________________
સ્થાન-૭
૩૫ ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે. મિત્ર- વાહન, સુભીમ, સુબંધુ. વિમલવાહન કુલકરના કાલમાં સાત પ્રકારના કલ્પવૃક્ષો ઉપ- ભાગમાં આવતા હતા. જેમકે મદ્યાંગ, મૃગાંગ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, અનગ્ન, કલ્પવૃક્ષ.
[૬૫] દંડ નીતિ સાત પ્રકારની છે. જેમકે - હકાર - પહેલા બીજા કુલકરના સમયમાં અપરાધીને ફક્ત હા’ એટલું જ કહેવામાં આવતું. તેથી યુગલીઆઓ અત્યંત લજ્જિત થતા હતા. મકાર - ત્રીજા ચોથા કુલકરના સમયમાં વિશેષ અપરાધમાં “મા” કહેવામાં આવતું. તે મકાર' દંડનીતિ. ધિક્કાર - પાંચમાં, છઠ્ઠા અને સાતમાં કુલકરના સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે અધિક કહેવામાં આવતું તે ધિક્કાર દંડનીતિ. પરિભાષણ – અપરાધી પ્રત્યે કોપના આવેશપૂર્વક કહેવું કે - “તું અહિં આવીશ નહિં.” મંડલબંધ-“આ સ્થાનથી તું બહાર જઇશ નહિ, એવો દંડ આપવો. ચારક - કેદખાનામાં નાખવું. છવિચ્છેદ-હસ્ત, પાદ વિગેરેનું છેદવું.
[૬પ૭] પ્રયત્ન ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દરરત્ન, અસિરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન. પ્રત્યેક ચક્રવર્તીના સાત પંચેન્દ્રિય રત્ન કહેલ છે. જેમકે - સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વાધકીરત્ન, પુરોહિતરત્ન, સ્ત્રીરત્ન, અરવરત્ન, હસ્તીરત્ન.
[૫૮] દુષમકાળના સાત લક્ષણ છે. અકાલમાં વર્ષા થવી, વર્ષાકાલમાં વષ ન થવી, અસાધુજનોની પૂજા થવી.સાધુ જનોનીપૂજા ન થવી, માતા-પિતા અને ધર્મચાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવો, માનસિક દુઃખ, વાણીનું દુઃખ. સુષમકાલના સાત લક્ષણો આ પ્રમાણે છે- અકાલમાં વષ થતી નથી. વષકાલમાં વર્ષા થાય છે. અસાધુની પૂજા થતી નથી સાધુની પૂજા થાય છે. માતા-પિતા ગુરૂજનોને વિષે સમ્યગ્ ભાગ થાય છે. માનસિક સુખ, વાણીનું સુખ.
[૫૯] સંસારી જીવ સાત પ્રકારના કહેલ છે. જેમકે - નૈરયિક, તિર્યંચ, તિર્યંચણી, મનુષ્ય મનુષ્યણી દેવ, અને દેવી.
[૬૬૦-૬૬૧] આયુનું ભેદન સાત કારણોથી થાય છે. જેમકે - અધ્યવ- સાયથી, નિમિત્ત (દંડ, શાસાદિ)થી આહાર-અધિક આહારથી અથવા આહારના અભાવથી, વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, પરાઘાત (કૂવામાં પડવું આદિ અકસ્માતથી) સ્પર્શ - (સર્પ વિગેરેના ડંખ)થી, શ્વાસોશ્વાસના અવરોધથી.
[૬૨] બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - પૃથ્વીકાયિક, અય્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, અકાયિક. બધા જીવ સાત પ્રકારના છે. જેમકે - કૃષ્ણ વેશ્યાવાળા વાવ શુકલ લેશ્યાવાળા, અલેશ્ય.
[૬૩] બ્રહ્મદત્ત સાત ધનુષ્ય ઉંચા હતા, સાતસો વર્ષનું આયુ ભોગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈરયિક પણે ઉત્પન્ન થયા.
[૬૬૪)મલ્લીનાથ અહંત સ્વયં સાતમા મુંડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણગાર-પ્રવ્રાજિત થયા. મલ્લી-નામની વિદેહ દેશના કુંભરાજાની ઝકન્યા. પ્રતિબુદ્ધિ નામનો ઇન્ક્વાકુરાજ સાકેતપુરનો પતિ. ચન્દ્રછાય નામનો અંગદેશનો રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org