________________
શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉદ્દેસો-૩
૮૭
ભીડી ચાલે નહિ, પગથી પગ લગાવે નહિ, શરીરથી શરીર ટકરાવે નહિ. એ પ્રમાણે આશાતના ન કરતા યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે યાવત્ ગ્રામાનુગ્રામ વિચરતા રહે. સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય અન તે પ્રતિપથિક આ પ્રમાણે કહે કે આયુષ્મન્ શ્રમણો ! તમે કોણ છો ? કયાંથી આવો છો. ? અથવા ક્યાં જઈ રહ્યા છો. ? આવા પ્રશ્નો પૂછે ત્યારે સાથે રહેલા જે આચાર્ય કે ઉપાધ્યાય હોય તે વાર્તાલાપ કરે અને ઉત્તર આપે. આચાર્ય કે ઉપાધ્યાય જ્યારે વાતિલાપ કરી રહ્યા હોય ત્યારે વચ્ચે સાધુએ બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે દીક્ષામાં વડીલોનાં ક્રમથી ગ્રામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી દીક્ષામાં મોટા ના ક્રમથી સાથે સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે રત્નાધિકના હાથથી હાથને ન ટકરાવે, યાવત્ તેની અશાતના ન કરતાં યતન પૂર્વક રત્નાધિક-ક્રમથી ગ્રામાનુગ્રામ વિચરે.
[૪૩]સાધુ કે સાધ્વી રત્નાધિકના ક્રમાનુસાર ગ્રામાનુગ્રામ વિચરતાં જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા પથિકોનો સમાગમ થઈ જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે-તમે કોણ છો ? ક્યાંથી આવો છો ? ક્યાં જઈ રહ્યા છો ? ત્યારે દીક્ષામાં બધાથી મોટા હોય તે બોલે કે ઉત્તર આપે તે રત્નાધિક બોલતા કે ઉત્તર આપતા હોય ત્યારે બીજા સાધુ વચ્ચે બોલે નહી. એ પ્રમાણે યતનાપૂર્વક રત્નાધિક ક્રમથી ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય. તે આ પ્રમાણે પૂછે-તમે માર્ગમાં મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ જલચરાદિ વગેરે જોયા છે ? કહો, દેખાડો (પ્રશ્નકર્તા તે મનુષ્યાદિને પીડા પહોંચાડે તેવો સંભવ છે, માટે) મુનિ ઉત્તર ન આપે, કે ન દેખાડે, તેના કથનનું સમર્થન ન કરે. મૌન અંગીકાર કરે, હું જાણું છું, એમ ન કહે આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ અથવા સાધ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રતિપથિક મળે અને તે પૂછે કે આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થવા વાળા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી, અથવા એકત્રિત કરેલ જલ કે અગ્નિ આદિ જોયાં છે ? તેનો જવાબ સાધુ ન આપે તેમજ તે કથનનું સમર્થન ન કરે. મૌન સ્વીકારે. હું જાણું છું એમ ન કહે. આ પ્રમાણે ગ્રામાનુગ્રામ વિચરે. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે. તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે-તમે માર્ગમાં યવ-ઘઉં આદિ યાવત્ વિવિધ પ્રકારના ધાન્ય અથવા સેનાદિના તંબુ આદિ જોયા છે તો કહો, બતાવો. તો સાધુ જવાબ ન આપે કે ન બતાવે. યાવત્ મૌન સ્વીકારે અને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યો હોય. તેને માર્ગમાં પ્રતિપથિક મળે અને આ પ્રમાણે પૂછે-ગ્રામ-નગર કે રાજધાની કેટલી દૂર છે. ? બતાવો તો સાધુ ન બતાવે, મૌન રહે જાણતા છતાં પણ હું જાણું છું. એમ ન કહે. યતનાસહિત ગ્રામાનુ- ગ્રામ વિચરે. એક ગામથી બીજે ગ્રામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે અને કહે કે ગ્રામ, નગર યાવત્ રાજધાનીનો માર્ગ ક્યો છે તે બતાવો. તો મુનિ તેનો ઉત્તર ન આપે, ન બતાવે, મૌન રહે યાવત યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે.
[૪૪]ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં મદોન્મત્ત સાંઢ દેખાય અથવા પાગલ શિયાળ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ બીજા માર્ગે ન જાય, માર્ગ છોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jatnelibrary.org