________________
શતક-૫, ઉદ્દેશો-૭
૧૧૫ ક્ષેત્રસ્થાનાવાયુ સર્વથી અલ્પ છે અને બાકીનાં સ્થાનો અસંખ્યયગુણા છે.
[૨૬] હે ભગવન્! નૈરયિક શું આરંભ પરિગ્રહ સહિત છે કે અના- રંભી અને અપરિગ્રહી છે ? હે ગૌતમ ! નરયિકો આરંભવાળા છે અને પરિગ્રહવાળા છે પણ અનારંભી અને અપરિગ્રહી નથી. હે ભગવન્! તેઓ, ક્યા હેતુથી પરિગ્રહવાળા છે અને યાવતુ અપરિગ્રહી નથી? હે ગૌતમ ! નૈરયિકો પ્રથિવીકાયનો યાવતુ ત્રસકાયનો આરંભ કરે છે, શરીરો, કર્મો,અને સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે માટે તે હેતુથી હે ગૌતમ! તેઓ પરિગ્રહી છે' ઇત્યાદિ તેજ કહેવું.
હે ભગવન્! અસુરકુમારો આરંભવાળા છે? ઈત્યાદિ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! અસુરકુમારો આરંભવાળા છે, પરિગ્રહવાળા છે પણ અનારંભી કે અપરિગ્રહી નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! અસુરકુમારો પૃથિવીકાયનો સમારંભ કરે છે યાવતુ ત્રસકાયનો વધ કરે છે, તેઓએ શરીરો, કમ, દેવીઓ, મનુષીઓ, તિર્યંચો, તિર્યંચિણીઓ, આસન, શયન, ભાંડો, માત્રકો અને ઉપકરણો, સચિત, અને મિશ્ર દ્રવ્યો પરિગૃહિત કર્યા છે માટે તે હેતુથી તેઓને પરિગ્રહવાળા કહ્યા છે એ પ્રમાણે યાવતુનિતકુમારો માટે પણ જાણવું. નૈરયિકો ની જેમ એકેન્દ્રિયો માટે જાણવું.
હે ભગવન્! બેઈદ્રિય જીવો શું સારંભ અને અપરિગ્રહ છે? હે ગૌતમ ! તેજ કહેવું યાવતુ તેઓએ શરીરો પરિગૃહીત કર્યા છે અને બાહ્ય ભાંડ, માત્ર, ઉપકરણો પરિગ્રહીત કર્યા છે, એ પ્રમાણે યાવત્ ચઉરિંદ્રિય જીવ સુધીના દરેક જીવ માટે જાણી લેવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો શું આરંભી છે? ઇત્યાદિ તેજ પ્રશ્ન કરવો. હે ગૌતમ! તેજ કહેવું અર્થાત તેઓએ કમ પરિગૃહીત ક્યાં છે, પર્વતો, શિખરો. શૈલો, શિખરવાળા પહાડો અને થોડા નમેલા પર્વતો જલ, થલ, બિલ, ગુહાઓ પરિગૃહીત કર્યા છે, પર્વતથી પડતા પાણીના ઝરા, નિઝરો, આનંદ દેનારું જલસ્થાન, ક્યારાવાળો પ્રદેશ-એ બધાનું તેઓએ ગ્રહણ કર્યું છે, કૂવો, તળાવ, ધરો નદીઓ, ચોખંડી વાવ, ગોળ વાવ, ધોરીયાઓ, વાંકા ધોરીયાઓ, તળાવો, તળાવની શ્રેણિઓ, અને બિલની શ્રેણીઓએ તેઓએ પરિગૃહીત કરી છે, પ્રાકાર-કિલ્લો,અટ્ટાલક-ઝરૂખા, ચરિય-ઘર અને કિલ્લાની વચ્ચેનો હસ્તિ વિગેરેને જવાનો માર્ગ-ખડકી અને શહેરના દરવાજા પરિગૃહીત કર્યો છે, દેવભુવન સામાન્ય ઘર, ઝૂંપડાં, પર્વતમાં કોતરેલું ઘર, અને હાટો પરિગૃહીત કર્યા છે. શૃંગાટક- જ્યાં ત્રણ શેરી ભેગી થાય- જ્યાં ચાર શેરી ભેગી થાય તે ચત્વર, ચાર દરવાજાવાળા દેવકુલ વગેરે અને મહામાર્ગો પરિગૃહીત કર્યા છે, શકટ- પાન, યુગ, ગિલિ-અંબાડી, થિલ્લિ-ઘોડાનું પલાણ, ડોળી અને મેના-સુખપાલ પરિગૃહીત કાછેિ. લોઢી. લોઢાનું કડાકૅઅને કડછાનો પરિગ્રહ કર્યોછે, ભવનપતિના નિવાસો પરિગૃહીત કર્યા છે, દેવદેવીઓ, મનુષ્યો મનુષ્યણીઓ, તિર્યંચો, તિર્યંચણીઓ, આસન, શયન, ખંડ, ભાંડ, તથા સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યો પરિગૃહીત કર્યા છે, માટે તે હેતુથી તેઓ આરંભી અને પરિગ્રહી છે. જેમ તિર્યંચયોનિના જીવો કહ્યા તેમ મનુષ્યો પણ કહેવા, તથા વાણમંતરો, જ્યોતિષિઓ અને વૈમાનિકો, જેમ ભવનવણી દેવો કહ્યા તેમ જાણવા.
૨૬૧ પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુને જાણે છે, હેતુને જુએ છે, હેતુને સારી રીતે શ્રદ્ધે છે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરે છે. હેતુવાળું છદ્મસ્થમરણ કરે છે. પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુએ જાણે છે, યાવëતુએ છદ્મસ્થમરણ કરે છે. પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org