SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. ઠાણું - ૭/૯/૬ ૬૪ રૂકમી નામનો કુણાલ દેશનો અધિપતિ. શંખ નામનો કાશી દેશનો રાજા. અદીનશત્રુ નામનો કુરૂદેશનો રાજા.જિતશત્રુ પાંચાલ દેશનો રાજા. [૬૫] દર્શનના સાત ભેદ સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુ- દર્શન, અવધિદર્શન, કેવળદર્શન. [૬૬] છદ્મસ્થ વીતરાગ મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુકર્મ, નામ કર્મ, ગોત્રકર્મ અન્તરાય- કર્મ. [૬૬૭] છદ્મસ્થજીવો સાત સ્થાનોને પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિતજીવ, પરમાણુ પુદ્દગલ, શબ્દ અને ગંધ. આ પણ સાતે સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૬૮]શ્રમણ ભગવાન મહાવીર વજ્રૠષભ નારાચ સંઘયણવાળા સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને સાત હાથ ઉંચા હતા. [૬૬૯] સાત. વિકથાઓ હોય છે સ્રીકથા, ભક્ત કથા, દેશકથા, રાજકથા, મૃદુકારિણી કથા, દર્શન ભેદિની,(સમ્યક્ત્વને નષ્ટ કરનાર), ચારિત્ર ભેદિની. [૭૦] આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છ સંબંધી સાત અતિશયો કહેલા છે. જેમકે - આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયમાં ધૂળ ભરેલ પગોને બીજાથી ઝટકાવે અથવા પ્રમાર્જન કરાવે તો આજ્ઞાને અતિક્રમે નહિ, ઇત્યાદિ પાંચમા ઠાણાની સમાન યાવત્ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર ઇચ્છાનુસાર એક રાત અથવા બે રાત રહે તો પણ મર્યાદાનું અતિક્રમ કરતા નથી છઠ્ઠો અને સાતમો અતિશય આ પ્રમાણે છે. ઉપકરણાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય ઉજ્જવલ વસ્ત્ર રાખે તો મર્યાદાનું લંઘન થતું નથી. ભક્તપાનાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય શ્રેષ્ઠ અથવા પથ્ય ભોજન લેવ તો મર્યાદાનું અતિક્રમણ નથી થતું. [૭૧] સંયમ સાત પ્રકારે કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો સંયમ-યાવત્ ત્રસકાયિક સંયમ અને અજીવકાય સંયમ. સંયમથી વિરૂદ્ધ અસંયમ સાત પ્રકારનો છે, જેમકે - પૃથ્વીકાયિક અસંયમ યાવત્ ત્રસકાયિક અસંયમ અને અજીવકાયિક અસંયમ. આરંભ સાત પ્રકારના કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો આરંભ-યાવત્ અજીવકાયનો આરંભ. એ પ્રમાણે અનારંભ, સારંભ, અસમારંભ, સમારંભ, અસમારંભના પણ સાત સાત પ્રકારો સમજી લેવા જોઈએ. [૭૨]ભગવાન ? અળસી, કુસુંભ, કોદવ, કાંગ, શલ, શણ, સરસવ અને મુળાના બીજ, આ ધાન્યોને કોઠા૨માં ઘાલીને યાવત્ ઢાંકીને રાખે તો તે ધાન્યોની યોનિ કેટલા કાલ સુધી સચેત રહે છે એટલે ઉગવાની શક્તિવાળા રહે છે ? હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સાત સંવત્સર સુધી, ત્યારપછી યોનિ મલાન થઇ જાય છે. [૬૭૩] બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહેલી છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વી નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy