SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ઠાણું ૭/૩૮ ગવાય, સાત સ્વરોથી સમાન ગીત ગવાય છે.ના આ આઠ ગુણ બીજા છે. નિદૉષ હોય, સારયુક્ત હોય હેતુ યુક્ત હોય, અલંકૃત હોય, ઉપસંહાર યુક્તહોય, સેત્રાસ હોય, મિત અને મધુર હોય. સમ, અર્ધસમ અને સર્વત્ર વિષમ હોય. આ ત્રણ વૃત્તના પ્રકાર ઉપલબ્ધ નથી. [૩૯-૬૪૩ ભણિતિઓ બે છે. જેમકે - સંસ્કૃત અને પ્રાકત આ બે ભાષાઓને ઋષિઓએ પ્રસસ્ત માનેલી છે. સ્વરમંડલ મધ્યે ગાયે છતે ઋષિઓએ - ઉત્તમ કહેલી છે. કેવી સ્ત્રી મધુર ગાય છે? કેવી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે? કેવી સ્ત્રી ચતુર ગાય છે? કેવી સ્ત્રી મંદ ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર ગાય છે? કેવી સ્ત્રી શીધ્ર વિસ્વર-વિરૂઢ સ્વરને ગાય છે ? શ્યામાં સ્ત્રી અથવા સોળ વર્ષના વયવાળી સ્ત્રી મધુર ગાય છે. કાળી સ્ત્રી કર્કશ અને ઋક્ષ ગાય છે. ગોરી સ્ત્રી ચતુર ગાય છે. કાળી સ્ત્રી મંદ ગાય છે. આંધળી સ્ત્રી શીધ્ર ગાય છે. પિંગલા વર્ણવાળી સ્ત્રી વિસ્વર ગાય છે. વીણાદિ તંત્રીના શબ્દથી મળેલ તે તંત્રીમ, તાલ સાથે મળેલ તાલસમ, છંદના ચરણ સાથે મળેલ તે પાદસમ તંત્રીના રાગ સાથે લયસમ, પ્રથમથી જે સ્વર ગ્રહણ કરેલ હોય છેવટ સુધી તેજ સ્વરવડે ગાવું તે ગ્રહમ, ગાતાં થકા શ્વાસોશ્વાસથી ભરાઈ ન જાય તે ઉચ્છવાસ-નિશ્વાસ સમ, અંગુલી-વડે તંત્રીનો અવાજ સ્વરની સાથે મળેલ હોય તે સંચારસમ આ સાત સ્વરવડે વિશુદ્ધ ગાન હોય છે. સાતસ્વર, ત્રણગ્રામ, એકવીશમૂછના, ઓગણપચાસ તાન હોય છે કાયકલેશ સાત પ્રકારના છે. સ્થાનાસ્થિત-કાયોત્સર્ગ કરવાવાળા, ઉત્કટુકાસનિક-પ્રતિમા, સ્થાયીભિક્ષ પ્રતિમાનું વહન કરનાર વીરાસનિક-બને પગ ભૂમિ ઉપર રાખી અવલંબન વગર બેસનાર. નૈષધિક-પગ આદિ સ્થિર કરીને બેસનાર દંડાયતિક-દંડની સમાન પગ ફેલાવીને બેસનાર, લગંડશાયી-ભૂમિથી પીઠ ઉંચી રાખી સુનાર. [૬૪૫ જંબુદ્વીપમાં સાત વર્ષ (ક્ષેત્ર) કહેલ છે. જેમકે- ભરત, એરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ, મહાવિદેહ. જેબૂદ્વીપમાં. સાત વર્ષઘર પર્વત કહેલ છે જેમકે ચુલહિમવન્ત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી, મંદરાચલ. ધાતકીખંડ દ્વીપમાં સાત મહાનદીઓ છે જે પશ્ચિમમાં વહેતી થકી લવણ સમુદ્રમાં મળે છે. જેમકે – સિંધુયાવતુ રક્તવતી ધાતકીખંડ દ્વીપના પશ્ચિમાધમાં સાત વર્ષ ક્ષેત્રો છે. ભરત યાવતું મહાવિદેહ શેષ ત્રણ સૂત્ર પૂર્વવતુ વિશેષ-પૂર્વની તરફ વહેવાવાળી નદીઓ લવણ સમુદ્રમાં અને પશ્ચિમની તરફ વહેવાવાળી, નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. પુષ્કરવર દ્વીપાઈના પૂવઘમાં પૂર્વવત્ સાતવર્ષો છે. વિશેષ પૂર્વની તરફની નદીઓ પુષ્કરોદ સમુદ્રમાં અને પશ્ચિમની તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં મળે છે. શેષ સૂત્ર પૂર્વવત્ એ પ્રમાણે પશ્ચિમાર્થ સૂત્ર પણ સમજી લેવા. વિશેષ-પૂર્વ તરફની નદીઓ કાલોદ સમુદ્રમાં અને પશ્ચિમ તરફની નદીઓ પુષ્કરોદસમુદ્રમાં મળે છે. વર્ષ, વર્ષધર અને નદીઓ સર્વત્ર કહેવી. [૬૪૬-૬પપ) જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં સાત કુલકર હતા, મિત્રદાસ સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલદોષ, સુઘોષ મહાઘોષ. જંબૂ- દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકર થયા.-વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વાન, અભિચન્દ્ર પ્રસેનજીન. મરુદેવ, નાભિ. આ સાત કુલકરોની સાત ભાયીઓ હતી. ચન્દ્રયશા, ચન્દ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુકાંતા, શ્રીકાંતા, મરૂદેવી. જેબૂદ્વીપના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy