________________
૧૧૬
ભગવઈ -પ-૦૨૬૧ હેતુઓ કહ્યા છે, તે જેમ કે, હેતુને ન જાણે, યાવતુ હેતુવાળું અજ્ઞાનમરણ કરે. પાંચ હેતુઓ કહ્યા છે, તે જેમકે, અહેતુને ન જાણે વાવતુ અહેતુવાળું છદ્મસ્થમરણ કરે. પાંચ અહેતુ કહ્યા છે, તે જેમકે, અહેતુ એ ન જાણે, યાવતુ અહેતુએ છ0મરણ કરે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી શ્રમણ ભગવંત ગૌતમ વિચરે છે. [શતક:૫-ઉદેસાઃ૭નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી |
(કઉદ્દેશક ૮:-) [૨૨] તે કાળે, તે સમયે યાવતુ-સભા પાછી વળી., તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય નારદપુત્ર નામે અનગાર, જેઓ પ્રકૃતિભદ્ર થઈ યાવતુ વિહરે છે, તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય નિર્મન્થીપુત્ર નામે અનગાર પ્રકૃતિભદ્ર થઈ યાવતું વિહરે છે, પછી તે નિગ્રન્થીપુત્ર નામે અનગાર, જ્યાં નારદપુત્ર અનગાર છે ત્યાં આવે છે, અને ત્યાં આવીને તેમણે નિર્ચન્થીપુત્રે નારદપુત્ર અનગારને આ પ્રમાણે કહ્યું : હે ભગવન્! તમારા મતે સર્વ પુદ્ગલો શું અર્ધ સહિત છે, મધ્યસહિત છે, પ્રદેશ સહિત છે કે અનઈ, અમધ્ય અને અપ્રદેશ છે? હે આર્ય ! એમ કહી નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, મારા મત પ્રમાણે મારા ધારવા પ્રમાણે બધાં પુગલો સઅધ, સમધ્ય અને સંપ્રદેશ છે પણ અનઈ, અમધ્ય કે અપ્રદેશ નથી. ત્યારપછી તે નિગ્રંથીપુત્ર અનગાર એમ બોલ્યા કે, હે આય! જો તારા મતમાં તારા ધારવા પ્રમાણે સર્વ પુદ્ગલો સઅધ, સમધ્ય પ્રદેશ છે પણ અનઈ, અમધ્ય કે અપ્રદેશ નથી તો હે આર્ય! શું દ્રવ્યાદેશવડે સર્વ પુદ્ગલો સબંધ સમધ્ય અને સંપ્રદેશ છે અને અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી ? કે હે આર્ય! ક્ષેત્રાદેશવડે સર્વ પુદ્ગલો અર્ધસહિત વગેરે તથૈવ પૂર્વ પ્રમાણે છે? કે તેજ પ્રમાણે કાલાદેશથી છે? કે તેજ પ્રમાણે ભાવાદેશથી છે? ત્યારે તે નારદપુત્ર અનગારે નિગ્રંથીપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય! મારા મતમાં દ્રવ્યાદેશથી પણ સર્વ પગલો સઅધ, સમધ્ય અને પ્રદેશ છે પણ અનર્ધ, અમધ્ય કે અપ્રદેશ નથી, એ પ્રમાણે, ક્ષેત્રાદેશ, કાલાદેશ, અને ભાવાશથી છે.
ત્યારે તે નિર્ગથીપુત્ર અનગારે નારદપુત્ર અનગારને એમ કહ્યું કે, હે આર્ય! જો દ્રવ્યાદેશથી સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને પ્રદેશ છે પણ અનઈ, અમધ્ય અને અપ્રદેશ નથી તો તારા મતમાં એ પ્રમાણ હોવાથી પરમાણુપુગલ પણ સઅધ, સમધ્ય અને અપ્રદેશ હોવો જોઈએ પણ અનર્થ અમધ્ય કે અપ્રદેશ ન હોવો જોઇએ, હે આર્ય! જો ક્ષેત્રાદેશથી પણ બધાં પુદ્ગલો અર્ધ સમધ્ય અને પ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકપ્રદેશાવગાઢ પુદ્ગલ, પણ સઅધ, સમધ્ય અને પ્રદેશ હોવું જોઈએ, વળી હે આર્ય! જો કાલાદેશથી પણ સર્વ યુગલો સઅધ, સમધ્ય અને સંપ્રદેશ છે તો તારા મતમાં એ પ્રમાણ હોવાથી એક સમયની સ્થિતિવાળાં પુદ્ગલો પણ સઆઈ ઈત્યાદિ તેજ તે પ્રકારના હોવા જોઇએ. વળી હે આર્ય ! જો ભાવાદેશથી પણ સર્વ પુદ્ગલો અર્ધ, સમધ્ય અને પ્રદેશ છે તો તારા મતમાં એમ હોવાથી એકગુણ કાળું પુદ્ગલ પણ સઅધ ઈત્યાદિ તેજ પ્રકારનું હોવું જોઈએ. હવે જો તારા મનમાં એમ ન હોય તો તું જે કહે છે કે, “દ્રવ્યાદેશવડે પણ બધાં પુદ્ગલો સાર્ધ સમધ્ય અને પ્રદેશ છે પણ અનધ, અમધ્ય અને અપ્રદેશ નથી, એ પ્રમાણે ક્ષેત્રાદેશવડે, કાલાદેશવડે અને ભાવાદેશવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org