SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ આયારો- ૨૩/૩/૪૬૪ કુમાર્ગે ન જાય. ગહન, વન અથવા કિલ્લામાં પ્રવેશ ન કરે. વૃક્ષ પર ન ચઢે. ઊંડા પાણીમાં શરીર ન છૂપાવે ન ડુબાડે. વાડમાં ન છૂપાય. સેના અથવા કોઈના શરણની ઈચ્છા ન કરે. શસ્ત્રની પણ ઈચ્છા ન કરે, ગભરાયા વિના સમાધિમાં લીન રહે યાવતું પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે જે કોઈ રેગિસ્તાન કે લાંબુ મેદાન જાણે અને એમ પણ જાણે કે આમાં ધણા ચોર ઉપકરણોની ઈચ્છાથી એકઠા થઈ રહ્યા છે, તો તેનાથી ભયભીત થઈ ઉન્માર્ગમાં ન જાય. યાવતું સમાધિ સહિત, વતનાપૂર્વક રામાનુગ્રામ વિચરે. [૪૫]સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં હોય ત્યારે રસ્તામાં ચોર એકઠા થઈને કહે કે, આ વસ્ત્ર પાત્ર, કંબલાદિ અમને આપી દો. મૂકી દો. તો સાધુ ન આપે. જો તે જબરદસ્તી કરે તો નીચે મૂકી દે. તેઓ લઈ લે તો તેઓની પ્રશંસા કરી યાચના ન કરે, હાથ જોડીને ન માગે. હાં.. ધર્મનો ઉપદેશ આપી યાચના કરે અથવા મૌન કરી ઊભા રહે. ચોરોને જે કરવું હોય તે કરે. સાચું-જૂઠું કહે, મારે અથવા વસ્ત્રાદિ છીનવી લે તો ત્યાં છોડી દે, ચોરોના આ કાર્યની ગામમાં ચર્ચા ન કરે. રાજાને ફરિયાદ ન કરે અને બીજા કોઈ પાસે જઈને ન કહે કે આ ચોરોએ અમારા ઉપકરણાદિ આક્રોશ દિ કરીને લૂંટી લીધા છે. આદિ. મનમાં ચિંતા ન કરે અને વચનથી દુખ પણ પ્રગટ ન કરે, પરંતુ ડય વિના ગભરાયા વિના, સમાધિ સહિત યતનાપૂર્વક એક ગામથી બીજે ગામ વિચરે. આ સાધુ અને સાધ્વીનો ઈય સંબંધી આચાર છે. સમતાયુક્ત થઈ સાવધાની સહિત આમાં પ્રવૃત્તિ કરે. એમ હું કહું છું. અધ્યયનઃ૩-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | અધ્યયનઃ ૩-ગુર્જરછાયાપૂર્ણ અધ્યયઃ૪-ભાયાત - ઉદસો-૧ - ૪િ૬૬]સાધુ અને સાધ્વી વચન સંબંધી આચાર સાંભળી અને સમજીને, પુરાતન મુનીઓ દ્વારા અનાચીર્ણ અનાચારો ને પણ જાણે. જે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી વચન બોલે છે જે જાણી જોઈને કઠોર વચન બોલે છે અથવા અજાણતા કઠોર વચન બોલે છે, આવી ભાષાને સાવધ કહે છે. સાવદ્યભાષાનો ત્યાગ કરી વિવેકપૂર્વક નિરવદ્ય ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. સાધુ ધ્રુવભાષા અને અધુવભાષા પિછાણે. જેમ-અસણ આદિ મળ્યું છે કે નથી મળ્યું. તેણે આહારનો ઉપભોગ કર્યો છે અથવા નથી કર્યો, તે આવ્યો અથવા નથી આવ્યો, તે આવે છે અથવા નથી આવતો, તે આવશે અથવા નહિ આવે, આ બધી ધ્રુવભાષા છે અને ત્યાજ્ય છે. આ પ્રમાણે લૌકિક વાતોમાં પણ જેમ-તે આવ્યા, અથવા નથી આવ્યા, આવે છે કે નથી આવવાના, આવશે યા નહિ આવે, આ ધ્રુવ ભાષાનો પણ ત્યાગ કરવો જોઈએ. મુનિ સારી રીતે વિચારી, પ્રયોજન હોવા પર અતિશય અથવા મૃતોપદેશથી નિર્ણય કરીને નિષ્ઠાભાષી બને સમિતિ યુક્ત ભાષાનો પ્રયોગ કરે - જેમ કે - એકવચન, દ્વિવચન, બહુવચન, સ્ત્રીલિંગ પુલિંગ, નપુસકલિંગ, અધ્યાત્મવચન, ઉપનીતવચન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy