્વત અને આદિત્ય દેવોનો પરિવાર છે, વહિન અને વરુણ એ બે દેવોનો ચૌદ દેવ અને ચૌદહજાર દેવ પરિવાર કહ્યો છે, ગર્દતોય અને તુષિત એ બે દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org